Vartman Pravah
Breaking Newsદીવ

બાળકો સંબંધિત સમસ્‍યાઓ અને બાળ મૈત્રીપૂર્ણ અભિગમ સાથે સમસ્‍યાઓનો સામનો કરવા માટે ન્‍યાયતંત્રની પ્રક્રિયાને સમજવા માટે કલેક્‍ટર ભાનુ પ્રભાના દિશા-નિર્દેશ અને માર્ગદર્શનમાં દીવના ફૂદમ પોલીસ મુખ્‍યાલયના સભાખંડમાં યોજાયેલી બેઠક

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દીવ, તા.03 : દીવ જિલ્લા કલેક્‍ટર શ્રીમતી ભાનુ પ્રભાના દિશા-નિર્દેશ અને માર્ગદર્શન તેમજ દીવના પોલીસ અધિક્ષક શ્રી ફૂલઝેલે પિયુષ નિરાકરની દેખરેખ હેઠળ ફુદમ ખાતે ‘જિલ્લા બાળ સુરક્ષાએકમ દીવ’ દ્વારા બાળકો સંબંધિત સમસ્‍યાઓ અને બાળ મૈત્રીપૂર્ણ અભિગમ સાથે સમસ્‍યાઓનો સામનો કરવા માટે ન્‍યાયતંત્રની પ્રક્રિયાને સમજવા માટે બેઠકનું આયોજન કરવામાં આવ્‍યું હતું.
મહિલા અને બાળ વિકાસ મંત્રાલય હેઠળ બાળકો માટે વિવિધ વિભાગો કાર્યરત છે. જેમાં જિલ્લા કક્ષાએ બાળ કલ્‍યાણ સમિતિ, કિશોર ન્‍યાય બોર્ડ, સ્‍પેશ્‍યલ જુવેનાઇલ પોલીસ યુનિટ તેમજ જિલ્લા બાળ સુરક્ષા એકમ હોય છે. આ દરેક વિભાગોનું મુખ્‍ય કાર્ય કાળજી અને રક્ષણની જરૂરિયાત ધરાવતા તેમજ કાયદાના સંઘર્ષ કે સંપર્કમાં આવેલા બાળકો તેમજ બાળકોના વિવિધ અધિકારો, સંરક્ષણ તેમજ બાળકોની વિવિધ જરૂરિયાતો, આવશ્‍યકતાઓ તેમજ તેમની વિવિધ સમસ્‍યાઓ વગેરેના સમાધાન માટે આ વિભાગો દ્વારા કાર્ય કરવામાં આવે છે. આ દરેક વિભાગોનો મુખ્‍ય ઉદ્દેશ્‍ય દરેક બાળકોની જે તે આવશ્‍યકતા અને સમસ્‍યાઓનું સમાધાન કરી તેમને સમાજના મુખ્‍ય પ્રવાહમાં પ્રસ્‍થાપિત કરવાનું છે.
જેના અનુસંધાનમાં આજે દીવ જિલ્લા કલેક્‍ટર શ્રીમતી ભાનુ પ્રભાના દિશાનિર્દેશ અને માર્ગદર્શન તેમજ દીવ પોલીસ અધિક્ષક શ્રી ફૂલઝેલે પિયુષ નિરાકરની દેખરેખ હેઠળ ફુદમ ખાતે આવેલ જિલ્લા પોલીસ મુખ્‍યાલયના સભાખંડમાં મદદનીશ સરકારી વકીલ શ્રીમતી અર્ચના ગાંધી, એસ.એચ.ઓ. કોસ્‍ટલ પોલીસસ્‍ટેશન વણાંકબારા શ્રી નિલેશ કાટેકર, એસ.એચ.ઓ. દીવ પોલીસ સ્‍ટેશન શ્રીમતી દિપીકા ભગત તેમજ બાળ કલ્‍યાણ સમિતિના અધ્‍યક્ષા શ્રીમતી નિલમ ફૂગરોની ઉપસ્‍થિતિમાં બાળ કલ્‍યાણ સમિતિ, કિશોર ન્‍યાય બોર્ડ, સ્‍પેશ્‍યલ જુવેનાઇલ પોલીસ યુનિટ તથા અન્‍ય એ.એસ.આઈ. અને હેડ કોન્‍સ્‍ટેબલ તેમજ જિલ્લા બાળ સુરક્ષા એકમ વગેરે વિભાગો માટે બાળકો સંબંધિત સમસ્‍યાઓ અને બાળ મૈત્રીપૂર્ણ અભિગમ સાથે સમસ્‍યાઓનો સામનો કરવા માટે ન્‍યાયતંત્રની પ્રક્રિયાને સમજવા માટે એક બેઠકનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં કાળજી અને રક્ષણની જરૂરિયાત ધરાવતા તેમજ કાયદાના સંઘર્ષ કે સંપર્કમાં આવેલા બાળકો માટે સુવ્‍યવસ્‍થિત રીતે કઈ રીતે કામગીરી કરી શકાય તેમજ ભારત સરકાર દ્વારા અમલીકળત કરવામાં આવેલ બાળકો સાથે સંબંધિત વિવિધ કાયદાઓ અને અધિનિયમોમાં દર્શાવ્‍યા મુજબની પ્રક્રિયાને સમજવા ખાસ કરીને બાળકો માટેનો કિશોર ન્‍યાય (કાળજી અને રક્ષણ) અધિનિયમ, 2015 વિશે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. તેમજ ઉપસ્‍થિત દરેક લોકોને આ અધિનિયમ વિશે વિસ્‍તૃતમાં માહિતી પૂરી પાડવામાં આવી હતી.વધુમાં બાળકો સંબંધિત અધિનિયમોમાં દર્શાવ્‍યા મુજબ દરેક વિભાગોની અલગ-અલગ ભૂમિકાઓ અને જવાબદારીઓ વિશે પણ વિગતવાર ચર્ચા-વિચારણા અનેક્રિયા-પ્રતિક્રિયા કરવામાં આવી હતી. દરેક વિભાગ વતી અધિકારી તેમજ કર્મચારીઓએ ઉપસ્‍થિત રહી આ મિટીંગને સફળ બનાવવામાં પોતાનો સહયોગ અને યોગદાન પૂરું પાડયું હતું.

Related posts

ધરમપુરમાં બી.એસ.એફ. જવાનોનું ભવ્‍ય સન્‍માન સ્‍વાગત સાથે માકડબન ગામે ભવ્‍ય સન્‍માન

vartmanpravah

માંદોની-સિંદોની રોડ પર બાઈકની અડફેટે આવેલા બાળકનું મોત થવાના ગુનામાં સેલવાસ જિલ્લા કોર્ટનો ચુકાદો 30 વર્ષિય યુવાન બાઈકચાલક જમસુ વરઠાને એક વર્ષની કેદ અને રૂા. સાત હજાર રોકડનો ફટકારેલો દંડ

vartmanpravah

પારડીમાં સ્‍વાધ્‍યાય મંડળ દ્વારા બાહ્ય આડંબર કે ખોટા ખર્ચાઓ ન કરી ગણેશજીની પ્રતિમાનુંકરાયેલું સ્‍થાપન

vartmanpravah

દીવ કોર્ટે ગ્રામ્‍ય વિસ્‍તારોમાં કાનૂની જાગરૂકતા કાર્યક્રમ યોજાયો

vartmanpravah

ભારત સરકારના કેન્‍દ્રીય આરોગ્‍ય મંત્રી ભારતીબેન પવારે કપરાડાના ઉમેદવાર જીતુભાઈ ચૌધરીના ચૂંટણી પ્રચાર માટે જન સંપર્ક કર્યો

vartmanpravah

સંઘપ્રદેશના વિદ્યુત વિભાગના ખાનગીકરણને રોકવા પ્રદેશના ચાર જાગૃત પત્રકારોએ શરૂ કરેલું અભિયાન:ભારત સરકારને વાસ્‍તવિક સ્‍થિતિથી વાકેફ કરવા હાથ ધરાનારા પ્રયાસો

vartmanpravah

Leave a Comment