October 14, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી હાર્દિક જોશી એકેડમી દ્વારા સ્‍ટેટ કરાટે ચેમ્‍પિયનશીપ યોજાઈ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.10: હાર્દિક જોશી કરાટે એકેડેમીએ ગૌરવ પૂર્વક સ્‍ટેટ કરાટે ચેમ્‍પિયનશિપનું આયોજન કર્યું હતું, આ ચેમ્‍પિયનશિપમાં 300 ઉપરાંત પ્રતિભાશાળી કરાટે વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો અને ઉલ્લેખનીય છે કે 125 ઉપરાંત છોકરીઓએ પણ ભાગ લઈ વિવિધ મોડલો મેળવી નારી શક્‍તિનું ઉદારહણ પૂરું પાડ્‍યું હતું.
કયોશી હાર્દિક જોશીના નિષ્‍ણાંત માર્ગદર્શન હેઠળ, ઈવેન્‍ટમાં વિવિધ વય અને કરાટે બેલ્‍ટની કેટેગરી વચ્‍ચે સન્‍માનજનક સ્‍પર્ધા જોવા મળી હતી. આ ટુર્નામેન્‍ટમાં માત્ર કરાટે ટેકનિકની કલાત્‍મકતાદર્શાવવામાં આવી નથી પરંતુ શિસ્‍ત, આદર અને દ્રઢતાના મુખ્‍ય મૂલ્‍યો પર પણ ભાર મૂકવામાં આવ્‍યો હતો.
ભાગ લેનાર વિદ્યાર્થીએ તેમના અતૂટ સમર્પણ અને વર્ષોની તાલીમનું પ્રદર્શન કર્યું, જે ચેમ્‍પિયનશિપને આપણા રાજ્‍યમાં કરાટે પ્રત્‍યેની વધતી જતી લોકપ્રિયતા દર્શાવે છે. સિનિયર બ્‍લેક બેલ્‍ટ, રેફરી કમિટી, ટાઇમ કીપર, મેડિકલ ઈન્‍સ્‍ટ્રકટરના સહિયોગથી સ્‍પર્ધકોના ઉત્‍સાહમાં વધારો થયો હતો.
હાર્દિક જોશી આ ચેમ્‍પિયનશિપને જબરદસ્‍ત સફળતા અપાવવામાં સામેલ દરેકનો હૃદયપૂર્વક આભાર માને છે. એકેડેમી માર્શલ આર્ટના વિકાસને પ્રોત્‍સાહન આપવા, ભાવિ ચેમ્‍પિયનનું નિર્માણ કરવા અને તેના વિદ્યાર્થીઓમાં ખેલદિલી અને શિસ્‍તના મૂલ્‍યોને પ્રોત્‍સાહન આપવા માટે પ્રતિબદ્ધ છે.

Related posts

નાણામંત્રી કનુભાઈ દેસાઈની બજેટમાં જાહેરાત: વાપી-ઉમરગામમાં પુર્ણ સમયની લેબર કોર્ટ બનશે

vartmanpravah

દમણવાડા ગ્રા.પં. ખાતે ‘ટોરેન્‍ટ પાવર આપણાં દ્વારે’ કાર્યક્રમ સફળતાપૂર્વક યોજાયોઃ સ્‍થાનિક રહીશોએ ઉત્‍સાહભેર લીધેલો ભાગ

vartmanpravah

વાપીમાં નેશનલ હાઈવે પર સાનવી હ્યુન્‍ડાઈ શોરૂમનું ઉદઘાટન સમારોહ રાજ્‍યના નાણાં, ઊર્જા અને પેટ્રોલિયમ મંત્રી કનુભાઈ દેસાઈના હસ્‍તે યોજાયો

vartmanpravah

પારડી તરમાલીયા કથામાં પોલીસ ત્રાટકી : ચાર આયોજકોની અટક કરી

vartmanpravah

દાનહ-દમણ-દીવ પ્રદેશ ભાજપે મદ્મવિભૂષણ રતન તાતાને આપેલી શ્રદ્ધાંજલિ

vartmanpravah

કપરાડા માલનપાડા હાઈવે ઉપરથી ટ્રકમાં ચોરેલ ડિઝલના 840 લીટર જથ્‍થો ભરેલ 24 કારબા ઝડપાયા

vartmanpravah

Leave a Comment