January 16, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટવલસાડવાપી

કેબીએસ એન્‍ડ નટરાજ કોલેજમાં ચાર્ટર્ડ એકાઉન્‍ટ તેમજ જી.એસ. ટી. દિવસની ઉજવણી થઈ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.07: ચણોદ કોલોની સ્‍થિત કેશવજી ભારમલ સુમેરિયા એન્‍ડ નટરાજ પ્રોફેશનલ સાયન્‍સિસ કોલેજ, વાપીમાં વિદ્યાથીઓની ઉજવળ કારકિર્દી અને ભવિષ્‍ય માટે સેમીનાર યોજીને ઉચ્‍ચતમ માર્ગદર્શન આપવામાં આવે છે. જે અંતર્ગત ચાર્ટડ એકાઉન્‍ટ દિવસની ઉજવણીમાં સી.એ. શ્રી જીતેન્‍દ્ર વર્માના વડપણ હેઠળ એક દિવસીય સેમીનારનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં ભાગ લીઘેલ તમામ વિધાર્થી મિત્રોને સી.એ. તથા જી.એસ.ટી. કોર્ષ વિશે, ઉજવળ કારકીર્દી, તેમજ પરીક્ષાની તૈયારીઓ વિશે અને સામાજમાં સી.એ. તથા જી.એસ.ટી.ના સ્‍થાન અને મોભા વિશે સાચી સમજ આપી હતી. વર્ષ 2008 થી કે.બી.એસ. કોમર્સ એન્‍ડ નટરાજ પ્રોફેશનલ સાયન્‍સીસ કોલેજમાં સી.એ. પરીક્ષાનું કેન્‍દ્ર હોય દરેક વિધાર્થીઓને આ પરીક્ષા કેન્‍દ્રનો લાભ લેવા માટે આહવાન આપ્‍યું હતું. આ પ્રોગ્રામનું સંચાલન કોલેજના મદદનીશ પ્રાધ્‍યાપક શ્રી જીગ્નેશ પારેખ (સીએમએ), તેમજ ડો. શત્‍વીનંદર કૌર ધાંન્‍જલે કર્યું હતું. આમ સમગ્ર પ્રોગ્રામ સફળ રહેતા કોલેજના આચાર્ય શ્રી ડો. પૂનમબી. ચૌહાણે સેમીનારના મુખ્‍ય વક્‍તા સી.એ. શ્રી જીતેન્‍દ્ર વર્માના, દરેક વિદ્યાર્થીગણ તેમજ સ્‍ટાફમિત્રોનો આભાર વ્‍યક્‍ત કરી સી.એ.ના ક્ષેત્રમાં ઉજવળ કાર્કીર્દી માટે શુભેચ્‍છા પાઠવી હતી.

Related posts

દક્ષિણ ગુજરાતની ખાંડ મિલો 31મી માર્ચે શેરડીના ભાવ જાહેર કરશે : ખાંડ ઉદ્યોગ સંઘ

vartmanpravah

મંગળવારે પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદી સિમલાથી દેશભરના વિવિધ લાભાર્થીઓ સાથે સીધો સંવાદ કરશે : દમણમાં પણ યોજાશે સમાંતર કાર્યક્રમ

vartmanpravah

વાપી જુના ફાટક પાસે રેલવે અંડરપાસની કામગીરી પુરઝડપમાં : નજીકના સમયમાં કાર્યરત થઈ જવાની વકી

vartmanpravah

સંઘપ્રદેશ દાનહ અને દમણ-દીવ પ્રશાસને શ્રમિકોના લઘુત્તમ દૈનિક વેતન સહિત રૂા.35 વિશેષ ભથ્‍થાંની કરેલી જાહેરાત

vartmanpravah

નવસારી જિલ્લાના 5 આદિવાસી ગામોમાં 100 ટકા કોરોના વેક્‍સિનેશન કામગીરી કરી આદિવાસીઓમાં ઓછા રસીકરણનું મેણું ભાંગ્‍યું

vartmanpravah

પપ્‍પાને એક ભાવભીની અંજલિ

vartmanpravah

Leave a Comment