Vartman Pravah
Breaking Newsસેલવાસ

દાનહના રખોલીની આર.આર.કેબલ લિમિટેડ કંપનીમાં રક્‍તદાન શિબિર યોજાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.20
દાનહના રખોલી ગામે આવેલ આર.આર.ગ્‍લોબલ ગ્રુપની આર.આર.કેબલ લિમિટેડ કંપનીમાં વિશ્વ વોલેન્‍ટીયર દિવસ નિમિત્તે રક્‍તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમા લાયન્‍સ ક્‍લબ ઓફ સેલવાસ અને ઇન્‍ડિયનરેડક્રોસ સોસાયટીના સહયોગ રહ્યો હતો.
આ કેમ્‍પમાં કંપનીના એજીએમ શ્રી આલોક સિંઘલ, ડીજીએમ શ્રી સુરેશ આસાવા,ડાયરેક્‍ટર શ્રી રાજેશ જૈન, એચઆર ડેપ્‍યુટી મેનેજર શ્રી દિનેશ મિશ્રા, આસિસ્‍ટન્‍ટ મેનેજર એડમીન શ્રી ગિરીશ પાન્‍ડા, એજીએમ શ્રી રાજીવ મહેશ્વરી, શ્રી ગોપાલ જરકુટિયા (મામા) સહિત દરેક વિભાગના એચઓડી અને દાનહમાં સ્‍થિત આર.આર.ગ્‍લોબલ ગ્રુપના દરેક ચાર યુનિટના વર્કરોએ ઉત્‍સાહપૂર્વક આ કેમ્‍પમાં ભાગ લીધો હતો. જેમા 154 યુનિટ રક્‍ત એકત્ર થયું હતું.
આ કેમ્‍પના આયોજનો મુખ્‍ય ઉદ્દેશ્‍ય પ્રદેશમાં રક્‍તની જે અછત વર્તાય છે જેને પહોંચી વળવા માટે આવા કેમ્‍પોનું આયોજન સંસ્‍થા અને કંપનીઓ દ્વારા કરવામા આવે છે. આ કેમ્‍પમાં મહિલાઓએ પણ રક્‍તદાન કર્યુ હતું.
આ અવસરે કંપનીના સંચાલકો, ઇન્‍ડીયન રેડક્રોસ સોસાયટીનો સ્‍ટાફ, કર્મચારીઓ અને લાયન્‍સ ક્‍લબ ઓફ સેલવાસના સભ્‍ય શ્રી ભરતભાઈ તન્ના ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

વલસાડ લીલાપોરમાં 100 વર્ષ પૌરાણિક વડનું ઝાડ ધરાશાયી : વીજ ડીપી, ટેમ્‍પો અને દુકાન દબાયા

vartmanpravah

સેલવાસની બીએસએનએલ ઓફિસમાં શોર્ટસર્કિટથી આગ લાગવાથી સામગ્રી બળીને ખાક

vartmanpravah

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદી એપ્રિલના બીજા પખવાડિયામાં સેલવાસ-દમણની મુલાકાતે આવી શકે છે

vartmanpravah

વલસાડ જિલ્લામાં આજે કોરોનાના નવા 21 કેસ નોંધાયા

vartmanpravah

દમણ-દીવ પ્રદેશ ઈન્‍ટૂકના પ્રમુખ પદેથી તરંગભાઈ પટેલને બર્ખાસ્‍ત કરવાનો જારી કરેલો પ્રદેશ પ્રભારીએ આદેશ

vartmanpravah

દાનહ જિલ્લા પ્રશાસને પાંચ મહિના બાદ રખોલી બ્રિજ ઉપરથી તમામ પ્રકારના વાહનોને પસાર થવા માટે આપેલી મંજૂરી : 12મી જૂન, 2024ના રોજ મોટું ગાબડું પડયું હતું

vartmanpravah

Leave a Comment