October 17, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ખેરગામ તાલુકાના પાટી ખાતે સરકારી આયુર્વેદ દવાખાનાનું ખાતમુહૂર્ત કરાયું

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
નવસારી, તા.01: જીલ્લા પંચાયત આયુર્વેદ શાખા, નવસારીના તાબા હેઠળના ખેરગામ તાલુકાના પાટી ખાતે સરકારી આયુર્વેદ દવાખાનાનું ખાતમુહુર્ત જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ભીખુભાઈ આહીર અને ગણદેવી ધારાસભ્યશ્રી શ્રી નરેશભાઇ પટેલના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું.
જિલ્લા આયુર્વેદ અઘિકારી વૈદ્ય નયનાબેન પટેલે કાર્યક્રમની રૂપરેખા આપી હતી. આયુર્વેદ દવાખાના માટે સરકારશ્રીના અનુદાનથી નવા બાધકામ માટે ગ્રાન્ટ ફાળવવામાં આવી છે.
આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના સભ્ય શ્રીમતી સુમિત્રાબેન ગરાસીયા, ખેરગામ તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી રક્ષાબેન પટેલ, શ્રી પ્રશાંતભાઈ પટેલ, સરપંચ શ્રી મહેન્દ્રભાઈ નાયક, શ્રી અરવિંદભાઈ ગરાસીયા, ખેરગામ તાલુકા પંચાયતના સભ્યશ્રીઓ તેમજ આસપાસના ગામના સરપંચશ્રીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

દાનહમાં છેવાડેના ગામોના સેંકડો આદિવાસી યુવાનો-બહેનોએ વિધિવત કરેલો ભાજપમાં પ્રવેશ

vartmanpravah

દમણ જિ.પં.ના પૂર્વ પ્રમુખ તરૂણાબેન પટેલે દમણવાડા ગ્રામ પંચાયતની લાયબ્રેરીની લીધેલી મુલાકાત

vartmanpravah

વલસાડમાં મહિલાઓ માટે બોડી બિલ્‍ડીંગ સ્‍પર્ધા યોજાશે

vartmanpravah

દિવાળી ટાણે જ દીવના કેવડીમાં પ્રશાસને કરેલું ડિમોલીશન

vartmanpravah

કપરાડાના પ્રાધ્‍યાપિકાનું કાછલની સરકારી કૉલેજમાં વક્‍તવ્‍ય યોજાયું

vartmanpravah

આંતરરાષ્‍ટ્રીય યોગ દિવસના ઉપક્રમે સમગ્ર સંઘપ્રદેશ યોગમય બન્‍યોઃ દેવકા નમો પથ સામુહિક યોગ મુદ્રાથી શોભી ઉઠયો

vartmanpravah

Leave a Comment