– સંજય તાડા દ્વારા
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.05: ટુકવાડા ગામે આવેલ સાવરમાળ ફળિયામાં આદિવાસીની પરંપરાગત ભોવાડાની ઉજવણી કરવામાં આવે છે. આ તહેવારમાં 52 દેવી-દેવતાઓના મુગટો સાથે અને મુગટો પહેરીને નાચગાન સાથે ઉજવણી કરવામાં આવે છે. કપરાડાના ટુકવાડા ગામે ઉજવવામાં આવેલ આ તહેવાર ત્રણ દિવસ રાખવામાં આવે છે. સાંજના સમયે 8 વાગે શરૂઆત કરી સવારના 6:00 વાગ્યા સુધી આ પ્રોગ્રામ ચાલે છે. સૌપ્રથમ નારાયણદેવ અને પૂજાપાઠ કરે. નારાયણ દેવની પૂજાપાઠ કર્યા બાદ નાના બાળકો દ્વારા શરૂઆત કરવામાં આવે છે. અહીંયા 52 દેવી-દેવતાઓના મુગટ સાથે એક એક કળતિ કરીને સવારે 06:00 વાગ્યા સુધી આ પ્રોગ્રામ નિહાળવામાં આવે છે. રાતના સમયે મસાલ સળગાવીને એક એક કળતિ લોકો સમક્ષ રજૂ કરવામાં આવે છે. કળતિઓ જોવા આજુબાજુ ગામના લોકો એમના દર્શન માટે ઉમટી પડતા હોય છે. અહીંના આદિવાસી સમાજના લોકો અનેક બાધાઓ રાખે કે સમાજમાં કોઈ દુઃખ ન આવે સંકટથી બચાવે અને ખેતી જેવા પાકોમાં બરકત થાય અને કેટલીક મહિલાઓ પણ જેમને નીસંતાન હોય તેઓ સંતાન માટે બાધાઓ રાખતા હોય છે. ચોમાસા પહેલા રાખવામાં આવેલ આ ભોવાડાનો તહેવાર ખેતીનો પાક સારો થાય વરસાદ સારો થાય તે માટે અહીંના આદિવાસી સમાજના લોકો ભગવાનને પ્રાર્થના કરતા હોય છે. અહીંયા શંકર ભગવાન, ગણેશજી, રામ-સીતા-લક્ષ્મણ, કળષ્ણ ભગવાન જેવા તમામ ભગવાનના મુગટો બનાવી અને એ મુગટો માથામાં પહેરીને એક એક કળતિ કરીને લોકો સમક્ષ રજૂ કરતા હોય છે.