Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

દાનહના કિલવણી ગામે વરસાદી માહોલને કારણે રસ્‍તાની હાલત બદતર

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.06
દાદરા નગર હવેલીને આઝાદ થયાને છ દસક બાદ પણ કેટલાક ગામોમાં રસ્‍તાઓ હજી કાચા જ જોવા મળે છે. જેના કારણે ચોમાસા દરમિયાન ગ્રામજનોને ઘણી જ તકલીફોનો સામનો કરવા પડી રહ્યો છે. કિલવણી ગામના રાનપાડામાં પણ કંઈક આવી જ પરિસ્‍થિતિ જોવા મળે છે. હાલના દિવસોમાં છેલ્લા એક અઠવાડિયાથી વરસાદ વરસી રહ્યો છે જેના કારણે ગામનો જે કાચો રસ્‍તો છે એના પર કાદવ-કિચ્‍ચડ જોવા મળી રહ્યો છે. આવા કાદવવાળા રસ્‍તાને કારણે વાહનો ચલાવવામાં તકલીફો પડી રહી છે. ચોમાસાના ચાર મહિના દરમ્‍યાન જો કોઈ વ્‍યક્‍તિ બીમાર પડે તો 108 એમ્‍બ્‍યુલન્‍સ પણ આવી શકતી નથી. ગ્રામજનો હાલમાં તો રસ્‍તા પરના કાદવને હટાવવાનો પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ જ્‍યારે વરસાદ પડે ત્‍યારે ફરી જૈસે થે જેવી હાલત થઈ જાય છે. આ રસ્‍તાને પાકો બનાવવા માટે જિલ્લા પંચાયતના સભ્‍ય તેમજ અધિકારીઓને પણ રજૂઆતો કરવામાં આવી છે પરંતુ આજદિન સુધી કોઈ જ ઉકેલ આવ્‍યો નથી.

Related posts

ઘેજમાં આદિવાસી ઈસમને મારી નાખવાની ધમકી બાદ આદિવાસીઓ ખેરગામ પો.સ્‍ટે.માં ધસી ગયા

vartmanpravah

દમણવાડા ગ્રા.પં. 28મી ઓક્‍ટોબરે પોતાના સ્‍થાપના દિવસની ઉજવણી કરશે

vartmanpravah

ઓરવાડ મેદાનમાં જુગાર રમતા ત્રણ ઝડપાયા બે ફરાર

vartmanpravah

વેલપરવાની ગુમ પરણીતા પરત ફરી: પરણીતાએ પોતાના સાસરે અને પિયર જવાની ના કહેતા પોલીસે નારી સંરક્ષણ ગૃહ ખાતે મોકલી

vartmanpravah

દમણઃ સોમનાથ ગ્રામ પંચાયત ખાતે ‘વિકસિત ભારત સંકલ્‍પ યાત્રા’ પહોંચતા કરાયેલું અભિવાદન

vartmanpravah

કોવિડ-19ના રોગચાળાને નાથવા સંઘપ્રદેશના ઉદ્યોગોમાં કાર્યરત તમામ કર્મચારી – કામદારોએ કોવિડ-19 રસીના બંને ડોઝ લેવા ફરજીયાત

vartmanpravah

Leave a Comment