April 28, 2024
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટવલસાડવાપી

વાપી ડુંગરા પોલીસે મોબાઈલ-રોકડા મળી રૂા. 10.04 લાખના મુદ્દામાલ સાથે મોબાઈલ ચોરને પકડયો

બિહારની ચાદર ગેંગના ચોર વીર દરોગા ચૌધરીએ સેલવાસમાંથી ચોરી કરી હોવાની કબુલાત કરી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.17: વાપી ડુંગરા પોલીસે દાદરા ચેકપોસ્‍ટ ઉપર પેટ્રોલીંગ દરમિયાન ગતરોજ શંકાસ્‍પદ ઈસમને પકડી તપાસ કરી હતી. ઈસમ પાસે ઢગલાબંધ મોબાઈલ અને રોકડ મળી આવતા અટક કરી પો.સ્‍ટે. લવાયો હતો. પૂછપરછમાં સેલવાસ ડેપો પાસે આવેલ મોબાઈલ સ્‍ટોર્સમાંથી લાખોના મોબાઈલ ચોર્યાનો પર્દાફાશ થયો હતો.
પોલીસ સુત્રો મુજબ ડુંગરા પોલીસ દાદરા ચેક પોસ્‍ટ ઉપરજથ્‍થાબંધ મોબાઈલ અને રોકડા સાથે પકડેલ ઈસમને પો.સ્‍ટે. લાવી હતી. પૂછપરછમાં ચોર ઈસમે તેનુ નામ ચંદીગઢના બુડેલ સેક્‍ટરમાં રહેતો વીર દારોગા ચૌધરી જણાવ્‍યું હતું. આરોપી પાસેથી પોલીસે અલગ અલગ કંપનીના 57 મોબાઈલ કી.9,20,000 લાખ રોકડા 75580 અને એટીએમ કાર્ડ, સીમકાર્ડ મળી રૂા.10,04,080 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આરોપી બિહારની ચાદર ચોર ગેંગનો ચોર હોવાનું તપાસમાં બહાર આવ્‍યું હતું. ચોરેલા તમામ મોબાઈલ નેપાળમાં વેચવા જવાની ફિરાકમાં હતો પરંતુ તે પહેલાં ડુંગરા પોલીસે ચોરીનો પર્દાફાસ કરી દીધો હતો.

Related posts

દીવમાં અલગ અલગ બે જગ્‍યા પર લાગી આગ

vartmanpravah

ઉદવાડાની શેઠ પી.પી.મિસ્ત્રી શાળામાં નુમા ઈન્‍ડિયા દ્વારા ‘ઈન્‍ટર સ્‍કૂલ કરાટે ચેમ્‍પિયનશીપ-2022′ યોજાઈ

vartmanpravah

વાપી હાઈવે ઉપર તસ્‍કરોએ કાર વોર્કશોપને નિશાન બનાવ્‍યું

vartmanpravah

ઉમરગામમાં બિલ્‍ડીંગના ત્રીજા માળેથી પટકાયેલા બાળકનું મોત

vartmanpravah

મોટાપોંઢા કેનાલમાં સતત બીજી કરૂણાંતિકા સર્જાઈ: ન્‍હાવા પડેલા ત્રણ મિત્રો પૈકી બે ડૂબી ગયા

vartmanpravah

‘‘વિદ્યાર્થી ઉદ્યમીતા સાહસિકતા નીતિ” અંતર્ગત વલસાડ જિલ્લામાંથી ભીલાડ સરકારી વિજ્ઞાન કોલેજના બે વિદ્યાર્થીની પસંદગી

vartmanpravah

Leave a Comment