April 29, 2024
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

લાંબા સમયથી ભારે વરસાદના કારણે મધુબન ડેમમાંથી 2.5 લાખ ક્‍યુસેક પાણી છોડવાના કારણે 8 લોકો દમણગંગા નદીમાં ફસાયા

દાદરા નગર હવેલીમાં પૂર અને વાવાઝોડાંમાં રાહત-બચાવ અંગે યુટી સ્‍તરીય મૉક ડ્રિલ યોજાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.27 : સેલવાસમાં લાંબા સમયથી વરસાદના કારણે અને મધુબન ડેમમાંથી 2.5 લાખ ક્‍યુસેક પાણી છોડવાના કારણે 8 લોકો દમણગંગા નદીમાં ફસાઈ ગયા હતા. 8માંથી 5 લોકો સર્કિટ હાઉસની પાછળના ભાગે ફસાઈ ગયા હતા અને ત્રણ લોકો અન્‍ય જગ્‍યાએ ફસાયા હતા. જે અંગે કંટ્રોલ રૂમમાં સૂચના મળતાં તરત જ ડી.ઇ.ઓ.સી.ને જાણ કરવામાં આવેલ ત્‍યારબાદ ટીમ ઘટનાસ્‍થળે પહોંચી લોકેશન ઇંસિડેન્‍ટ કમાન્‍ડર આરડીસીને ઘટનાસ્‍થળ પર મોકલવામા આવી. સ્‍થિતિની પુષ્ટિ થતાં ફાયર ફાઈટર વિભાગ અને એનડીઆરએફની ટીમ પહોંચી ગઈ હતી અને હોડી અને તરવૈયા તથા ઓબીએમ દ્વારા ફસાયેલ વ્‍યક્‍તિઓને બચાવવામાં આવ્‍યા હતા.
સી.એચ.સી. રખોલીમાં ભારે વરસાદના પગલે પાણી ભરાઈ જતાં 8 દર્દીઓને મસાટ પી.એચ.સી.માં સ્‍થાનાંતરિત કરવામાં આવ્‍યા હતા. રાજ પેટ્રો સ્‍પેશલીટીઝ પ્રા.લી.માં પાણી ભરાઈજવાને કારણે બેસ ઓઇલ રિવાસ થયેલ હતી જેની સૂચના કંટ્રોલ રૂમને થતાં ફાયર ફાઈટરોની ટીમ અને અન્‍ય રાહત-બચાવ કાર્ય વિભાગના અધિકારીઓ, કર્મચારીઓને મોકલવામાં આવ્‍યા. રાહત-બચાવ કામગીરી સમયે પી.ડી.સી.એલ. દ્વારા પાવર કટ કરવામાં આવ્‍યો હતો અને કંપનીમાં બે કર્મચારી ઘાયલ થયા હતા જેઓને સ્‍ટરલાઈટ ઇન્‍ડસ્‍ટ્રીઝ દ્વારા એમ્‍બ્‍યુલન્‍સમાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતા.
અત્રે યાદ રહે કે, દાદરા નગર હવેલી અને દમણ-દીવ અને દાનહ જિલ્લા ડિઝાસ્‍ટર અને એન.ડી.આર.એફ.ની છઠ્ઠી બટાલિયનના સહયોગથી સંઘપ્રદેશમાં ત્રણ અલગ અલગ સ્‍થળોએ પૂર અને વાવાઝોડાંના સમયે જરૂરી રાહત પહોંચાડવી તેમજ બચાવ કેવી રીતે કરવો તે બાબતે મૉક ડ્રિલનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં દમણગંગા નદી બેસિન સર્કિટ હાઉસ પાછળ, સી.એચ.સી. રખોલી અને મેસર્સ રાજ પેટ્રો સ્‍પેશલીટી પ્રાઇવેટ લીમીટેડ રખોલી જેમાં સરકારી દરેક અધિકારી પોલીસ, ફાયર વિભાગ, રાજસ્‍વ વિભાગ સાથે ઉદ્યોગ, આપદા મિત્ર, રેડક્રોસ વગેરેએ આ મૉક ડ્રિલમાં ભાગ લીધો હતો.
અત્રે આયોજીત મૉક ડ્રિલમાં દાનહ જિલ્લા કલેક્‍ટર શ્રીમતી ભાનુ પ્રભા, સેલવાસના નિવાસી નાયબ કલેક્‍ટર અને સેલવાસ ઈન્‍સિડેન્‍ટ કમાન્‍ડર સુશ્રી ચાર્મી પારેખ, નિવાસી નાયબ કલેક્‍ટર(જનરલ) શ્રી અમિતશર્મા, ખાનવેલના નિવાસી નાયબ કલેક્‍ટર શ્રી પ્રિયાંક કિશોર, જિલ્લા પંચાયત મુખ્‍ય કાર્યકારી અધિકારી ડો. અપૂર્વ શર્મા, આઇપીએસ શ્રીમતી લક્ષ્મી, લેબર ઓફિસર શ્રી મિહિર જોશી સહિત અધિકારીઓ, એનડીઆરએફ, એસડીઆરએફ તથા ફાયર ફાઈટર વિભાગના કર્મચારીઓ જોડાયા હતા.

Related posts

વલસાડ હાઈવે ગુંદલાવ ચોકડી ઉપર બાઈકમાં આગ લાગી : બનાવ બાદ ચાલક ફરાર : બાઈક ચાલક કોણ હતો તેની પોલીસે તપાસ હાથ ધરી હતી

vartmanpravah

વલસાડમાં ભર બજારમાં બે કાર ચાલકોની રેસમાં બાઈક ચાલક દંપતિઅડફેટે ચઢયું

vartmanpravah

ધરમપુર સ્‍ટેટ હોસ્‍પિટલમાં દર્દી પાસે ઓપરેશન પેટે 12 હજાર વસુલવામાં આતા મામલો ગરમાયો

vartmanpravah

વાપી પોદાર ઈન્‍ટરનેશનલ સ્‍કૂલ દ્વારા વિશ્વના ટોચના ફ્રી સ્‍ટાઈલ ફૂટબોલરનું આયોજન થયું

vartmanpravah

સેલવાસ શ્રી કચ્‍છી ભાનુશાલી મિત્ર મંડળ દ્વારા રક્‍તદાન કેમ્‍પ અને મેડિકલ કેમ્‍પનું કરાયેલું આયોજન

vartmanpravah

આધાર જ વ્‍યક્‍તિની ઓળખઃ આમોદ કુમાર: આધારના ઉપયોગને પ્રોત્‍સાહન આપવા હેતુ સેલવાસના કલા કેન્‍દ્ર ખાતે કાર્યશાળા યોજાઈ

vartmanpravah

Leave a Comment