(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દીવ, તા.11: કેન્દ્ર શાસિત પ્રદેશ દીવ કુદરતી સૌંદર્યથી ભરપુર છે. તેમાં પણ નાગવા બીચ એ દરેક પર્યટકોનું પસંદગીનું સ્થળ છે. આ સ્થળને વધુ વિકસાવવા પર્યટકોને આકર્ષવા તથા પર્યટકોને ફરવાની સાથે દરિયા કિનારે ફાસ્ટ ફુડની મજા પણમાણી શકે તેથી નાગવા બીચ પર બનાવેલા ફુડ સ્ટોલની હરાજી કલેક્ટર કોન્ફરન્સ હોલ ખાતે કરવામાં આવી. જેમાં 26 નાગવા ગામના સ્થાનિક લોકોને લોટરી સિસ્ટમથી નામ કાઢીને ફ્રૂડ સ્ટોલ એલોર્ટ કરવામાં આવ્યા. જ્યારે 9 ફુડ સ્ટોલ જનરલ પબ્લિક માટે હરાજી અને ઓછામાં ઓછી ચાર લાખની કિંમત અને વધુમાં વધુ પાંચ લાખથી વધુ કિંમતથી હરાજી થઈ હતી. આ ફુડ સ્ટોલ એક વર્ષ માટે આપવામાં આવ્યા છે. હરાજી પ્રસંગે ડેપ્યુટી કલેક્ટર વિવેક કુમાર, તથા હરાજીમાં ભાગ લેનાર લોકો તથા સરકારી કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Previous post