July 17, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટવલસાડવાપી

વાપી શહેરમાં રોડ ઉપર પડેલા ખાડાઓમાં વૃક્ષો રોપી કોંગ્રેસે નોંધાવેલો વિરોધ

પાલિકાને ભંડોળ અપાવવા નાણામંત્રી ઉણા ઉતરી રહ્યા છે : ખંડુભાઈ પટેલ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.17: વાપી સહિત સમગ્ર વિસ્‍તારમાં વરસેલા અતિશય વરસાદને લીધે ઠેર ઠેર રોડ ઉપર ખાડે ખાડા પડી જતા રોડની હાલત કંગાલ થઈ ગઈ છે ત્‍યારે શહેરમાં પડેલા ખાડાઓ માટે આજે રવિવારે પાલિકા વિરોધ પક્ષના નેતા અને કોંગ્રેસ કાર્યકરોએ વિરોધ નોંધાવ્‍યો હતો. વોર્ડ નં.8 વિસ્‍તારના તૂટી ગયેલા રોડ પરના ખાડાઓમાં વૃક્ષો વાવી પાલિકાના થાળે ગયેલા વહીવટ સામે સુત્રોચ્‍ચાર કરી રોડ જલદી બનાવવાની માંગણી કરી હતી.
વાપી નગરપાલિકા વિરોધ પક્ષના નેતા ખંડુભાઈ પટેલની આગેવાની હેઠળ કોંગ્રેસ કાર્યકરો અને મહિલા સમિતિએ વોર્ડ નં.8 માં રોડ ઉપર પડેલા ખાડાઓ માટે વિરોધ પ્રદર્શન કરી ખાડાઓમાં વૃક્ષો વાવ્‍યા હતા. આ પ્રસંગે ખંડુભાઈએ જણાવ્‍યું હતું કે, પારડી વિધાનસભા વિસ્‍તારમાં વાપી પાલિકા આવી છે. ધારાસભ્‍ય કનુભાઈ દેસાઈ નાણામંત્રી છે છતાં પણ પાલિકાને નાણા ફાળવવા નિષ્‍ફળ રહ્યા છે તેવો આક્ષેપ કર્યો હતો. કાર્યકરોએ તૂટેલા રોડ ઉપર વૃક્ષારોપણ કરી સત્તાધારી ભાજપ પક્ષ અને સરકાર સામે વિરોધ કરી આકરા પ્રહાર કર્યા હતા. નોંધનીય છે કે, વિરોધ કરવા માટે ગણીને 12 કાર્યકરો ઉપસ્‍થિત રહ્યા હતા ત્‍યારે શહેર કોંગ્રેસ શહેરના વિકાસમાંઉદાસીન હોય તેવુ જણાયું હતું.

Related posts

લોકસભાની ચૂંટણી સંદર્ભે વાપીમાં પોલીસ અને આર.પી.એફ.ના જવાનોએ ફલેગ માર્ચ કરી

vartmanpravah

દમણમાં સમાજ કલ્‍યાણ વિભાગ દ્વારા ‘નશા મુક્‍ત ભારત અભિયાન’ અંતર્ગત બાલ ભવનના વિદ્યાર્થીઓ માટે ચિત્ર સ્‍પર્ધા યોજાઈ

vartmanpravah

હોળી ધૂળેટીના પર્વમાં માઁ વિશ્વંભરી તીર્થયાત્રા ધામે દર્શનાર્થીઓની ભીડ ઉમટી

vartmanpravah

દેશના ઉપ રાષ્‍ટ્રપતિ જગદીપ ધનખડે દમણના સરપંચો અને જિ.પં. સભ્‍યોને નવી અને જૂની સંસદ નિહાળવા આપેલું આમંત્રણ

vartmanpravah

સેલવાસનો યુવાન ગુમ થયો હોવાની ફરિયાદ નોંધાઈ

vartmanpravah

ચીખલી તાલુકામાં ભાજપની અલ્પકાલીન વિસ્તાર યોજનાનો પ્રારંભ

vartmanpravah

Leave a Comment