September 5, 2026
Vartman Pravah
Breaking Newsદમણદેશ

લક્ષદ્વીપ પ્રશાસનના મધ્યાહન ભોજનમાંથી માંસ હટાવવાના નિર્ણયને પડકારતી અરજીને કેરલ હાઈકોર્ટે ફગાવીઃ ડેરી ફાર્મ બંધ કરવા ઉપર પણ સહમતિ

કેરલ હાઈકોર્ટે લક્ષદ્વીપ પ્રશાસન સામેની તમામ પીઆઈઍલ પણ કાઢી નાંખવાનો કરેલો આદેશઃ હવે લક્ષદ્વીપના સુધારાને ગતિ મળશે

(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા. ૧૭
કેન્દ્રશાસિત પ્રદેશ લક્ષદ્વીપના પ્રશાસન દ્વારા વિદ્યાર્થીઓના મધ્યાહન ભોજનમાંથી માંસ હટાવવાના નિર્ણયને પડકારતી જાહેર હિતની અરજીને આજે કેરલ હાઈકોર્ટે ફગાવી દિધી છે અને તાજેતરમાં લક્ષદ્વીપ પ્રશાસનના વહીવટી સુધારા સામે દાખલ કરવામાં આવેલ તમામ પીઆઈઍલનો પ્રશાસનની તરફેણમાં હાઈકોર્ટ દ્વારા નિકાલ કરવામાં આવ્યો છે.
પ્રા માહિતી પ્રમાણે લક્ષદ્વીપના રહેવાસી ઍડવોકેટ આઝમ દ્વારા પ્રશાસને મધ્યાહન ભોજનમાંથી માંસ હટાવવાના અને ડેરી ફાર્મને બંધ કરવાના આદેશને કેરલ હાઈકોર્ટમાં પીઆઈઍલના માધ્યમથી પડકાર્યો હતો. જેની સામે કેરલા હાઈકોર્ટે પીઆઈઍલને કાઢી નાખી પ્રશાસનની તરફેણમાં પોતાનો ચુકાદો જાહેર કર્યો હતો.
કેરલ હાઈકોર્ટમાં મુખ્ય ન્યાયમુર્તિ શ્રી ઍસ.મણીકુમાર અને ન્યાયમુર્તિ શ્રી સજી પી.ચલીની ખંડપીટ સામે પ્રશાસન વતી ધારાશાસ્ત્રી શ્રી ઍસ.મનુઍ દલીલ કરી હતી કે, પ્રશાસન દ્વારા લેવાયેલ આવા નીતિગત નિર્ણયોમાં કોર્ટ દખલ કરી શકે નહીં. આ દલીલ કોર્ટે ગ્રાહ્ના રાખી હતી. કોર્ટે આ પહેલા લક્ષદ્વીપ પ્રશાસન દ્વારા તેના નવા પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલ દ્વારા પસાર કરેલા બે વિવાદાસ્પદ આદેશોની કામગીરી ઉપર રોક લગાવી હતી. વહીવટીતંત્રે પોતાના નિર્ણય યોગ્ય ઠેરવતા જણાવ્યું હતું કે, ડેરી ફાર્મના કામકાજના પરિણામે દર વર્ષે લગભગ રૂ. ૧ કરોડ જેટલું નુકસાન થઈ રહ્નાં છે. પ્રશાસન દ્વારા ઍવી રજૂઆત કરવામાં આવી હતી કે, બાળકોની પોષણ જરૂરીયાતો બદલાયેલા મેનુથી સરળતાથી સંતોષી શકાય છે. વકીલ ભારપૂર્વક જણાવ્યું હતું કે, નિયમોમાં નિર્ધારીત પોષણમુલ્યને જાળવી રાખવાની ઍકમાત્રા કાનૂની જરૂરીયાત અને કોઈપણ મેનુ અપનાવી શકાય છે. વધુમાં પ્રશાસનને આરોપ લગાવ્યો હતો કે, અરજદારે જાહેર હિતની અરજીનો ઉપયોગ કમાવવાના સાધન તરીકે કરી પ્રશાસન અને વર્તમાન પ્રશાસક સામે પાયાવિહોણા અને ચકાસણી વગરના આરોપો લગાવી અરજદાર માત્ર પોતાની પ્રસિદ્ધિનું લક્ષ્ય રાખે છે. જેથી આ રીટપીટીશન કોર્ટની પ્રક્રિયાનો દુરોપયોગ છે.
નામદાર અદાલતે લક્ષદ્વીપ પ્રશાસન સામે દાખલ કરવામાં આવેલ તમામ પીઆઈઍલ કાઢી નાંખવાનો આદેશ જારી કરતા હવે પ્રશાસન દ્વારા શરૂ કરવામાં આવેલ સુધારામાં ગતિ આવવાની સંભાવના છે.

Related posts

વલસાડ જિલ્લાના કેટલાક વિસ્‍તારોમાં પર્યાપ્ત વરસાદ પડતા ખેડૂતોએ ડાંગરની રોપણીની શરૂઆત કરી

vartmanpravah

દમણ ખાતે ઇન્‍ડિયન કોસ્‍ટગાર્ડ એર સ્‍ટેશન આયોજિત ‘જોશ રન’માં સુરત રન એન્‍ડ રાઇડર-13નાં રનર અશ્વિન ટંડેલ અને વિદ્યાર્થીઓએ લીધેલો ભાગ

vartmanpravah

એક સમયે દેશ માટે બ્‍લાઇન્‍ડ ટી-20 વર્લ્‍ડ કપમાં વિજય અપાવનાર ખેલાડીના પિતા અન્નક્ષેત્રમાં ભોજન લઈ જીવન ગુજારવા મજબૂર

vartmanpravah

દાનહના ડોકમરડી બ્રિજ નજીક યુવાનને અજાણ્‍યા વાહન ચાલકે ટક્કર મારતાં ગંભીર ઈજા પહોંચતા સારવાર દરમ્‍યાન મોત

vartmanpravah

નવી રાષ્‍ટ્રીય શિક્ષણ નીતિના ત્રણ વર્ષઃ સંઘપ્રદેશમાં નવી શિક્ષણ નીતિની સફળતાના સંદર્ભમાં યોજાયો વાર્તાલાપ

vartmanpravah

દાનહના મોરખલથી વારણા તરફ જતો માર્ગ અત્‍યંત બિસ્‍માર અને ખખડધજઃ વાહનચાલકો અને રાહદારીઓને પડી રહેલી મુશ્‍કેલી

vartmanpravah

Leave a Comment