October 17, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટપારડીવલસાડવાપી

વલસાડ જિલ્લામાં વંદે ગુજરાત વિકાસ યાત્રાની પારડી તાલુકામાં પૂર્ણાહૂતિ: લાભાર્થીઓને સહાયનું વિતરણ કરાયું

ઓરવાડ ગામમાં રૂ. 113.13 લાખના વિકાસના 56 કામોનું લોકાર્પણ અને રૂ. 51.95 લાખના 17 કામોનું ખાતમૂહૂર્ત કરાયું

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)

વલસાડ, તા. 20: ગુજરાત સરકારે છેલ્લા 20 વર્ષમાં કરેલો અભૂતપૂર્વ વિકાસની માહિતી જન જન સુધી પહોંચે અને સાથે સાથે સરકારની લોકોપયોગી યોજનાનો વધુમાં વધુ લોકો લાભ લે તે માટે સરકાર દ્વારા વંદે ગુજરાત વિકાસ યાત્રા કાઢવામાં આવી હતી. જેની પૂર્ણાહુતિ આજરોજ તા. 20 જુલાઈના રોજ પારડી તાલુકામાં થઈ હતી. જિલ્લા પંચાયતની પારડી તાલુકાની ડુંગરી બેઠકના ઓરવાડ ગામમાં આયોજિત કાર્યક્રમમાં રૂ. 113.13 લાખના વિકાસના 56 કામોનું લોકાર્પણ અને રૂ. 51.95 લાખના ખર્ચે વિકાસના 17 કામોનું ખાતમૂહુર્ત કરવામાં આવ્યું હતું.

પારડી તાલુકાના ઓરવાડ ગામમાં પહોંચેલી વંદે ગુજરાત વિકાસ યાત્રાનું મોટી સંખ્યામાં ઉપસ્થિત ગ્રામજનોએ ઉષ્માભેર સ્વાગત કર્યું હતું. જિલ્લા પંચાયતની ડુંગરી બેઠકના સભ્ય આશાબેન પટેલના અધ્યક્ષસ્થાને ઓરવાડ ગામમાં શિવ દર્શન હોલ ખાતે વંદે ગુજરાત કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે જિલ્લા પંચાયત સભ્ય આશાબેન પટેલે ઉપસ્થિત સૌને સરકારની વિકાસલક્ષી યોજનાની માહિતી આપી હતી. સાથે જ સરકારની આર્થિક સહાયથી પગભર બનેલા લોકોના વિકાસની ગાથા પણ રજૂ કરી હતી. વધુમાં તેમણે સરકાર દ્વારા આગામી દિવસોમાં થનારા વિકાસના કામોની પણ માહિતી આપી હતી. આ પ્રસંગે રૂ. 113.13 લાખના ખર્ચે તૈયાર થયેલા ડામર રસ્તા, બોર, પેવર બ્લોક, સોલાર રૂફ ટોપ, ઈલેકટ્રીક વાહન અને ગટરના 56 કામોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જ્યારે આગામી દિવસોમાં રૂ. 51.95 લાખના ખર્ચે બનનારા ડામર રસ્તા, પેવર બ્લોક, પાણીની ગટર અને જાહેર શૌચાલયના 17 કામોનું ખાતમૂર્હુત કરવામાં આવ્યું હતું. ગ્રામજનોને એલઈડી રથ થકી સરકારની વિકાસ ગાથાની માહિતી બતાવવામાં આવી હતી.

કાર્યક્રમમાં આરોગ્ય ખાતા દ્વારા 5 લાભાર્થીને આયુષ્યમાન કાર્ડ, 2 લાભાર્થીને પાપા પગલી કીટનું વિતરણ, સારણ અને ટૂંકવાડા ગામના સખી મંડળના ગૃપને રૂ. 30-30 હજારનું રિવોલ્વિંગ ફંડ અને એક દિવ્યાંગ લાભાર્થીને એસટી બસનો પાસ આપવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં તાલુકા પંચાયત પારડીના ઉપપ્રમુખ તરૂણભાઈ, તાલુકા પંચાયતના સભ્ય દક્ષેશભાઈ, તાલુકા સંગઠનના મહામંત્રી મુકેશભાઈ અને ગામના સરપંચ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

ચીખલીના બામણવેલમાં ટ્રક ચાલકોની જાહેર સભા બાદ પોલીસે ચાલકોને ડિટેઈન કર્યા

vartmanpravah

ઘરને તાળું મારી પારડી બાલાખાડીની યુવતી ચાલી ગઈ

vartmanpravah

વલસાડ રેલવે પ્‍લેટફોર્મ ઉપર ચાલું ટ્રેનમાં ચઢવા જતા મુસાફરનું ટ્રેન-પ્‍લેટફોર્મ પટકાતા મોત

vartmanpravah

સેલવાસ ન.પા.ના વોર્ડ નંબર 9માં રસ્‍તાઓની દુર્દશાના કારણે સ્‍થાનિકો પરેશાન

vartmanpravah

સંઘપ્રદેશમાં દિવાળી ટાણે પ્રવાસીઓનો રહેનારો અભૂતપૂર્વ ધસારોઃ દમણ-દીવ અને દાનહની લગભગ તમામ હોટલોના બુકિંગ ફૂલ

vartmanpravah

વલસાડ જિલ્લા ચૂંટણી અધિકારી આયુષ ઓકની રાજકીય પક્ષો સાથે બેઠક મળીઃ ચૂંટણી ખર્ચના હિસાબોથી વાકેફ કરાયા

vartmanpravah

Leave a Comment