Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ મધ્‍યમાં આવેલા 120 આવાસનો 50 ફૂટ લાંબો સ્‍લેબ તૂટી પડતા દોડધામ મચી ઉઠી

તંત્રએ રહીશોને મોડી રાતે સેલટર હોમમાં ખસેડયા : સુવિધાના અભાવે લોકો રાતભર અટવાયા

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.03: વલસાડ શહેરની મધ્‍યમાં શાકભાજી માર્કેટમાં આવેલ 120 આવાસનો 50 ફૂટ જેટલો સ્‍લેબ રાત્રે 9 વાગ્‍યાના સુમારે અચાનક ધરાશયી થતા રહીશોના માથે આભ તૂટી પડયાનો અહેસાસ થયો હતો. વહીવટી તંત્રએ રહીશોને સેલ્‍ટર હોમમાં ખસેડયા હતા તેમજ દુર્ઘટનામાં ત્રણેકને નાની મોટી ઈજાઓ થવા પામી હતી.
વલસાડ શાકભાજી માર્કેટ પાસે 120 આવાસીય મકાનો જર્જરીત થઈ ચૂક્‍યા છે. 40 વર્ષ પહેલાની આ ખખડધજ ઈમારતમાં લોકો જીવના જોખમે રહે છે. પાલિકાની બેદરકારીને લઈ જાહેર સલામતિ માટે આ ઈમારત જોખમી બની હોવા છતાં પાલિકા નજરઅંદાજ કરી રહેલ છે. પરિણામે ક્‍યારેક મોટી દુર્ઘટના સર્જાય તો નવાઈ નહી. રવિવારે 9 વાગ્‍યાના સુમારે આ આવાસનો આશરે 50 ફૂટનો સ્‍લેબ અચાનક જમીન દોસ્‍ત થતા લોકોમાં નાસભાગ મચીહતી. આજુબાજુના લોકો દોડી આવ્‍યા હતા. કોઈ ઘાયલ થયું છે કે કેમ તેની જાણકારીમાં લાગ્‍યા હતા. બીજી તરફ પાલિકાએ રહીશોને નજીકના સેલ્‍ટર હોમમાં ખસેડી દીધા હતા. પરંતુ તેમાં કોઈ સગવડ નહી હોવાથી લોકો રાતભર અટવાતા રહ્યા હતા અને આજે સોમવારે ઈમારતનું ડિમોલીશન કરવાની કાર્યવાહી હાથ ધરાઈ હતી.

Related posts

સાંસદ ધવલભાઈ પટેલના હસ્‍તે વાંસદા વિધાનસભાના કાવડેજ અને ખાંભલા ગામે વિવિધ વિકાસના કામોનું ખાતમુહૂર્ત કરાયું

vartmanpravah

ધરમપુરમાં જાગૃત નાગરિકોની પાલિકામાં કરેલ રજૂઆત ફળી : મહા પુરુષોના સ્‍મારકોની પાણીથી સફાઈ કરાઈ

vartmanpravah

દમણના વેટરનરી વિભાગના યુડીસી અમ્રતભાઈ હળપતિને આપવામાં આવ્‍યું નિવૃત્તિ વિદાયમાન

vartmanpravah

ઉમરગામ યુઆઈએ કચેરી ખાતે વીજ સમસ્‍યા માટે આયોજિત ઓપન હાઉસ અધિકારીઓની વિલંબતાના કારણે સ્‍થગિત

vartmanpravah

શ્રી ઘનશ્‍યામ વિદ્યા મંદિરમાં સુરક્ષા અને માસિક સ્‍વચ્‍છતા જાગૃતતા કાર્યક્રમનું કરાયેલું આયોજન

vartmanpravah

વલસાડ છીપવાડ અંડરપાસ નજીક રિક્ષા પલ્‍ટી મારતા ચાલક સહિત ચાર મુસાફરો ઘાયલ

vartmanpravah

Leave a Comment