October 14, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ધરમપુર બોપી પંચાયતના સરપંચ પતિ આવાસ યોજના હપ્તામાં કટકી માંગતા ગ્રામજનોની ફરિયાદ

કલેક્‍ટરમાં લીધેલા રૂપિયાની નામજોગ યાદી સાથે લેખિત ફરિયાદ કરાઈ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી,તા.10: આજરોજ તા.10/10/2024 ના દિને ધરમપુર તાલુકાના ગ્રુપ ગ્રામ પંચાયત બોપી ગામે પ્રધાનમંત્રી યોજનામાંથી ગામ લોકોએ કરેલ ફરિયાદના આધારે બોપી ગામના સરપંચ પતિ દ્વારા આવાસના મળેલ હપ્તામાંથી માંગેલ રૂપિયા બાબતે લેખિતના ટીડીઓ શ્રી ધરમપુર, ડીડીઓ શ્રી વલસાડ, કલેકટરશ્રી વલસાડને લેખિતમાં લીધેલ રૂપિયાની રકમ અને નામોની યાદી અને સહી સાથે ફરિયાદ કરી અને જે બાબતે તપાસ કરી યોગ્‍ય ન્‍યાયની માંગણી કરી હતી.
ગામ લોકોએ કરેલ ફરિયાદના આધારે સરકાર તરફથી આપવામાં આવેલ આવાસના હપ્તામાંથી ગામના સરપંચ પતિ દ્વારા લીધેલ રૂપિયા જે નામ સાથે ફરિયાદ કરી અને જેના લીધે એમના ઘરો અધૂરા છે તે લેખિતમાં કરેલ ફરિયાદમાં જણાવવામાં આવ્‍યું હતું. જે બાબતે યોગ્‍ય તપાસ કરી યોગ્‍ય કાર્યવાહી કરવા બાબતે ભોગ બનેલ લાભાર્થીઓ સાથે લેખિતમાં ફરિયાદ કરવામાં આવી હતી.

Related posts

દેશના તમામ કેન્‍દ્ર શાસિત પ્રદેશોમાં થ્રીડી પ્રશાસનની પહેલી પહેલ : સેલવાસ ન.પા.ની સિવરેજ લાઈનમાં હવે અંદર ઉતરી કોઈ કર્મચારી સફાઈ નહીં કરશેઃ રોબોટ મશીનથી ગટરની ચેમ્‍બરના હોલમાંથી કચરો કઢાશે

vartmanpravah

ગાંધીનગરમાં નાણામંત્રી કનુભાઈ દેસાઈ અને સિંગાપોરના ડે.વડાપ્રધાન વચ્‍ચે ફિનટેક કો.ઓપ માટે કરાર થયા

vartmanpravah

સેન્‍ટર ફોર લર્નિંગ રીસોર્સિસ પૂણેના સહયોગથી દાનહમાં શિક્ષણ વિભાગ દ્વારા સામર્થ્‍ય પહેલ હેઠળ ‘એન્‍હાસ યોર ઈંગ્‍લીશ આઇ’ કાર્યક્રમનો કરાયેલો શુભારંભ

vartmanpravah

દીવમાં શાળાના બાળકો માટે યોજવામાં આવ્યો સાયબર અવેરનેસ અને સેન્સિટાઈઝેશન કાર્યક્રમ

vartmanpravah

બલવાડા નેશનલ હાઈવે ઓવરબ્રિજ પાસે હાઈવે ઓથોરિટીની બેદરકારીથી અવાર નવાર સર્જાઈ રહેલા અકસ્‍માતો

vartmanpravah

રીંગણવાડા ખાતે ક્રેન દ્વારા ટ્રકમાં મશીન ટ્રાન્‍સફર કરાતા થયેલા ટ્રાફિક જામમાં ધિંગાણું: ક્રેનના ડ્રાયવર અને સહયોગીને ઢોર માર મરાયો

vartmanpravah

Leave a Comment