Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટવલસાડવાપી

તાજેતરમાં વલસાડમાં આવેલ પૂર અસરગ્રસ્‍ત વિસ્‍તારમાં રિલાયન્‍સ ફાઉન્‍ડેશન, જિલ્લા આરોગ્‍ય વિભાગ વલસાડ અને રોટરી ક્‍લબ ઓફ વલસાડ, દ્વારા મેડીકલ કેમ્‍પ યોજાયો

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.27
તાજેતરમાં વલસાડ જિલ્લામાં ભારે વરસાદના કારણે વલસાડ શહેરના અને નજીકના ગ્રામ્‍ય નીચાણવાળા વિસ્‍તારોમાં પૂરના પાણી ફરી વળતાં હજારો લોકોને સલામતસ્‍થળે ખસેડવામાં આવ્‍યા હતા. આ વિસ્‍તારના લોકોમાં રોગચાળો ના ફેલાય તે હેતુથી રિલાયન્‍સ ફાઉન્‍ડેશન, જિલ્લા આરોગ્‍ય વિભાગ વલસાડ અને રોટરી ક્‍લબ ઓફ વલસાડ તથા ધરમપુર તાલુકામાં પહેલ ચેરિટેબલ ટ્રસ્‍ટના સંયુક્‍ત ઉપક્રમે વલસાડ શહેરના મોગરાવાડી, વલસાડ પારડી, અબ્રામા જેવા વિસ્‍તારમાં, ભાગડાખુર્દ ગામ તેમજ ધરમપુર તાલુકામાં મરઘમાળ ગામમાં નિઃશુલ્‍ક મેડિકલ કેમ્‍પનું આયોજન સતત પાંચ દિવસ કરવામાં આવ્‍યુ હતું. આ તકે અર્બન પ્રાથમિક આરોગ્‍ય કેન્‍દ્ર, મોગરવાડી અને અબ્રામા, પ્રાથમિક આરોગ્‍ય કેન્‍દ્ર-ભડેલી અને નાની ઢોલ ડુંગરીના જુદા જુદા ડોક્‍ટર અને તેમની આરોગ્‍ય ટીમ તેમજ વલસાડ શહેરના રોટરી કલબ સાથે સંકળાયેલા જુદા જુદા નિષ્‍ણાંત ડોકટરની ટીમ દ્વારા સેવા આપવામાં આવી હતી. જેમાં કુલ 740 દર્દીઓને વિનામુલ્‍યે સારવાર કરી રીલાયન્‍સ ફાઉન્‍ડેશન દ્વારા વિના મૂલ્‍યે દવાનૂં વિતરણ કરવામાં આવેલ. જેમાં ખાસ કરીને અત્‍યારે ચામડી જન્‍ય રોગો, વાઈરલ ઈન્‍ફેક્ષન, શરદી, ખાંસી, તાવ તથા ડાયાબિટીસ, બ્‍લડ પ્રેસરના દર્દીઓએ તથા સગર્ભા મહિલાઓએ સારવાર મેળવી. આ પ્રસંગે જિલ્લા આરોગ્‍ય વિભાગ, વલસાડની તમામ ટીમ, રોટરી ક્‍લબના પ્રમુખ તથા તેમના સ્‍વયંસેવકોની ટીમ તેમજ રિલાયન્‍સ ફાઉન્‍ડેશનની ટીમએ મહેનત કરી આ કાર્યને સફળ બનાવેલ.પ્રાથમિક આરોગ્‍ય કેન્‍દ્ર, મોગરવાડી અને અબ્રામા, પ્રાથમિક આરોગ્‍ય કેન્‍દ્ર-ભડેલી અને નાની ઢોલ ડુંગરીના જુદા જુદા ડોક્‍ટર અને તેમની આરોગ્‍ય ટીમ તેમજ વલસાડ શહેરના રોટરી કલબ સાથે સંકળાયેલા જુદા જુદા નિષ્‍ણાંત ડોકટરની ટીમ દ્વારા સેવા આપવામાં આવી હતી. જેમાં કુલ 740 દર્દીઓને વિનામુલ્‍યે સારવાર કરી રીલાયન્‍સ ફાઉન્‍ડેશન દ્વારા વિના મૂલ્‍યે દવાનું વિતરણ કરવામાં આવેલ. જેમાં ખાસ કરીને અત્‍યારે ચામડી જન્‍ય રોગો, વાઈરલ ઈન્‍ફેક્ષન, શરદી, ખાંસી, તાવ તથા ડાયાબિટીસ, બ્‍લડ પ્રેસરના દર્દીઓએ તથા સગર્ભા મહિલાઓએ સારવાર મેળવી. આ પ્રસંગે જિલ્લા આરોગ્‍ય વિભાગ, વલસાડની તમામ ટીમ, રોટરી ક્‍લબના પ્રમુખ તથા તેમના સ્‍વયંસેવકોની ટીમ તેમજ રિલાયન્‍સ ફાઉન્‍ડેશનની ટીમ એ મહેનત કરી આ કાર્યને સફળ બનાવેલ.

Related posts

વલસાડમાં અનુબંધમ પોર્ટલ અંગે માહિતી અને માર્ગદર્શન સેમિનાર યોજાયો

vartmanpravah

વલસાડ જિલ્લામાં માતા અને બાળ મરણ અટકાવવા સગર્ભા માતાઓની ફરજીયાત સોનોગ્રાફી કરવાની શરૂઆત

vartmanpravah

દાનહના સામરવરણી ગામે ઝાડ કાપી રહેલ યુવાન પર ડાળી પડતા સારવાર દરમ્‍યાન મોત

vartmanpravah

સરીગામમાં ધારાસભ્‍ય રમણભાઈ પાટકરનો ભવ્‍ય સત્‍કાર સમારંભ યોજાયો

vartmanpravah

રવિવારે દમણવાડા ગ્રામ પંચાયત દ્વારા યોજાનારી કારકિર્દી માર્ગદર્શન શિબિર

vartmanpravah

પિપરિયા પર હુમલો …તો દાદરા નગર હવેલીની રાજકીય દશા પણ કાશ્‍મીર જેવી જ થઈ હોત

vartmanpravah

Leave a Comment