October 14, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

દાનહના સામરવરણી ગામે ઝાડ કાપી રહેલ યુવાન પર ડાળી પડતા સારવાર દરમ્‍યાન મોત

(વર્તમાન પ્રવાહન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.28
દાદરા નગર હવેલીના સામરવરણી ગામે એક યુવાન એના સગાને ત્‍યાં આવ્‍યો હતો, ત્‍યાં ઝાડ કાપી રહ્યો હતો. તે સમયે અચાનક એક ડાળી સીધી એની છાતી પર આવી જતા ગંભીર ઈજા થઇ હતી. જેને સારવાર માટે સિવિલ હાસ્‍પિટલમાં લાવવામા આવ્‍યો હતો ત્‍યારબાદ એનું સારવાર દરમ્‍યાન મોત થયુ હતુ.
પ્રાપ્ત વિગત અનુસાર ઉજેશ રમેશ પટેલ (ઉ.વ.33) રહેવાસી પટેલપાડા, ફલાંડી જે એના સગા જે સામરવરણી રહે છે ત્‍યાં આવ્‍યો હતો અને ત્‍યાં ઝાડની ડાળીઓ કાપી રહ્યો હતો. તે સમયે અચાનક એક ડાળી ઉપરથી તુટીને સીધી એની છાતી પર આવી પડી હતી. જેના કારણે એને ગંભીર ઇજા થઈ હતી.
ઉજેશને તાત્‍કાલિક વિનોબાભાવે સિવિલ હોસ્‍પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામા આવ્‍યો હતો જ્‍યાં એનુ સારવાર દરમ્‍યાન મોત થયું હતું. આ ઘટના અંગેની મસાટ પોલીસ દ્વારા ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Related posts

વાપી આરઓબી-આરયુબીના કન્‍સ્‍ટ્રકશન માટે ખોદેલા ખાડામાં અંધારામાં બાઈક સવાર ખાબક્‍યો

vartmanpravah

વલસાડ ખેરગામ રોડનું કામ શરૂ કરાવવા વનવિભાગની કચેરીએ ભજનકીર્તન કરી આવેદનપત્ર અપાશે

vartmanpravah

દાનહ કોંગ્રેસ સમિતિ દ્વારા ‘‘આંતરરાષ્‍ટ્રીય મહિલા દિવસ”ની કરવામાં આવેલી જોરશોરથી ઉજવણી

vartmanpravah

દાનહમાં થયેલા ઔદ્યોગિકરણનો લાભ પ્રદેશના કેટલા આદિવાસીને મળ્‍યો અને કોના ‘જીવન-ધોરણમાં’ સુધારો આવ્‍યો?

vartmanpravah

સી.આર. પાટીલના ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ તરીકે બે વર્ષ પૂર્ણ : વાપી ભાજપે કરેલી ઉજવણી

vartmanpravah

વાપી રેલવે સ્‍ટેશન ઉપરથી અયોધ્‍યા દર્શન આસ્‍થા સ્‍પેશિયલ ટ્રેનને ભાજપના આગેવાનોએ રવાના કરી

vartmanpravah

Leave a Comment