December 1, 2025
Vartman Pravah
Breaking Newsખેલડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

પ્રિ-સુબ્રતો મુખર્જી કપ ફૂટબોલ ટૂર્નામેન્‍ટની બોયઝ અંડર 14માં ચેમ્‍પિયન બનેલી મોટી દમણ સ્‍કૂલ

  • રનર્સ અપ રહેલી કોસ્‍ટગાર્ડ પબ્‍લિક સ્‍કૂલ

  • રોમાંચક બની રહેલી પ્રિ-સુબ્રતો મુખરજી કપ ફૂટબોલ ટૂર્નામેન્‍ટઃ અંડર 17 બોયઝ અને ગર્લ્‍સની ચાલી રહેલી ટૂર્નામેન્‍ટ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.27: સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવ પ્રશાસનના યુવા કાર્યક્રમ અને ખેલ વિભાગ દ્વારા પ્રિ-સુબ્રતો મુખરજી કપ ફૂટબોલ ટૂર્નામેન્‍ટ-2022નું દમણ જિલ્લાની સ્‍કૂલોના બોયઝ અંડર 14 અને 17 તથા ગર્લ્‍સ અંડર 17ની જિલ્લા સ્‍તરીય આયોજન કરવામાં આવી રહ્યું છે.
આજે દમણ જિલ્લામાં પ્રિ-સુબ્રતો મુખર્જી કપની બોયઝ અંડર 14ની રમાયેલી ફાઈનલમાં મોટી દમણ સ્‍કૂલનો કોસ્‍ટગાર્ડ પબ્‍લિક સ્‍કૂલ સામે 1 ગોલથી વિજય થયો હતો. મોટી દમણ સ્‍કૂલ તરફથી રોહિત પંકજ હળપતિએ એક શાનદાર ગોલ કરી પોતાની ટીમના વિજયમાં મહત્‍વપૂર્ણ ભૂમિકા નિભાવી હતી.
બોયઝ અંડર 17ની પહેલી ક્‍વાર્ટર ફાઈનલમાં શ્રી માછી મહાજન સ્‍કૂલનો વિજય થયો હતો. તેમની સામે હોલી ટ્રીનીટી સ્‍કૂલનો પરાજય થવા પામ્‍યો હતો. માછી મહાજન સ્‍કૂલ તરફથી અરવિંદ સતિષ મકવાણાએ બે ગોલ અને અભિજિત અશોક તથા હેનિક વિનોદકુમારે એક એક ગોલનો સ્‍કોર કરતા 4 ગોલથી માછી મહાજન સ્‍કૂલનો હોલી ટ્રીનીટી સામે વિજય થયોહતો.
બોયઝ અંડર 17ની બીજી ક્‍વાર્ટર ફાઈનલમાં મોટી દમણની ફાતિમા સ્‍કૂલનો શ્રીનાથજી સ્‍કૂલ સામે 4-0થી વિજય થવા પામ્‍યો હતો. ફાતિમા સ્‍કૂલ તરફથી સેમ્‍યુઅલ દિનેશ પરમારે બે ગોલ, ધ્રુવ પ્રકાશ અને પાર્થ રોહિત ભરતભાઈએ એક એક ગોલ કરતા 4-0થી ફાતિમા સ્‍કૂલનો વિજય થવા પામ્‍યો હતો.
દમણ જિલ્લામાં પ્રિ-સુબ્રતો મુખર્જી કપ ફૂટબોલ ટૂર્નામેન્‍ટને સફળ બનાવવામાં યુવા કાર્યક્રમ અને ખેલ વિભાગના સચિવ શ્રીમતી અંકિતા આનંદના માર્ગદર્શન હેઠળ સ્‍પોર્ટ્‍સ નિર્દેશક શ્રી અરૂણ ગુપ્તાના સહયોગથી સહાયક શારીરિક શિક્ષણ અધિકારી શ્રી અક્ષય કોટલવાર, તાલુકા ખેલ સંયોજક શ્રી દેવરાજસિંહ રાઠોડ, ફૂટબોલ કોચ શ્રી સોહિલ તથા વિવિધ વિદ્યાલયોના શારીરિક શિક્ષણના શિક્ષકો મહત્‍વની ભૂમિકા ભજવી રહ્યા છે.

Related posts

શ્રી બાપા સીતારામ સનાતન સેવા ટ્રસ્‍ટ દ્વારા સલવાવમાં બજરંગદાસ બાપાના સાનિધ્‍યમાં નિઃશુલ્‍ક દવાખાનાની શરૂઆત કરવામાં આવશે

vartmanpravah

ખોડલધામના આંગણે રૂડો અવસર: 30 સપ્‍ટેમ્‍બરે શ્રી ખોલડધામ વિદ્યાર્થી સમિતિ કન્‍વીર મીટ-2023 યોજાશે

vartmanpravah

તાલુકા આદિજાતિ વિકાસ સમિતિની બેઠકની તારીખમાં ફેરફાર

vartmanpravah

ભારત સરકારના નીતિ આયોગના સભ્‍ય ડો. વી.કે.પોલ અને તેમની ટીમ દાનહના વિકાસથી પણ પ્રભાવિત

vartmanpravah

શ્રી હાલારી વિશા ઓશવાળ સમાજનું ગૌરવ

vartmanpravah

પ્રફુલભાઈ પટેલના જન્‍મદિવસ અને પ્રશાસક તરીકે 6 વર્ષ પૂર્ણ થવાના અવસરે દમણ જિલ્લા ભાજપ અધ્‍યક્ષ અસ્‍પી દમણિયાએ મોડર્ન સ્‍કૂલના બાળકોને કરાવેલા તિથિ ભોજન

vartmanpravah

Leave a Comment