વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
વલસાડ, તા.08: રાજ્ય સરકારની શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગની જિલ્લા રોજગાર વિનિમય કચેરી વલસાડ દ્વારા તા. ૬ ઓગસ્ટના રોજ વલસાડની અતુલ લિમિટેડ કંપની ખાતે અનુબંધમ પોર્ટલ અંગે મહિતી અને માર્ગદર્શન સેમિનાર યોજાયો હતો. સેમિનારમાં અનુબંધમ પોર્ટલ દ્વારા યુવાનોને તેમની લાયકાત અને પસંદગી અનુરૂપ નોકરી માટે ખાલી જગ્યાઓની માહિતી અને ઓનલાઈન જોબફેર (ભરતીમેળા) દ્વાર ઓનલાઈન જોબ ઓનલાઇન પોર્ટલના માધ્યમથી મળી રહે તેમજ નોકરીદાતાઓને તેમની જરૂરિયાત મુજબનું માનવબળ મળી રહે તે માટે માહિતી અને માર્ગદર્શન આપાયું હતું. નોકરીદાતાઓ પોર્ટલ પર નોકરીદાતા તરીકે રજીસ્ટ્રેશન કરી પોર્ટલની નિ:શુલ્ક સેવાઓ જેવી કે ઓનલાઈન જોબફેર, જોબ પોસ્ટ, સર્ચ જોબસીકર, ઈ.આર. ૧ અને ૮૫% અન્ય પોર્ટલમાં આપેલ સુવિધાઓનો લાભ લઈ શકે છે. આ સેમિનારમાં વલસાડ રોજગાર અધિકારીશ્રી પી.એલ.પટેલ, ધરમપુરના રોજગાર અધિકારીશ્રી એસ.આર.રાઠવા, અતુલ કંપનીના કર્મચારીઓ અને કોંટ્રાક્ટરો હાજર રહ્યા હતા.