Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડવાપી

વાપીના ડુંગરી ફળીયા એકતાનગર વિસ્‍તારમાં ગુજરાત મોડેલ અને સ્‍માર્ટ સીટી વિકાસ ક્‍યારે પહોંચશે : સ્‍થાનિકોની

વોર્ડ નં.5 માં આવેલ વિસ્‍તાર રોડ, લાઈટ, ગટર, પાણી, સફાઈ જેવી પાયાની સુવિધાઓથી વંચિત

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.23: વાપીના ડુંગરી ફળીયામાં વોર્ડ નં.5 વિસ્‍તાર સુધી પાલિકાની પ્રાથમિક સુવિધાઓ જેવી કે રોડ, રસ્‍તા, ગટર, સફાઈ, સ્‍ટ્રીટલાઈટ, પાણી જેવી નાગરિકી સેવાઓથી આ વિસ્‍તાર વંચિત રહ્યાની સ્‍થાનિકો દ્વારા વ્‍યાપક ફરિયાદો ઉઠી રહી છે.
વાપી-ધરમપુર ને.હા.56ની સમાંતર આવેલ ડુંગરી ફળીયા, એકતા નગર વિસ્‍તારની સ્‍થિતિ ખસ્‍તાહાલ બની ચૂકી છે. તેમાં પણ ચોમાસાએ બેહાલી પારાવાર સર્જી છે. છેલ્લા 15 વર્ષથી આ વિસ્‍તાર વાપી નગરપાલિકામાં જોડાયેલ છે. તેમ છતાં પાલિકાનું વહીવટી તંત્રને નકશામાં વોર્ડ નં.5 દેખાતો નહીં હોવાથી સ્‍થાનિકોની ફરિયાદો છે. સામાજીક અગ્રણી મુક્‍તારભાઈ સહિતના આગેવાનોએ તો પાલિકા વિરૂધ્‍ધ આક્રોશ ઠાલવતા જણાવ્‍યું હતું કે, ગુજરાત મોડેલ અને સ્‍માર્ટ સીટીના વિકાસની મોટી મોટી વાતો થાય છે પરંતુ તે કક્ષાનો વિકાસ કે પાયાની સુવિધા એકતાનગર સુધી પહોંચી નથી. ચાલુ ચોમાસામાં સમગ્ર વિસ્‍તારના તમામ રોડ તૂટી ગયા છે. રોજબરોજ અકસ્‍માતો સર્જાઈ રહ્યા છે. અનેક પરેશાનીઓ સ્‍થાનિક નાગરિકો, વેપારીઓ, વિદ્યાર્થીઓ ભોગવી રહ્યા છે તેથી વાપી નગરપાલિકા એકતાનગર સુધી નજર દોડાવે તેવી સ્‍થાનિકો કેફીયત ઠાલવી રહ્યા છે.
——

Related posts

માઁ વિશ્વંભરી તિર્થયાત્રા ધામ-રાબડા ખાતે ચૈત્રી નવરાત્રી પર્વની ભવ્‍યાતિભવ્‍ય ઉજવણી કરાશે 

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના પ્રોજેક્‍ટ નિરીક્ષણ અભિયાનનું સમાપન : શાબાસી અને ઠપકાનો સમન્‍વય

vartmanpravah

સગર્ભા અને પ વર્ષ સુધીના બાળકોના સ્‍વાસ્‍થ્‍ય માટે વલસાડ તાલુકામાં બાલ પોષણના પ્રોજેક્‍ટનો શુભારંભ

vartmanpravah

દાનહમાં ઉત્‍સાહભેર રક્ષાબંધનની કરાયેલી ઉજવણી

vartmanpravah

પારડીના ધારાસભ્‍ય કનુભાઈ દેસાઈ બન્‍યા કેબિનેટ મંત્રી : સમગ્ર પારડી વિસ્‍તારમાં દિવાળી જેવો માહોલ

vartmanpravah

દૂધ ઉત્‍પાદકોને મધમાખી ઉછેર માટે પ્રોત્‍સાહિત કરવા ચીખલી વસુધારા ડેરી દ્વારા મધમાખી ઉત્‍પાદક-વેચાણ કરનાર મંડળીની સ્‍થાપના કરાઈ

vartmanpravah

Leave a Comment