December 1, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

માઁ વિશ્વંભરી તિર્થયાત્રા ધામ-રાબડા ખાતે ચૈત્રી નવરાત્રી પર્વની ભવ્‍યાતિભવ્‍ય ઉજવણી કરાશે 

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.19: વલસાડના રાબડા ગામે લીલીછમ પ્રાકૃતિક સૌંદર્યની વચ્‍ચે આવેલ સ્‍વર્ગસમાનમાં વિશ્વંભરી તિર્થયાત્રા ધામ ખાતે આગામી ચૈત્રી નવરાત્રી તા.22-03-2023 થી 30-03-2023 દરમ્‍યાન નવ દિવસ સુધી પ્રતિદિન સવારના 6.30 થી 12.30 રાજસૂય યજ્ઞ તેમજ રાત્રે 9.00 થી 11.00 રાશ ગરબાનો ભવ્‍યાતિભવ્‍ય સાંસ્‍કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું છે. ચૈત્રી અવરાત્રીના આ મહોત્‍સવનો લાભ લેવા આવનારા દરેક ભાવિક ભક્‍તો માટે મહાપ્રસાદની વ્‍યવસ્‍થા પણ કરવામાં આવી છે.
રાજસૂય યજ્ઞનું ભારતીય સંસ્‍કૃતિમાં ખુબજ મહત્ત્વ છે. દ્વાપરયુગમાં પાંડવોએ શ્રીકૃષ્‍ણ ભગવાનની ઉપસ્‍થિતિમાં રાજસૂય યજ્ઞ કર્યો હતો. કેટલાંય સદીઓ બાદ વર્તમાન સમયમાં માઁ વિશ્વંભરી તિર્થયાત્રા ધામના સ્‍થાપક શ્રી મહાપાત્ર દ્વારાઆ રાજસૂય યજ્ઞ કરવામાં આવી રહ્યો છે. યજ્ઞ કરવાથી પર્યાવરણનું શુદ્ધિકરણ થાય છે તેમજ આવા યજ્ઞમાં દેવી-દેવતાઓ આહુતિ લેવા આવતા હોવાથી તેમની પ્રસન્નતા પણ પ્રાપ્ત થાય છે. આપણી ભારતીય મૂળ વૈદિક સંસ્‍કૃતિનો વારસો જળવાઈ રહે તેમજ વિશ્વમાં વૈદિક સંસ્‍કૃતિ ઉજાગર થાય તેવા ઉદેશ્‍યથી દર વર્ષે આ ધામમાં અર્વાચીન રાસગરબાનો સાંસ્‍કૃતિક કાર્યક્રમ રાખવામાં આવે છે.
આ ધામના સ્‍થાપક શ્રી મહાપાત્ર દ્વારા વર્ષ-2016માં માત્ર 90 દિવસમાં અલૌકિક અને દિવ્‍ય એવા આ ધામનું નિર્માણ કરીને અહીં વૈચારિક ક્રાંતિની મશાલ પ્રજ્‍વલિત કરી છે. જેનો પ્રકાશ વિશ્વના અસંખ્‍ય ઘર સુધી પહોંચ્‍યો છે. માત્ર ભારતવર્ષમાં જ નહીં પણ સમગ્ર વિશ્વમાં અસંખ્‍ય લોકોએ અંધશ્રદ્ધા છોડીને પોતાના ઘરને મંદિર બનાવ્‍યા છે અને તેમાં સાત્‍વિક શક્‍તિ આરાધના કરવા લાગ્‍યા છે. જેના કારણે લોકોમાં જબરજસ્‍ત પરિવર્તન આવ્‍યું છે તેમજ સત્‍ય ધર્મ અને કર્મના માર્ગે લોકો ચાલવા લાગ્‍યા છે. રાજસૂય યજ્ઞ તથા સાંસ્‍કૃતિક કાર્યક્રમના માધ્‍યમથી જગતજનની માઁ વિશ્વંભરીનો દિવ્‍ય સંદેશ ‘‘અંધશ્રદ્ધા છોડીને ઘર તરફ પાછા વળો અને ઘરે જ મંદિર બનાવો”, વૈદિક વિચારધારા, ઓરિજિનલ ભક્‍તિ, મોક્ષ પ્રાપ્તિનો માર્ગ વિશ્વભરના પ્રત્‍યેક માનવી સુધી પહોંચે અને વિશ્વશાંતિ સ્‍થાપિત થાય, વિશ્વમાં વૈચારિક ક્રાંતિપ્રસ્‍થાપિત થાય તેમજ નવયુગનું નિર્માણ થાય તેવા શુભ આશયથી આવા ચૈત્રી નવરાત્રી મહોત્‍સવનું આયોજન કરવામાં આવેલ છે. અલૌકિક એવા આ રાસગરબામાં જાણે કુળદેવીઓ સાક્ષાત ગરબે રમતા હોય તેવી અનુભૂતિ કરવા આ કાર્યક્રમનો લાભ લેવા દરેક ભાવિક ભક્‍તોને આયોજકો દ્વારા ભાવભર્યું આમંત્રણ છે. નવ દિવસ ચાલનારા આ મહોત્‍સવનું લાઈવ પ્રસારણ યુટુબ પર તેમજ અનેક ટી.વી. ચેનલો પર કરવામાં આવશે.

Related posts

સંઘપ્રદેશનું ગૌરવ પ્રેરણા કાર્યક્રમ અંતર્ગત દાદરા નગર હવેલીના બે વિદ્યાર્થીઓ નવી દિલ્‍હી ખાતે આયોજિત 78મા સ્‍વતંત્રતા દિવસ સમારોહમાં ભાગ લેશે

vartmanpravah

સેલવાસની તિરુપતિ રેસીડેન્‍સીમાં ભાગવત કથાનું કરાયેલું આયોજન

vartmanpravah

દમણ પોલીકેબ કંપની દ્વારા સ્‍વાતંત્ર્ય દિવસની કરાયેલી આનંદ-ઉત્‍સાહથી ઉજવણી

vartmanpravah

સમરોલીમાં નવનિર્માણ શાળાના ઓરડાનું બાંધકામ 14 માસથી બંધ! શિક્ષણ મંત્રીએ રૂબરૂ સ્‍થળ મુલાકાત લઈ એક અઠવાડિયામાં કામ ચાલુ કરવાની આપેલી ખાતરીનું સૂરસૂરિયું

vartmanpravah

સેલવાસ નગરપાલિકા દ્વારા પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીના જન્‍મદિવસ નિમિતે વિવિધ કાર્યક્રમો યોજાયા

vartmanpravah

વાપી-પલસાણા પાસે કોસ્‍ટલ હાઈવે ઉપર બે કાર ભટકાતા ગમખ્‍વાર અકસ્‍માત : ત્રણ બાળકો સહિત 8 ઘાયલ એક મોત

vartmanpravah

Leave a Comment