April 25, 2024
Vartman Pravah
ગુજરાતવાપી

પારડીના ધારાસભ્‍ય કનુભાઈ દેસાઈ બન્‍યા કેબિનેટ મંત્રી : સમગ્ર પારડી વિસ્‍તારમાં દિવાળી જેવો માહોલ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી, તા.16
ગુજરાતના પૂર્વ મુખ્‍યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ અચાનક રાજીનામું આપતા શ્રી ભુપેન્‍દ્રભાઈ પટેલની ગુજરાતના નવા મુખ્‍યમંત્રી તરીકે વરણી કર્યા બાદ સમગ્ર મંત્રી મંડળને વિખેરી નવા મંત્રી મંડળની આજરોજ રચના કરી શપથવિધિનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં પ્રથમ વખત દક્ષિણ ગુજરાતને વધુ પ્રાધાન્‍ય આપવામાં આવ્‍યું હતું. જેમાં વલસાડ જિલ્લાના બે ધારાસભ્‍યને કેબિનેટ મંત્રી તરીકે સ્‍થાન મળતા સમગ્ર જિલ્લામાં દિવાળી જેવો માહોલ સર્જાયો હતો.
ખાસ કરીને છેલ્લા બે ટર્મથી જંગી બહુમતીથી જીતતા આવેલ પારડી વિધાનસભાના ધારાસભ્‍ય શ્રી કનુભાઈ દેસાઈને કેબિનેટ મંત્રી બનાવતા સમગ્ર પારડી વિસ્‍તારમાં ભાજપના કાર્યકરો ગેલમાં આવી ફટાકડા ફોડી, મીઠાઈઓ વહેંચી ઢોલ નગારે નાંચી ખુશીથી ઝૂમી ઉઠી આનંદ વ્‍યક્‍ત કર્યો હતો.
પારડી ભાજપ કાર્યાલય ખાતે ઉપસ્‍થિત પારડી શહેર પ્રમુખ શ્રી રાજેશભાઈ પટેલે આ પ્રસંગે જણાવ્‍યું હતું કે, ભાજપના લોકલાડીલા શ્રી કનુભાઈ દેસાઈએ ધારાસભ્‍યની સાથેસાથે વલસાડ જિલ્લા પ્રમુખ તરીકેની જવાબદારી દરમ્‍યાન સંઘઠનને મજબૂત કરી સમગ્ર વલસાડ જિલ્લો કોંગ્રેસ મુક્‍ત બનાવ્‍યો છે અને બીજીવાર ધારાસભ્‍ય બન્‍યા બાદ આજે જ્‍યારે એમને કેબિનેટ મંત્રી બનાવ્‍યા છે, ત્‍યારે પારડી ભાજપનો દરેક કાર્યકર ઉત્‍સાહ અને આનંદમાં છે. આવતીકાલે દેશના વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદીનો જન્‍મ દિવસ હોય પારડી વિધાનસભાના કાર્યકરોને જન્‍મદિવસની એડવાન્‍સમાં ભેટ મળી છે અને સર્વને પૂરેપૂરો વિશ્વાસ છે કે શ્રી કનુભાઈ એ જે રીતે જિલ્લા સંઘઠન અને ધારાસભ્‍ય તરીકે સફળ રહી કામગીરી નિભાવી છે કેબિનેટ મંત્રી તરીકે પણ સફળ કામગીરી નિભાવી વલસાડ જિલ્લાના અનેક વિકાસના કામો થશે.
પરિયાના સરપંચ શ્રી દિક્ષાતભાઈ પટેલે જણાવ્‍યું હતું કે, 180 વિધાનસભા ગજરાત પ્રદેશ અને વિધાનસભામાં શ્રી કનુભાઈ દેસાઈને કેબિનેટ મંત્રી બનાવાતા અને કપરાડાના શ્રી જીતુભાઈને પણ કેબિનેટમાં સ્‍થાન મળતા વલસાડ જિલ્લો હર્ષ ઉલ્લાસની લાગણી અનુભવે છે.
આ કાર્યક્રમ અંતર્ગત પારડી શહેર ભાજપ કાર્યાલય ખાતે મોટી સંખ્‍યામાં કાર્યકરોએ ઉમટી પડી આનંદ વ્‍યક્‍ત કર્યો હતો.

Related posts

સલવાવ ગુરુકુળમાં નાના બાળકોના સ્‍વાગત માટે ઓરીએનટેશન કાર્યક્રમ યોજાયો

vartmanpravah

વર્ષો પછી પહેલા વરસાદમાં કેલિયા ડેમ અને જૂજ ડેમ છલકાયાં

vartmanpravah

ખાંભડા ગામે લાયબ્રેરીના અદ્યતન મકાન માટે સરપંચ સહિત આગેવાનો દ્વારા ખાતમુહૂર્ત કરતા સ્‍થાનિકોમાં ખુશી ફેલાઈ

vartmanpravah

વલસાડમાં જલારામ મનોવિકાસ કેન્દ્ર દ્વારા વિશ્વ ડાઉન સિન્ડ્રોમ દિવસે રેલી નીકળી

vartmanpravah

કપરાડાના ધારાસભ્‍ય જીતુભાઈ ચૌધરીની મંત્રી તરીકે તાજપોશી થતાં જિલ્લા ભાજપમાં આનંદો

vartmanpravah

વાપી સલવાવ હાઈવે બ્રિજ પાસેથી રૂા.5.80 લાખનો દારૂનો જથ્‍થો ભરેલ ટેમ્‍પો ઝડપાયો

vartmanpravah

Leave a Comment