March 29, 2024
Vartman Pravah
Breaking Newsદમણ

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના પ્રોજેક્‍ટ નિરીક્ષણ અભિયાનનું સમાપન : શાબાસી અને ઠપકાનો સમન્‍વય

  • હવે જ્‍યાં કચાસ છે, ત્‍યાં સુધારણા અને કામમાં ઝડપની સંભાવના

  • પ્રશાસકશ્રીના પ્રોજેક્‍ટ નિરીક્ષણથી સમગ્ર તંત્ર પણ ગતિશીલ બન્‍યું : હવે પૂર્ણતા તરફ નજર

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.26
સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે આજે ત્રીજા દિવસે વિવિધ પ્રોજેક્‍ટોના નિરીક્ષણ અભિયાનમાં ખારીવાડ સ્‍કૂલ, નવી ગ્રામ પંચાયત વરકુંડ, ડિગ્રી એન્‍જિનિયરીંગ કોલેજ, રિંગણવાડા અને દાભેલ સ્‍કૂલ, દાભેલ સ્‍ટેડિયમ, ઓઆઈડીસી દ્વારા થઈ રહેલું સડકોનું સૌંદર્યીકરણ તથાકચીગામ ચાર રસ્‍તાનું નિરીક્ષણ કર્યુ હતું.
ગઈકાલે શનિવારે પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે પોતાના અધિકારીઓની ટીમ સાથે સમુદ્ર નારાયણ મંદિર વિસ્‍તારથી પોતાના નિરીક્ષણ અભિયાનનો પ્રારંભ કર્યો હતો. તેમણે સમુદ્ર નારાયણ મંદિર ઘાટથી નાની દમણ સી-ફેઈઝ રોડથી દેવકા થઈ હોટલ સેન્‍ડીની સામે તરફ ચાલી રહેલા વિકાસ કામોનું સ્‍થળ નિરીક્ષણ કર્યુ હતું. ત્‍યારબાદ એરપોર્ટ ટર્મીનલ અને મરવડ હોસ્‍પિટલના કામોનું પણ નિરીક્ષણ કર્યુ હતું.
કોવિદ-19ની ત્રીજી લહેરની સંભાવનાઓ વચ્‍ચે પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે ઓક્‍સિજન ટેંક અને ઓક્‍સિજન પ્‍લાન્‍ટની પણ મુલાકાત લઈ અગમચેતીના પગલાં માટે તૈયાર રહેવા પણ ડોક્‍ટરો, અધિકારીઓને સૂચના આપી હતી.
પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે મોટી દમણ ફિશ માર્કેટ, આયુષ્‍માન ભારત ખારાવાડ અને તેમની પાછળ બની રહેલ સિવરેજ સિસ્‍ટમનું પણ નિરીક્ષણ કર્યુ હતું. ત્‍યારબાદ મોટી દમણના બામણપુજા સર્કલ પાસે રોડના વિસ્‍તૃતીકરણના થઈ રહેલા કામની પણ સમીક્ષા કરી હતી.
સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલ કામની ગુણવત્તા અને નિર્ધારિત સમયમર્યાદાની બાબતમાં કોઈ સમાધાન નહી કરતા હોવાના કારણે નિરીક્ષણ દરમિયાન કેટલાક અધિકારીઓ, એન્‍જિનિયરો અને કોન્‍ટ્રાક્‍ટરોને ઠપકો પણ સાંભળવા પડયો હોવાનું આધારભૂતસાધનોએ જણાવ્‍યું હતું. જ્‍યારે કેટલીક જગ્‍યાએ પ્રશાસકશ્રીએ કામની પ્રશંસા પણ કરી હતી.
દમણ જિલ્લામાં કાર્યરત વિવિધ પ્રોજેક્‍ટોના ત્રણ દિવસના નિરીક્ષણ અભિયાનના સમાપન બાદ પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે અધિકારીઓ સાથે વિવિધ મુદ્દાઓ ઉપર સમીક્ષા પણ કરી હોવાનું જાણવા મળે છે.
પ્રશાસકશ્રીની સાથે સલાહકાર શ્રી એ.કે.સિંઘ, અંગત સલાહકાર શ્રી ડી.એ.સત્‍યા, નાણાં સચિવ શ્રી ગૌરવસિંહ રાજાવત, જિલ્લા કલેક્‍ટર શ્રીમતી તપસ્‍યા રાઘવ, આરોગ્‍ય સચિવ શ્રીમતી એ.મુથમ્‍મા, શિક્ષણ સચિવ શ્રીમતી પૂજા જૈન, પીડબલ્‍યુડી સેક્રેટરી શ્રી સૌરભ મિશ્રા, ડેપ્‍યુટી કલેક્‍ટર (હે.ક્‍વા.) શ્રી મોહિત મિશ્રા સહિત અધિકારીઓ, એન્‍જિનિયરો ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

વીર બાળ દિવસ ઉપલક્ષમાં દાનહ અને દમણ-દીવ પ્રદેશ ભાજપ પ્રભારી પૂર્ણેશભાઈ મોદીએ વાપી ગુરુદ્વારામાં માથુ ટેકવી શહાદતને યાદ કરી

vartmanpravah

વાપી રેલવે સ્‍ટેશન(પ.) ઉપર ટેક્ષી પાર્કિંગનો મુદ્દો ગરમાયોઃ સ્‍ટેશન માસ્‍ટરે નન્નો ભણ્‍યો: પાર્કિંગનો કોન્‍ટ્રાક્‍ટ અપાયો હોવાથી ટેક્ષી પાર્કિંગ અટકાવાયું હોવાનો ટેક્ષી ચાલકોનો આક્ષેપ

vartmanpravah

દાનહ-રૂદાના પંચાયતમાં સ્‍વચ્‍છતા અભિયાન હાથ ધરાયું

vartmanpravah

ચીખલી-ગણદેવી તાલુકામાં સિંચાઈ વિભાગ દ્વારા નહેરનું પાણી છોડતા ખેડૂતોમાં ખુશીની લહેર

vartmanpravah

‘વિશ્વ મત્‍સ્‍યોદ્યોગ દિવસ’ નિમિત્તે અમદાવાદ ખાતે યોજાયેલ ‘ગ્‍લોબલ ફિશરીઝ કોન્‍ફરન્‍સ ઈન્‍ડિયા-2023’નું દીવ વણાંકબારાના માછીમારોએ નિહાળેલું જીવંત પ્રસારણ

vartmanpravah

દમણવાડા ગ્રામ પંચાયત દ્વારા સંવિધાન દિવસના ઉપલક્ષમાં ભારતના બંધારણની પ્રસ્‍તાવનાનું કરાયેલું વાંચન

vartmanpravah

Leave a Comment