October 17, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડવાપી

વાપી સહિત ગુજરાતભરમાં રખડતા ઢોરોના અંકુશ માટે આધાર કાર્ડ બનાવવાની ઉઠેલી માંગ

સામાજીક કાર્યકર રોહિત સોમપુરાએ સોશિયલ મીડિયા દ્વારા રખડતા ઢોરો માટે ગંભીરતા સાથે ઉઠાવેલો મુદ્દો

(વર્તમાનપ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.23: વાપી સહિત ગુજરાતભરમાં રખડતા ઢોર એક વિકરાળ સમસ્‍યા બની ચૂકેલ છે. છાશવારે રખડતા ઢોરોના હુમલા, રસ્‍તા રોડ ઉપર અડીંગા જેવી ઘટનાઓ બની રહી છે. જેના અનેક દુષ્‍પરિણામો પણ સામે રોજીંદા આવી રહ્યા છે. ત્‍યારે વાપીમાં રખડતા ઢોરોને અંકુશ કરવા માટે આધાર કાર્ડ બનાવો ની જરૂરી માંગ ઉઠી છે.
રખડતા ઢોરોની સમસ્‍યા જગ જાહેર છે. એક અંદાજ મુજબ ગુજરાતભરમાં 4 લાખ ઉપરાંત ઢોર રોડ-રસ્‍તા ઉપર રઝળી રહ્યા છે. જેને લઈ ટ્રાફિક સમસ્‍યા ડગલે-પગલે ઉભી થતી હોય છે. જાનવરો ક્‍યારેક તો વાહનોની ચાલવાનો રસ્‍તો પણ આપતા નથી ત્‍યાં સુધી તો સિમિત છે પણ ક્‍યારેક તો નાગરિકો ઉપર જીવલેણ હુમલા પણ આખલા કે ગાયો કરતી રહે છે. તાજેતરમાં જેતપુરના મેળામાં તેમજ નાયબ મુખ્‍યમંત્રી નિતીન પટેલના કાર્યક્રમમાં પણ આખલાએ આતંક મચાવી નિતીન પટેલને રીતસર ગબડાવી દીધા હતા. આવી રોજીંદી ઘટનાઓ ઘટી રહી છે. ઢોરના હુમલાની ઘટનાઓ વલસાડમાં પણ ઘટી ચૂકી છે ત્‍યારે વાપીના સામાજીક કાર્યકર અગ્રણી એવા રોહિત સોમપુરાએ આ મુદ્દાની ગંભીરતાને લક્ષમાં લઈને જાનવરોના આધાર કાર્ડ બનાવવાની માંગ કરી છે. જાનવરોના કાન ઉપર આધાર ટેગ લગાવાય તો તેના માલિકની ઓળખ થઈ શકે. માલિક વિરૂધ્‍ધ આઈ.પી.સી. 304નોગુનો પણ દાખલ કરી શકાય. ઢોરોની સમસ્‍યા અંકુશિત કરવા કેન્‍દ્ર અને રાજ્‍ય સરકારે કડક કાયદો બનાવવો જોઈએ તેવી માંગ વાપીથી ઉઠી છે. 140 કરોડના ઓળખકાર્ડ બની શકતા હોય તો જાનવરોના કેમ નહી? કડક કાયદો જ રખડતા જાનવરોની સમસ્‍યાનો એકમાત્ર ઉકેલ છે.

Related posts

પારડીના અનેક મંડળોએ નવ દિવસ બાદ બાપ્‍પાને આપી વિદાય: સમગ્ર પારડી નગર ગણેશ વિસર્જનના રંગે રગાયું

vartmanpravah

1954 સુધી દાદરા નગર હવેલીના સ્‍વાતંત્ર્ય માટે પોર્ટુગીઝ સત્તાને પડકારરૂપ થાય તેવો કોઈ મોટો પ્રયત્‍ન થયો નહીં

vartmanpravah

પૂર્ણિમા યુનિવર્સિટીનો 8મો દીક્ષાંત સમારોહ સંપન્ન થયો: દમણની દીકરી શ્રદ્ધા મંગેરાએ ગોલ્‍ડ મેડલ મેળવ્‍યો હતા

vartmanpravah

‘બટેંગે તો કટેંગે’ના સૂત્રનો છેદ ઉડાડતી ટુકવાડા અવધ યુટોપિયાની ઉચ્‍ચ વર્ણની ભારતી શાહ

vartmanpravah

જળ સંસાધન ઉપરની સંસદીય સમિતિએ હર ઘર જળ સહિતના વિવિધ લક્ષ્યાંકો સમયસીમા પહેલાં પૂર્ણ કરવા બદલ સંઘપ્રદેશ પ્રશાસનની મુક્‍ત મને કરેલી પ્રશંસા

vartmanpravah

વલસાડ જિલ્લાના તલાટીઓની નાણાંમંત્રી કનુભાઈ દેસાઈ સાથે યોજાયેલ મીટિંગ સફળ રહી : હડતાલ સમેટાઈ

vartmanpravah

Leave a Comment