Vartman Pravah
Breaking Newsકપરાડાગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડવાપી

ધરમપુરના જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર ખાતે NPCIL DAE આઈકોનિક વીકની ઉજવણીનો પ્રારંભ

વિવિધ વિષયો પર આધારિત સ્પર્ધામાં 400 વિદ્યાર્થીઓએ ભાગ લીધો: આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત તા. 28 ઓગસ્ટ સુધી આઈકોનિક વીકની ઉજવણી થશે

 

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.૨૪: જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર (રાષ્ટ્રીય વિજ્ઞાન સંગ્રહાલય પરિષદ, સંસ્કૃતિ મંત્રાલય, ભારત સરકાર) જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર ધરમપુર ખાતે ન્યુક્લિયર પાવર કાર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડના ઉપક્રમે ડિપાર્ટમેન્ટ ઓફ એટોમિક એનર્જી, ભારત સરકાર દ્વારા આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે NPCIL DAE Iconic weekની ઉજવણી થઈ રહી છે. જેમાં વિદ્યાર્થીઓ વિજ્ઞાન વિશે સમજ કેળવે એ માટે જિલ્લાની વિવિધ શાળાના ધો. 8 થી 12ના અંદાજે 400 વિદ્યાર્થીઓએ સ્પર્ધામાં ભાગ લીધો છે.
તારીખ 22.8.2022 ના રોજ પરમાણુ ઉર્જા: સલામત સસ્તી અને વિશ્વસનીય ઉર્જાનો સ્ત્રોત વિષય પર નિબંધ સ્પર્ધા યોજાઇ હતી. તા. 23.08.2022 ના રોજ સ્વચ્છ ઉર્જા, હરિત ઉર્જા વિષય પર ચિત્રકામ સ્પર્ધા યોજાઇ હતી. તા. 23.08.2022 ના રોજ પરમાણુ ઉર્જા અને આપણુ પર્યાવરણ વિષય પર વકતૃત્વ સ્પર્ધા યોજાઇ હતી. જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. કાર્યક્રમમાં ભાગ લેનાર વિદ્યાર્થીઓને જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર ધરમપુરના એજ્યુકેશન ઓફિસર પ્રજ્ઞેશ રાઠોડે ન્યુક્લિયર પાવર પ્લાન્ટની કાર્યપદ્ધતિ અને તેની ઉપયોગિતા વિષે વિસ્તૃત સમજ આપી હતી. તા. 25.08.2022 ના રોજ ઉર્જા ક્ષેત્રે આત્મનિર્ભર ભારત: આશાઓ અને પડકારો વિષય પર પાવર પોઈન્ટ પ્રેજેંટેશન કોન્ટેસ્ટનું આયોજન કરવામાં આવ્યું છે. તા. 27.08.2022 ના રોજ પરમાણુ ઉર્જા પર પ્રશ્નોત્તરી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. તા.28.08.2022 ના રોજ ન્યુક્લિયર પાવર કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ કાકરાપારના વૈજ્ઞાનિકોનું લોકપ્રિય વિજ્ઞાન વ્યાખ્યાન રાખવામાં આવ્યું છે, જેમાં પરમાણુ ઊર્જાના ભારત જેવા વિકાસશીલ દેશ માટેના ફાયદા, પરમાણુ ઉર્જા કેવી રીતે સલામત સસ્તી અને વિશ્વસનીય ઉર્જાનો સ્ત્રોત છે એ બધી બાબતો પર પ્રકાશ પાડવામાં આવશે. તથા વિવિધ સ્પર્ધામાં વિજેતા વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર અને ઈનામ આપવામાં આવશે તેમજ વૃક્ષારોપણ કરવામાં આવશે. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભાગ લેવા શ્રીઅશોક જેઠે, જિલ્લા વિજ્ઞાન અધિકારી, જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર ધરમપુર દ્વારા સૌને અનુરોધ કરાયો છે.

Related posts

દમણમાં રાજસ્‍થાન સેવા સંઘ દ્વારા નિર્જલા એકાદશી નિમિત્તે ઠંડી છાશનું કરાયેલું વિતરણ

vartmanpravah

શ્રીમતી ભાવનાબેન નાનુભાઈ બાંભરોલીયા સ્‍વામિનારાયણ ફાર્મસી કોલેજ, સલવાવમાં ‘વર્લ્‍ડ હીપેટાઈટિસ ડે-2022’નો કાર્યક્રમ યોજાયો

vartmanpravah

પીપરીયા રીક્ષા સ્‍ટેન્‍ડ નજીકના કાળી માતા મંદિરને સેલવાસ ન.પા. દ્વારા પોલીસ બંદોબસ્‍ત સાથે હટાવ્‍યું

vartmanpravah

આઝાદી કા અમૃત મહોત્‍સવની ઉજવણીમાં વલસાડ જિલ્લા પોલીસ, હેલ્‍પીંગ હેન્‍ડ ચેરીટેબલ ટ્રસ્‍ટ તથા લાયન્‍સ કલબ ઓફ પારડી પર્લ દ્વારા પારડીમાં મેગા બ્‍લડ ડોનેશન કેમ્‍પ યોજાયો

vartmanpravah

વલસાડ રેસર્સ ગૃપ દ્વારા કલર રન સાથે મેરેથોન યોજાઈ

vartmanpravah

પ્રશાસક પ્રફુલભાઈ પટેલના દિશા-નિર્દેશ અને માર્ગદર્શનમાં સંઘપ્રદેશના આઈ.ટી., દૂરસંચાર અને ગુજરાત- એલ.એસ.એ. ભારત સરકારના સહયોગથી સરકારી એન્‍જિનિયરિંગ કોલેજ, દમણના ઓડિટોરિયમમાં યોજાયું 5G સંમેલન

vartmanpravah

Leave a Comment