August 31, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ધરમપુર નગરીયા વિસ્‍તાર રોડના ખાડા પુરવા આવેલ પાલિકાના ટ્રેક્‍ટર અને જેસીબી પણ ખાડામાં

રોડની હાલત અતિ ખરાબ થતા બંધ કરવો પડયો :
એમ્‍બ્‍યુલન્‍સ પણ જઈ શકે તેવી સ્‍થિતિ નથી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.03: સરકારી તંત્રોની કામગીરી કેટલી હદ સુધી ખરાબ હોય તેનો જીવંતડ નમુનો ધરમપુર નગરપાલિકાનાવહિવટી તંત્રએ બતાવ્‍યો છે. ધરમપુરના નગરીયા વિસ્‍તારમાં તાજેતરમાં બનાવેલ રોડ આખો બેસી ગયો છે. પગ મુકો તો પણ રોડ દબાઈ જાય છે. આજે આખા તૂટી ગયેલા રોડની મરામત અને ખાડા પુરવા માટે પાલિકાના જેસીબી અને ટ્રેક્‍ટર આવ્‍યા હતા પરંતુ રોડ એટલો તકલાદી હતો કે પાલિકાના જેસીબી અને ટ્રેક્‍ટર પણ ખાડાઓમાં ફસાઈ જતા બરાબરની ફજેતી પાલિકા વહિવટી તંત્રની જોવા મળી હતી.
ધરમપુરના નગરીયા વિસ્‍તારમાં ગટર કામગીરી બાદ નવિન રોડ પાલિકા દ્વારા બનાવાયેલ. પરંતુ ભ્રષ્‍ટાચારમાં બનેલા આ રોડ એટલી હલકી ગુણવત્તાવાળો કોન્‍ટ્રાક્‍ટરે તૈયાર કર્યો હતો કે ચોમાસાના પ્રથમ વરસાદમાં જ આખે આકો રોડ બેસી ગયો છે. તેથી અવરજવર માટે બંધ કરવાની નોબત પણ આવી છે. અરે ઈમરજન્‍સીમાં એમ્‍બ્‍યુલન્‍સ પણ જઈ શકે તેવી સ્‍થિતિ નથી ત્‍યારે પાલિકાના ખાડે ગયેલા વહિવટનો નગરીયાના રોડે જવાબ આપી દીધો છે. રોડ બંધ થતા અનેક નવી હાલાકીઓ પણ નાગરિકોને ભોગવવાનો કપરો સમય આવ્‍યો છે.

Related posts

દાનહમાં 01 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા

vartmanpravah

દાનહઃ સાયલીની આલોક ગારમેન્‍ટ કંપનીના સુપરવાઇઝર પર કર્મચારીએ પગાર બાબતે ચપ્‍પુ વડે કરેલો હુમલો

vartmanpravah

વાપી દેવજ્ઞ સમાજ આયોજિત ક્રિકેટ ટૂર્નામેન્‍ટમાં વાપીની ટીમ ચેમ્‍પિયન

vartmanpravah

આસામ બીજેપી ઓબીસી મોરચાના પ્રભારી વિશાલભાઈ ટંડેલે પ્રથમ વર્ચ્‍યુઅલ બેઠકમાં ભાજપના જનાધારને વધારવા આપેલો બોધ

vartmanpravah

દમણની જિલ્લા અને સત્ર ન્‍યાયાલયનો ચુકાદોઃ પિતરાઈ ભાઈની હત્‍યાના આરોપીને આજીવન જેલની સજા

vartmanpravah

માતો ઠપકો આપતા વાપી નૂતનનગર મુરલીધર સોસાયટીમાં રહેતો 15 વર્ષિય કિશોર ઘરેથી ચાલી ગયો

vartmanpravah

Leave a Comment