(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.05: ચીખલી તાલુકાના કુકેરી ગામે મુંદિયા તળાવ વિસ્તારમાં ખેડૂત પ્રવીણભાઈ પરાગભાઈ પરમારના ખેતરમાં કાપણી પૂર્વે શેરડીનો પાક સળગાવાતા આ ખેતરમાં વસવાટ કરતી દીપડી ભાગી ગઈ હતી અને સાથે ખેતરમાં દીપડીના ત્રણ જેટલા બચ્ચા મળી આવ્યા હતા. આ અંગે આગેવાન દ્વારા વન વિભાગને પણ જાણ કરાઈ હતી. પરંતુ આ પ્રકારે દીપડી અને બચ્ચા જોવા મળતા શ્રમિકો અને ખેડૂતોમાં ડરનો માહોલ ફેલાયો હતો. ગમે ત્યારે માતા પોતાના બચ્ચાને લઈ જવાની શકયતા વચ્ચે બચ્ચાને જૈસે થે સ્થિતિમાં જ રાખ્યા હોવાનું જાણવા મળ્યું હતું.
