April 28, 2024
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી સૌરાષ્‍ટ્ર લેઉવા પટેલ સમાજ દ્વારા એસએલપી ટ્રોફી સિઝન-1 ક્રિકેટ ટૂર્નામેન્‍ટનું કરાયેલું ભવ્‍ય આયોજન

– સંજય તાડા દ્વારા
(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.10: વાપી સૌરાષ્‍ટ્ર લેઉવા પટેલ સમાજના યુવાનો દ્વારા વાપી ખાતે સૌપ્રથમ વખત એસએલપી ટ્રોફી સીઝન એકનું પરીયાના સાંઈ મેઘપન ક્રિકેટ ગ્રાઉન્‍ડ ખાતે તારીખ 9 અને 10મી માર્ચના રોજ ભવ્‍ય આયોજન કરવામાં આવ્‍યું હતું.
આ પ્રસંગે સૌરાષ્‍ટ્ર લેઉવા પટેલ સમાજના ટ્રસ્‍ટીશ્રીઓનું એસએલપી ટીમના યુવાનો દ્વારા પુષ્‍પગુચ્‍છ આપી સન્‍માન કરવામાં આવ્‍યું હતું તેમજ સમાજના ટ્રસ્‍ટીશ્રીઓ શ્રી નાનુભાઈ બાંભરોલીયા, શ્રી મધુભાઈ માંગુકિયા, શ્રી નાનુભાઈ કરકર, શ્રી વિઠ્ઠલભાઈ બાબરીયા, શ્રી સુધીરભાઈ સાવલિયા, શ્રી જયસુખભાઈ ચભાડીયા, શ્રી આર.ડી. ફળદુ સાહેબએ દીપ પ્રાગટય કરી સમાજના પ્રમુખ શ્રી નાનુભાઈ બાંભરોલીયા દ્વારા ટોચ ઉછાળી આ ક્રિકેટ ટૂર્નામેન્‍ટનું ઉદ્‌ઘાટન કરવામાં આવ્‍યું હતું.
આ ટૂર્નામેન્‍ટ અંગે વધુ વિગત આપતા સમાજના યુવા કાર્યકર જલદીપ કરકર સાથે વાતચીત કરતા જણાવ્‍યું કે, અમો આક્રિકેટ ટૂર્નામેન્‍ટનું સૌપ્રથમ વખત આયોજન કરી રહ્યા છીએ જેમાં સમાજના યુવાનો દ્વારા અલગ અલગ ટીમો બનાવીને આ ટૂર્નામેન્‍ટ રમાડવાના છીએ જેમાં ટોટલ 8 ટીમો અને 120 ખેલાડીઓ ભાગ લીધો હતો. જેમાં કેદાર ઈલેવન પટેલ સ્‍ટાર બુલ ઈલેવન, સરદાર ઈલેવન, કિંગ ઈલેવન, લાયન ઈલેવન, રિબેલ ઈલેવન, સ્‍વરસ ઈલેવન જેવી ટિમો બનાવી ટોટલ 8 ઓવરની મેચ જેમાં છ ટીમ ત્રણ ટૂર્નામેન્‍ટ દરેક ત્રણ ટીમોના બે જૂથમાંથી ટોચની બે ટીમો સેમિ ફાઈનલમાં ફાઈનલમાં જશે. વિજેતા ટીમને ટ્રોફી એનાયત કરી સન્‍માનિત કરવામાં આવશે.
ફાઈનલ મેચ ધ બુલ્‍સ ઈલેવન અને ધ કિંગ્‍સ ઈલેવન વચ્‍ચે ખેલાઈ હતી. જેમાં ધ બુલ્‍સ ઈલેવન ટીમ 18 રનથી વિજેતા જાહેર થઈ હતી. જ્‍યારે રનર્સઅર્પ તરીકે ધ કિંગ્‍સ ઈલેવન રહી હતી.
આ ક્રિકેટ ટુર્નામેન્‍ટ એસએલપી સિઝન વનને સફળ બનાવવા માટે સમાજના નિવૃત્ત ડીવાયએસપી શ્રી આર.ડી ફળદુ સાહેબ, શ્રી પરેશભાઈ અંટાળા, શ્રી ભરતભાઈ કથીરિયા, શ્રી લાલજીભાઈ સાકરીયા, શ્રી જલદીપ કરકર, શ્રી જગદીશભાઈ કોરાટ, શ્રી મનસુખભાઈ સાવલિયા, શ્રી મુકેશભાઈ ડોબરીયા તેમજ સમાજના દરેક યુવાનોએ ભારે જેહમત ઉઠાવી હતી.
આ પ્રસંગે યુવાનોને પ્રોત્‍સાહીત કરવા માટે પધારેલા સમાજના મહાનુભાવો માતાઓ, બહેનો મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

ખતલવાડના માહ્યાવંશી સમાજની જમીન પર ભૂ-માફિયાઓની બગડેલી દાનત

vartmanpravah

રખોલીની આર.આર.કેબલ લિ.માં રક્‍તદાન શિબિર યોજાઈ

vartmanpravah

કિસાન સમ્માનનિધિનો લાભ મેળવતા ખેડૂતો ધ્યાન આપે

vartmanpravah

પૂર્ણિમા યુનિવર્સિટીનો 8મો દીક્ષાંત સમારોહ સંપન્ન થયો: દમણની દીકરી શ્રદ્ધા મંગેરાએ ગોલ્‍ડ મેડલ મેળવ્‍યો હતા

vartmanpravah

લેબર કોન્‍ટ્રાકટર દ્વારા કામના પૈસા નહી આપતા અને જાનથી મારી નાંખવાની ધમકી આપતા ફરિયાદ નોંધાઈ

vartmanpravah

વાપીમાં ગલેના મેટલ્‍સ કંપનીમાંથી રૂા.1.33 લાખના સીસા પ્‍લેટની ચોરી

vartmanpravah

Leave a Comment