Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવસેલવાસ

2024ની લોકસભા ચૂંટણીને ધ્‍યાનમાં રાખી ભાજપ રાષ્‍ટ્રીય અધ્‍યક્ષ જે.પી.નડ્ડાએ રાજ્‍યોના પ્રભારીઓની કરેલી નિયુક્‍તિ – સંઘપ્રદેશના નવા ભાજપ પ્રભારી તરીકે સાંસદ વિનોદ સોનકરની નિયુક્‍તિ

જમીન સાથે જોડાયેલા નેતા એવા સાંસદ વિનોદ સોનકરને દાદરા નગર હવેલી અને દમણ-દીવ ભાજપના પ્રભારીની કમાન સોંપાતા હવે છેવાડેના કાર્યકર્તાઓનો પક્ષમાં અવાજ સંભળાવાની સંભાવના

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.09: ભારતીય જનતા પાર્ટીના રાષ્‍ટ્રીય અધ્‍યક્ષ શ્રી જગત પ્રકાશ નડ્ડાએ દાદરા નગર હવેલી અને દમણ-દીવના પ્રભારી તરીકે સાંસદ શ્રી વિનોદ કુમાર સોનકરની નિયુક્‍તિ કરી છે અને હાલના પ્રભારી શ્રીમતી વિજ્‍યા રહાટકરને રાજસ્‍થાનના સહ પ્રભારી તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે.
2024ની લોકસભા ચૂંટણીને ધ્‍યાનમાં રાખી પ્રદેશ પ્રભારીઓની કરાયેલી નિયુક્‍તિમાં દાદરા નગર હવેલી અને દમણ-દીવના પ્રભારી બનેલા ઉત્તર પ્રદેશની કૌશામ્‍બી લોકસભા બેઠકના સાંસદ શ્રી વિનોદ સોનકર ભાજપના જમીનથી જોડાયેલા નેતા છે અને દરેક કાર્યકર્તાઓને સાથે રાખવાની તેમની આગવી શૈલી હોવાનું જાણવા મળે છે. તેઓ 2017થી 2020 સુધી અનુસૂચિત જાતિ મોર્ચાના રાષ્‍ટ્રીય અધ્‍યક્ષ તરીકે પણ રહ્યા હતા.
સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવના પ્રભારીતરીકે શ્રી વિનોદ સોનકરની કરાયેલી નિયુક્‍તિથી દાદરા નગર હવેલીના છેવાડેના આદિવાસી સમુદાયને ભાજપ સાથે જોડવાની તેઓ તક ઝડપશે એવું માનવામાં આવી રહ્યું છે.

Related posts

નવસારીના નાગધરા ગામે ડ્રોન ટેકનોલોજીથી નેનો યુરિયા છંટકાવ કરવામાં આવ્યો

vartmanpravah

મોટી દમણના લાઈટ હાઉસ ટેન્‍ટસીટી ફર્ન હોટેલ સામેના બીચ ઉપરથી રાહુલ મનસુખ દુબે નામનો યુવક ગુમ

vartmanpravah

પારડી નગર પાલિકાના સફાઈ કર્મચારીઓનો સીએચસી ખાતે મેડિકલ તપાસ કેમ્‍પ યોજાયો

vartmanpravah

મગરવાડા ગ્રામ પંચાયતમાં કાનૂની સલાહ શિબિરનું થયેલું આયોજન

vartmanpravah

પ્રશાસક પ્રફુલભાઈ પટેલના નેતૃત્‍વ હેઠળ: દાનહ અને દમણ-દીવની જિલ્લા હોસ્‍પિટલ અને ઉપ જિલ્લા હોસ્‍પિટલે રાષ્‍ટ્રીય સ્‍તરે સંઘપ્રદેશનું નામ રોશન કર્યુ

vartmanpravah

દીવ બીચ ગેમ્‍સ-2024ની આનંદ,ઉત્‍સાહ અને રોમાંચ સાથે પુર્ણાહૂતિ

vartmanpravah

Leave a Comment