(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.14
મોટી દમણ ખાતેના લાઈટ હાઉસ ટેન્ટસીટી ફર્ન હોટેલ સામેના બીચ ઉપરથી તા.15/08/2021ના રોજ સમય આશરે 14.30 વાગ્યે રાહુલ મનસુખ દુબે (ઉ.વ.24) નામનો યુવક ગુમ થયેલ છે.
રાહુન મનસુખ દુબે આઘોર, તાલુકા વૈજાપુર જિલ્લો ઔરંગાબાદ, મહારાષ્ટ્રનો રહેવાસી છે. આશરે 0પ ફૂટ 0પ ઈંચ ઊંચાઈ ધરાવે છે. મધ્યમ બાંધાનો છે રંગ ગોરો જે મરાઠી અને હિન્દી ભાષા જાણે છે. જેણે મરુન કલરનું ગોળ ગળાવાળું અડધી બાંયનું ટીશર્ટ તથા નીચે કાળા કલરની સાઈડમાં સફેદ પટ્ટીવાળી હાફ પેન્ટ પહેરેલ છે.
ઉપરોક્ત બતાવેલ ગુમ થનાર ઈસમ રાહુલ મનસુખ દુબે અંગે જે કોઈવ્યક્તિને માહિતી મળે તો તેમણે દમણ પોલીસ કંટ્રોલ રૂમ તથા કોસ્ટલ પોલીસ સ્ટેશન, મોટી દમણ અથવા નજીકના પોલીસ સ્ટેશનને જાણ કરવી અથવા દમણ પોલીસ કંટ્રોલ રૂમ 0ર60-2220015, 2220102, 7863885726 અને મોટી દમણ કોસ્ટલ પોલીસ સ્ટેશન 0260-2230677, 2231342નો સંપર્ક કરવા જણાવાયું છે.
![File Picture](https://newsreach-publisher.s3.ap-south-1.amazonaws.com/vartmanpravah.com/2021/09/Rahul-MANSUKH-DUBE-GOOM.jpeg)
Previous post