September 2, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશનવસારીવલસાડવાપી

શ્રી સ્‍વામીનારાયણ ગુરુકુળ સલવાવ પ્રી સ્‍કૂલ દ્વારા નાના નાના ભૂલકાઓની આરતી થાળી ડેકોરેશન અને ચિત્રકળા સ્‍પર્ધા યોજવામાં આવી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.18: તા.18-10-2022ના રોજ દિવાળીના શુભ પર્વની ઉજવણી નિમિત્તે શ્રી સ્‍વામીનારાયણ પ્રી સ્‍કૂલ સલવાવ, ઉદવાડા, ચણોદ, પરીયા સીનીયર કે.જી. અભ્‍યાસ કરતા બાળકોની સર્જનાત્‍મકતા, રચનાત્‍મકતા વિકસાવવાના હેતુથી આરતીની થાળી શણગારની પ્રતિયોગીતા રાખવામાં આવી હતી. જેમાં બાળકોએ ખુબ જ ઉત્‍સાહપૂર્વક ભાગ લીધો હતો અને જાત જાતની વસ્‍તુઓથી આરતીની થાળી શણગારી તેમની કલાકૃતિ દાખવી હતી. જેમાં નિર્ણાયક તરીકે ગુજરાત બોર્ડના શિક્ષક શ્રી શિવાંગી ભંડારીએ ખુબ જ સારી રીતે ભૂમિકા ભજવી હતી.
નર્સરી અને જુનિયર કે.જી.માં પણ ચિત્રકળાસ્‍પર્ધા યોજવામાં આવી હતી. એમાં પણ બાળકોએ પોતાની પૂરેપૂરી આવડત વાપરી ખુબ જ સરસ ચિત્રકામ કર્યું હતું. ચિત્રકલા સ્‍પર્ધાના નિર્ણાયક તરીકે ઉદવાડા બ્રાંચના મુખ્‍ય શિક્ષક શ્રીમતી રીટા એચ. દેસાઈએ નિર્ણાયકની ભૂમિકા ભજવી હતી.
આચાર્યા શ્રીમતી નીતુ સિંહના નેતૃત્‍વ હેઠળ સ્‍પર્ધાઓ સારી રીતે યોજાઈ હતી અને તેણી દ્વારા દિવાળીનો તહેવાર બધા માટે સ્‍વસ્‍થ, શુભ, આરોગ્‍યવર્ધક રહે એ માટે શુભેચ્‍છાઓ પાઠવવામાં આવી છે.

Related posts

વાપી ખાતે સરદાર વલ્લભભાઈ પટેલના જન્મ દિન નિમિત્તે પુષ્પાંજલિ અર્પણ કરાઈ

vartmanpravah

વલસાડ જિલ્લાના કુદરતી પ્રવાસન સ્‍થળોની ફોટોગ્રાફી સ્‍પર્ધામાં ખેરગામના યુવા પરિમલ પ્રથમ ક્રમાંકે

vartmanpravah

યુવાનોની ચૂંટણી પ્રક્રિયામાં સહભાગિતા વધે તે માટે રાજ્ય ચૂંટણી તંત્ર દ્વારા શિક્ષણ વિભાગ સાથે MoU કરવામાં આવ્યા

vartmanpravah

વલસાડ જિલ્લામાં કમોસમી વરસાદની આગાહીની પગલે ખેડૂતોને જરૂરી તકેદારી રાખવા અનુરોધ

vartmanpravah

ઉદવાડામાં જિલ્લા કિસાન સંઘની મીટીંગ યોજાઈ: નવસારી-મહારાષ્‍ટ્ર જતી હાઈટેન્‍શન પાવર લાઈનનો વિરોધ

vartmanpravah

ચીખલી ખુંધના નારી સંરક્ષણ કેન્દ્રઍ અન્ય રાજ્યની મહિલાને તેમના પરિવાર સાથે મિલન કરાવી બજાવેલી ઉમદા કામગીરી

vartmanpravah

Leave a Comment