January 17, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામ

ઉમરગામ પાલિકાની માલિકીની જમીનમાં દબાણ કરનારાઓ સામે પગલાં ભરવા પ્રજામાં ઉઠેલી વ્‍યાપક માંગ

પાલિકાના ચીફ ઓફિસર અને પ્રમુખે તપાસ કરાવી દબાણ હટાવવા આપેલી ખાત્રી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સરીગામ, તા.16
ઉમરગામ પાલિકા હદમાં નિર્માણ થયેલી હરી રેસીડેન્‍સીની લગોલગ આવેલી ઉમરગામ પાલિકાની માલિકીની સર્વે નંબર 279 અને ખાતા નંબર 1449ની બાર ગુંઠા માંથી નવ ગુંઠા ગાયબ થયેલી જમીન શોધવી ઉમરગામ પાલિકા માટે યક્ષ પ્રશ્ન બની જવા પામ્‍યો છે.
આ જમીન પર દબાણ થયેલાની પ્રબળ શકયતા જોતા પાલિકાની પ્રજામાં કાર્યવાહી માટે પ્રબળ માંગ ઊભી થવા પામી છે. ઉમરગામ ટાઉન અને સ્‍ટેશનને જોડતા મુખ્‍ય માર્ગને અડીને આવેલી આ સોનાની લગડી સમાન જમીન મુશ્‍કેલથી 3 થી 4 ગુંઠા સ્‍થળ ઉપર દ્રશ્‍યમાન થઈ રહી છે.
ઉમરગામ પાલિકાના પ્રમુખ શ્રીમતી ચારૂશીલાબેન પટેલે પ્રજાની પ્રબળ માંગને વશ થઈ યોગ્‍ય તપાસ અને કાયદાકીય પગલાં ભરવા અધિકારીને સૂચના આપી હોવાની માહિતી પ્રાપ્ત થઇ રહી છે.
આ પ્રકારે દબાણ કરનારાઓની શાન ઠેકાણે લાવવા રાજ્‍ય સરકારે અમલમાં મૂકેલો લેન્‍ડ ગ્રેબિગ એકટ હેઠળ પણ કાર્યવાહી થવી જોઈએ એવી પ્રજામાં માંગ ઉઠવા પામી છે.
સૂત્રો દ્વારા મળતીમાહિતી મુજબ ઉમરગામ પાલિકા ઓથોરિટીએ આ જમીનની માપણી કરવા માટે ડી.આઈ.એલ.આર.માં માપણી ફિશ સાથે અરજી કરી યોગ્‍ય દિશામાં કાર્યવાહીનો પ્રારંભ કરી દીધો છે.
આ સંદર્ભમાં ઉમરગામ પાલિકાના ચીફ ઓફિસરશ્રીએ પણ તાત્‍કાલિક યોગ્‍ય કાર્યવાહી કરવાની ખાતરી આપી છે. ઉમરગામ પાલિકા હદમાં આ ઉપરાંત પણ ઘણી જગ્‍યાએ પાલિકાની માલિકીની જમીનમાં થયેલા દબાણ સામે કાર્યવાહી કરવાની જરૂરત જણાઈ રહી છે.

Related posts

વાપી યુપીએલ હાઈવે પુલ પાસેથી જીઆઈડીસી પોલીસે ત્રણ મોબાઈલ સ્‍નેચરોને ઝડપી પાડયા

vartmanpravah

દક્ષિણ વિભાગ કોળી સમાજ દ્વારા વલસાડ જિલ્લાના વિવિધ ગામોમાં વૃક્ષારોપણ કરાયું

vartmanpravah

…અને દાદરા નગર હવેલીના બહુમતિ આદિવાસીઓની બરબાદીનો આરંભ શરૂ થયો

vartmanpravah

વલસાડ જિલ્લા આરોગ્‍ય કર્મચારીઓની જિ.પં. પ્રમુખ અને ડી.ડી.ઓ. સમક્ષ પડતર માંગણીની રજૂઆત

vartmanpravah

અતુલ હાઈવે બ્રીજ નીચે ખાનગી સ્‍કૂલ વાનમાં આગ ભભૂકી ઉઠી : બે બાળકો અને ચાલકનો બચાવ થયો

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે પૂર્વ રાષ્‍ટ્રપતિ રામ નાથ કોવિંદની લીધેલી શુભેચ્‍છા મુલાકાતઃ મહત્‍વના વિષયો ઉપર કરેલી ચર્ચા-વિચારણાં

vartmanpravah

Leave a Comment