January 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

થર્ટીફસ્‍ટ ને લઈ પારડી પોલીસ એક્‍શન મોડમાં: કલસર – પાતળિયા ચેક પોસ્‍ટ પર હાથ ધર્યું સઘન ચેકિંગ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી, તા.17: સમગ્ર ગુજરાતમાં દારૂબંધીને લઈ 31 ડિસેમ્‍બરની ઉજવણી કરવા દારૂના શોખીનો પાર્ટી સાર્ટી કરવા માટે અત્‍યારથી જ યેનકેન પ્રકારે ગુજરાતમાં દારૂ ઘુસાડવાનો પ્રયત્‍ન કરી રહ્યા છે જ્‍યારે કેટલાક ઉત્‍સાહિત પિધ્‍ધળો અત્‍યારથી જ પાર્ટી ઉજવવાનું શરૂ કરી દમણથી પીધેલી હાલતમાં ગુજરાતમાં પ્રવેશ કરી રહ્યા છે. જેને લઇ પારડી પોલીસ સ્‍ટેશનના પી.આઇ. જી.આર. ગઢવી સહિત પારડી પોલીસના સ્‍ટાફ પણ અત્‍યારથી જ એક્‍શન મોડમાં આવી જઈ પાતળીયા કલસર ચેક પોસ્‍ટ પર સઘન ચેકિંગ હાથ ધરી દીધું છે અને દમણથી આવતી તમામ ગાડીઓનું ચેકિંગ હાથ ધરી દારૂ કે પીધેલી હાલતમાં હોય એવા પીધ્‍ધળોને જેલની હવા ખવડાવવાની તૈયારી કરી ચૂકી છે.
તારીખ 13-12-20024 થી 17-12-2024 દરમ્‍યાન સુરત વિભાગ સુરત આઇ.જી. પ્રેમવીર સિંહ તથા વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક કરણરાજ વાઘેલાની સૂચના તથા માર્ગદર્શન હેઠળ પારડી પોલીસ સ્‍ટેશનના પીઆઇ જી.આર. ગઢવી સહિત અન્‍ય પોલીસ સાથે અચાનક સાંજેસરપ્રાઈઝ સઘન ચેકિંગ હાથ ધરવામાં આવતા દમણથી આવતા પીધ્‍ધળોને તથા દારૂ લઈને આવતા કુલ 40 જેટલા ઈસમોને ઝડપી પાડી તેઓને જેલના સળિયા પાછળ ધકેલી દઈ પારડી પોલીસ પણ થર્ટી ફર્સ્‍ટ ડિસેમ્‍બરને લઈ એક્‍શન મોડમાં હોવાનું સાબિત કરતા દારૂ લઈને આવતા કે દારૂ પીને ગુજરાતમાં પ્રવેશતા લોકોમાં ભયની લાગણી ફેલાઈ ગઈ છે.

Related posts

ઉમરગામ પાલિકાના સ્‍વચ્‍છતા પખવાડિયા અંતર્ગત આગળ વધતું સફાઈ અભિયાન

vartmanpravah

દમણવાડા મંડળ ખાતે ભાજપના 42માં સ્‍થાપના દિવસની કરાયેલી ઉજવણી

vartmanpravah

વલસાડ શહેરમાં પુસ્‍તક પરબ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

ભિલાડ હાઈવે ઉપરથી 40 લાખનો ગેરકાયદેસરનો ગુટખાનો જથ્‍થો ભરેલો ટેમ્‍પો ઝડપાયો

vartmanpravah

કપરાડા કરચોંડમાં તુલસી નદીના કોઝવે પર પાણી ફરી વળતાં અંતિમ સંસ્‍કાર માટે શબ કેડ સમા પાણીમાંથી લઈ જવા લોકો લાચાર

vartmanpravah

ચીખલીના સાદકપોર ગામે હનુમાન દાદાના મંદિરમાંથી આરસની મૂર્તિ ચોરી

vartmanpravah

Leave a Comment