(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.12 પોલીસ મથકેથી પ્રાપ્ત વિગત મુજબ ફરિયાદી પ્રફુલચંદ્ર રતિલાલ પટેલ (રહે.વૃંદાવન સોસાયટી રાનકુવા, તા.ચીખલી) ગત 9 ડિસેમ્બરના રોજ ઘર બંધ કરીને પત્ની સાથે નોકરી ગયા હતા અને બપોર બાદ મોટી વાલઝર ગામે હાઈસ્કૂલમાં ફરજ બજાવતી પત્નીને લઈને ઘરે આવતા ઘરના મુખ્ય દરવાજાનું તાળું તૂટેલી હાલતમાં જોવા મળ્યું હતું. તસ્કરોએ મુખ્ય દરવાજાના નકુચાના સ્ક્રૂ ખોલી ઘરમાં પ્રવેશી બે કબાટના લોક તોડી રોકડા રૂા. 2,000/- તથા સોનાનું મંગળસૂત્ર નંગ-3 આશરે વજન 90 ગ્રામ કિંમત રૂ.81,000/-, સોનાની ચેઈન નંગ-3 વજન 35 ગ્રામ કિં.રૂા.31,500/-, સોનાની બંગડી નંગ-2 વજન 30 ગ્રામ કિં. રૂા.27,000/-, સોનાનું લુઝ નંગ-1 વજન આશરે 15 ગ્રામ કિં. રૂા.13,500/-, સોનાની બુટ્ટી નંગ-4 કિં. રૂા.5,400/-, સોનાની વીટી નંગ-3 વજન આશરે 25 ગ્રામ કિં. રૂા. 22,500/, સોનાના પેન્ડલ નંગ-2 કિં.રૂા.4,500/- તથા ચાંદીની મૂર્તિ મળી કુલ રૂા.1,89,200/- ની મત્તા ચોરી ગયા હતા.
ધોળા દિવસે રાનકુવામાં તસ્કરોએ ધાપ મારી જાણે પોલીસને પડકારી હોય તેવું ફલિત થવા પામેલ છે. ધોળા દિવસે પણ લોકોના જાનમાલ સુરક્ષા ન હોય ત્યારે લોકોએ પોલીસ પર શું અપેક્ષા રાખવી તેવા સવાલો ઉભા થયા છે.