October 16, 2026
Vartman Pravah
ગુજરાતચીખલીનવસારી

રાનકુવામાં ધોળે દિવસે તસ્‍કરોએ બંધ મકાનમાંથી સોના-ચાંદીના દાગીના સહિત રૂા. 1.89 લાખની મત્તાની કરેલી ચોરી

 

 

 

 

 

 

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.12
પોલીસ મથકેથી પ્રાપ્ત વિગત મુજબ ફરિયાદી પ્રફુલચંદ્ર રતિલાલ પટેલ (રહે.વૃંદાવન સોસાયટી રાનકુવા, તા.ચીખલી) ગત 9 ડિસેમ્‍બરના રોજ ઘર બંધ કરીને પત્‍ની સાથે નોકરી ગયા હતા અને બપોર બાદ મોટી વાલઝર ગામે હાઈસ્‍કૂલમાં ફરજ બજાવતી પત્‍નીને લઈને ઘરે આવતા ઘરના મુખ્‍ય દરવાજાનું તાળું તૂટેલી હાલતમાં જોવા મળ્‍યું હતું. તસ્‍કરોએ મુખ્‍ય દરવાજાના નકુચાના સ્‍ક્રૂ ખોલી ઘરમાં પ્રવેશી બે કબાટના લોક તોડી રોકડા રૂા. 2,000/- તથા સોનાનું મંગળસૂત્ર નંગ-3 આશરે વજન 90 ગ્રામ કિંમત રૂ.81,000/-, સોનાની ચેઈન નંગ-3 વજન 35 ગ્રામ કિં.રૂા.31,500/-, સોનાની બંગડી નંગ-2 વજન 30 ગ્રામ કિં. રૂા.27,000/-, સોનાનું લુઝ નંગ-1 વજન આશરે 15 ગ્રામ કિં. રૂા.13,500/-, સોનાની બુટ્ટી નંગ-4 કિં. રૂા.5,400/-, સોનાની વીટી નંગ-3 વજન આશરે 25 ગ્રામ કિં. રૂા. 22,500/, સોનાના પેન્‍ડલ નંગ-2 કિં.રૂા.4,500/- તથા ચાંદીની મૂર્તિ મળી કુલ રૂા.1,89,200/- ની મત્તા ચોરી ગયા હતા.
ધોળા દિવસે રાનકુવામાં તસ્‍કરોએ ધાપ મારી જાણે પોલીસને પડકારી હોય તેવું ફલિત થવા પામેલ છે. ધોળા દિવસે પણ લોકોના જાનમાલ સુરક્ષા ન હોય ત્‍યારે લોકોએ પોલીસ પર શું અપેક્ષા રાખવી તેવા સવાલો ઉભા થયા છે.

Related posts

વલસાડમાં જિલ્લાકક્ષાની બાળ પ્રતિભા શોધ સ્પર્ધા અને બાળ નૃત્ય નાટિકા સ્પર્ધા યોજાશે

vartmanpravah

પારડી હાઈવે પર કારનું ટાયર ફાટતાં કાર રેલિંગમાં ધડાકાભેર અથડાઈ

vartmanpravah

વલસાડમાં ટપાલ સેવાને લગતા પ્રશ્નોના નિરાકરણ બાબતે ડાક અદાલત યોજાશે

vartmanpravah

વાપી સલવાવ બાપા સિતારામ સનાતન ટ્રસ્‍ટ દ્વારા તા.17 શરદ પૂનમથી નિઃશુલ્‍ક દવાખાનાનો શુભારંભ થશે

vartmanpravah

નવસારી જેસીઆઈ દ્વારા ‘જેસીઆઈ વીક’ની ધામધૂમથી ઉજવણી કરાઈ

vartmanpravah

વલસાડ સુગર ફેક્‍ટરી નજીક દશથી વધુ દુકાનોમાં આગ લાગી : ચારઈસમો ઘાયલ

vartmanpravah

Leave a Comment