(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.07: ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી દ્વારા સમર-2024 માં લેવાયેલી દ્વિતીય વર્ષ બી. ફાર્મસીના ચોથા સેમેસ્ટરની પરીક્ષાનું ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી દ્વારા તારીખ 07/08/2024 બુધવારના રોજ જાહેર કરેલ પરિણામમાં શ્રીમતી ભાવનાબેન નાનુભાઈ બાંભરોલીયા સ્વામિનારાયણ ફાર્મસી કોલેજ દર વર્ષની જેમ જી.ટી.યુ. ટોપ ટેનમાં રહેવાની પરંપરા આ વર્ષે પણ વિદ્યાર્થીઓએ જાળવી રાખી છે. આ જાહેર થયેલા પરિણામમાં ચાર વિદ્યાર્થીનીઓ જી.ટી.યુ. ટોપ ટેનમાં રહી છે તથા 45 વિદ્યાર્થીઓએ8.00 થી વધુ એસ.પી.આઈ. મેળવી સંસ્થા અને કોલેજનું ગૌરવ વધાર્યું છે, જેમાં એસ.પી.આઈ વાઈઝ પરિણામ જોતા પટેલ મોલી હેમંતભાઈ 9.85 એસ.પી.આઈ મેળવી સમગ્ર ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીમાં ત્રીજો ક્રમ પ્રાપ્ત કરી કોલેજનું ગૌરવ વધાર્યું છે તેમજ સોનાકુમારી રતનલાલ કુમાવત 9.85 સી.પી.આઈ સાથે પાંચમો ક્રમ પ્રાપ્ત કરી સંસ્થા અને કોલેજની સિધ્ધિમાં વધારો કર્યો છે.
તદુપરાંત સી.પી.આઈ વાઈઝ પરિણામ જોતા પાંડે આકાંક્ષા પરમાનંદ 9.63 સી.પી.આઈ પ્રાપ્ત કરી સમગ્ર ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીમાં છઠ્ઠા ક્રમે અને રાય ચાંદનીકુમારી મનોજકુમાર 9.54 સી.પી.આઈ મેળવી નવમો ક્રમ પ્રાપ્ત કરી સંસ્થા, કોલેજ અને તેમના માતા-પિતા તથા સમગ્ર વલસાડ જિલ્લાનું નામ રોશન કર્યું છે.
આવી ઝળહળતી સિધ્ધી બદલ શ્રી સ્વામિનારાયણ સંસ્થાના અધ્યસ્થાપક પરમ પૂજ્ય સ્વામી પૂરાણી કેશવચરણદાસજી, મેનેજીંગ ટ્રસ્ટી પરમ પૂજ્ય પુરાણી સ્વામી કપિલજીવનદાસજી, પરમ પૂજ્ય રામસ્વામીજી, પૂજ્ય હરીસ્વામીજી, ટ્રસ્ટી શ્રી બાબુભાઈ સોડવડીયા, ટ્રસ્ટીગણ, કેમ્પસ એકેડેમિક ડીરેક્ટર ડૉ. શૈલેશ વી. લુહાર, કેમ્પસ ડીરેક્ટર શ્રી હિતેન બી. ઉપાધ્યાય, આચાર્યશ્રી ડૉ. સચિન બી. નારખેડે અને તમામ સ્ટાફે વિદ્યાર્થીઓને તેમજ વાલીઓને પણ અભિનંદન પાઠવ્યાહતા.
—