18 જૂનથી 20 જૂન, 2024 દરમિયાન કર્ણાટકના મૈસૂર માનસગંગોત્રી ખાતે ‘રાષ્ટ્રીય યોગા ઓલમ્પિયાડ’ યોજાશે
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.06 : દમણ રમત-ગમત વિભાગ દ્વારા યુ.ટી. લેવલ યોગા ઓલમ્પિયાડ અને ‘રાષ્ટ્રીય યોગા ઓલમ્પિયાડ’ માટે ટીમની પસંદગી કરવામાં આવી હતી.
પ્રાપ્ત માહિતી પ્રમાણે આગામી તા.18મી જૂનથી 20 જૂન, 2024 દરમિયાન કર્ણાટકના મૈસૂર માનસગંગોત્રી ખાતે ‘રાષ્ટ્રીય યોગા ઓલમ્પિયાડ’નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ભાગ લેવા માટે દમણના નુમા ઈન્ડિયા એકેડેમીમાં યોગનું શિક્ષણ લઈ રહેલા પાંચ યોગ ખેલાડીઓની પસંદગી કરવામાં આવી છે. જ્યાં તેઓ પોતાનું યોગ કૌશલ્ય ઝળકાવશે.
પસંદગી પ્રક્રિયામાં અંડર-14 ગર્લ્સ ટીમમાં રિધમ નંદવાના પ્રથમ, રાજવી કંડોરિયા દ્વિતીય અને જીવિકા પાંચાલે તૃતિય સ્થાન મેળવ્યું હતું. અંડર-14 બોયઝમાં દિવ્યાંશુસિંહ તૃતીય સ્થાન જ્યારે અંડર-16 બોયઝમાં નિતેશ કુશવાહાએ ચોથું સ્થાન પ્રાપ્ત કરીને યુનિયન ટેરીટરી(યુ.ટી.) ટીમનું પ્રતિનિધિત્વ કરશે.
રાષ્ટ્રીય યોગ ઓલમ્પિયાડમાં નુમા ઈન્ડિયા ડાયરેક્ટર અને યોગ ચીફ કોચ આકાશ ઉદ્દેશી, સેક્રેટરી અર્જુન ઉદેશી, બાલ ભવનના યોગ ટ્રેનર નિકિતા ઉદેશી અને નુમા ઈન્ડિયા યૂથ ક્લબના પ્રેસિડેન્ટ સ્નેહા જરીવાલાએ રાષ્ટ્રીય સ્તરે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરે એવી શુભકામના પાઠવી હતી.