January 17, 2026
Vartman Pravah
ગુજરાતપારડીવલસાડ

વલસાડ આઈટીઆઈ ખાતે ‘હોમ આયા’ કોર્સની કલેક્‍ટરશ્રી ક્ષિપ્રા આગ્રે શરૂઆત કરાવી

BPL કાર્ડ ધારક મહિલાઓને બઝિક નર્સિંગ, ન્‍યુટ્રિશન અને કોમ્‍યુનિકેશન સ્‍કિલની તાલીમ અપાશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.12 વલસાડ જિલ્લાના લીલાપોરના મહિલા ઔદ્યોગિક તાલીમ કેન્‍દ્ર ખાતે તા.12મી ડિસેમ્‍બરના રોજ કલેક્‍ટરશ્રી ક્ષિપ્રા એસ. આગ્રેએ પારડી ઔદ્યોગિક તાલીમ કેન્‍દ્ર અને ગ્રામીણ સ્‍વરોજગાર વિકાસ તાલીમ સંસ્‍થા (RSETI)ના સહયોગથી BPL કાર્ડ ધારક મહિલાઓ માટે નવા શરૂ કરાયેલા ‘હોમ આયા’ કોર્સની શરૂઆત કરાવી હતી. આ 13 દિવસના કોર્સ દ્વારા BPL કાર્ડ ધારક મહિલાઓને મુખ્‍યત્‍વે બેઝિક ર્નસિંગ(સામાન્‍ય ઉપચાર), ન્‍યુટ્રિશન(પોષણ), કોમ્‍યુનિકેશન સ્‍કિલ(વાતચીતનુ કૌશલ્‍ય) અને ઘરકામની સામાન્‍ય સમજ વિશે તાલીમ આપવામાં આવશે. સૌપ્રથમ શરૂ થયેલી આ તાલીમના પહેલા બેચમાં 25 તાલીમાર્થીઓને પ્રવેશ આપવામાંઆવ્‍યો છે. તાલીમનો સમય બપોરે 1 થી સાંજે 5 વાગ્‍યા સુધીનો રહેશે.
કોર્સની શરૂઆત કરાવતી વખતે કલેક્‍ટરશ્રીએ કહ્યું હતું કે, આઈટીઆઈમાં અલગ અલગ કોર્સની શરૂઆત થતી જ રહે છે પરંતુ આ કોર્સની નવીનતા એ છે કે જરૂરિયાતમંદ મહિલાઓને રોજગારી માટે વ્‍યવસ્‍થિત તાલીમ મળશે અને ર્વકિંગ મહિલાઓને પણ આધાર મળી રહેશે. તાલીમના વર્ગો પણ બપોર પછી ના રાખવામાં આવ્‍યા છે જેથી તાલીમાર્થી મહિલાઓને સગવડ રહે. આ તાલીમ દ્વારા બધી જ પ્રાથમિક તાલીમ મળી રહેશે પરંતુ પ્રામાણિકતા અને માનવીયતા દાખવી કામ કરવું તાલીમાર્થીઓની જવાબદારી છે.
આ પ્રસંગે કલેક્‍ટરશ્રીએ આઈટીઆઈમાં ચાલતી વિવિધ તાલીમની મુલાકાત લઈ સમીક્ષા કરી હતી. તેમજ પ્રોબેશનરી આઈએએસ નિશા ચૌધરી, પારડી આઈટીઆઈના આચાર્ય વી.એ.ટંડેલ, લીલાપોર આઈટીઆઈના આચાર્ય જયેશભાઈ પટેલ, ગ્રામીણ સ્‍વરોજગાર વિકાસ તાલીમ સંસ્‍થાના ડાયરેક્‍ટર નિતેશ શર્મા, તાલીમ લેનારી મહિલાઓ અને અધ્‍યાપકો હાજર રહ્યા હતા.

 

Related posts

નાશિકના કાળીદાસ હોલ ખાતે વલસાડના જાદુગર ડી.લાલ (ધીમંત મસરાણી)ને જાદુ ભૂષણ નેશનલ એવોર્ડથી સન્‍માનકરાયું

vartmanpravah

વાપી વિસ્‍તારમાં જુગાર બેફામ : કરવડ અને ભડકમોરામાંથી જથ્‍થાબંધ જુગારીયા ઝડપાયા

vartmanpravah

તલાટીની પરીક્ષા આપવા આવેલ 15 વિદ્યાર્થી અટવાયા: વલસાડ સેન્‍ટ જોસેફ સ્‍કૂલમાં 5 મિનિટ મોડા પડતા રઝળી પડયા

vartmanpravah

ભીલાડની સરકારી વિજ્ઞાન કોલેજમાં એન્‍ટી રેગિંગ સપ્તાહની ઉજવણી 

vartmanpravah

હર ઘર તિરંગાની પ્રેરણા લઈ હર ઘર રક્‍તદાતાના અભિયાન માટે ભારત ભ્રમણ નિકળેલા સાયકલયાત્રીનું વાપીમાં સન્‍માન

vartmanpravah

વલસાડ જિલ્લામાં મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા ઝુંબેશ-2024નો પ્રારંભ

vartmanpravah

Leave a Comment