October 14, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપીઃ છરવાડા રમઝાનવાડી બિલખાડીની નહેરમાં પડી ગયેલ ગાયનું રેસ્ક્યૂ કરાયું

બિલખાડીની બાજુમાં મુકવામાં આવેલ કચરા પેટીથી અવાર-નવાર અકસ્માતો સર્જાય છે અને ગંદકી ફેલાઈ રહી છે

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.10: વાપી તાલુકાનાં છરવાડા ગામે રમઝાનવાડીનાં પ્રવેશ દ્વાર પાસે આવેલ બિલખાડીનાં નહેરમાં બુધવારે સાંજે ગાય પડી જતા સ્‍થાનિકો દ્વારા રેસ્‍કયુ કરી ગાયને બહાર કાઢવામાં આવી હતી.
છરવાડા ગામે રમઝાનવાડી ખાતે આવેલ બિલખાડીનાં નહેરમાં મંગળવારે એક ગાય પડી જવાપામી હતી. આ સ્થળે કચરા પેટી આવેલ છે જેમાં લોકો જાહેરમાં ગમે તેમ કચરો ફેîકી જતા હોય છે જેને આરોગવા રોજ-બરોજ ગાયો પોતાનું પેટ ભરવા ખોરાકની શોધમાં અહી આવી કચરા પેટી તથા રસ્તા ઉપર પડેલ કચરામાંથી ખોરાક શોધી ખાય છે અને આ રસ્‍તો બિલખાડીને બરાબર લાગુ હોય આગળ પણ એક બે વાર ગાય પડી જવાની ઘટના બનવા પામી હતી. જો કે ગાય બિલખાડીમાં નીચે ઉતરી જતા સ્‍થાનિકો જહેમત ઉઠાવી ગાયને આ નહેરમાંથી ઉગારી હતી.

Related posts

દાનહ જિ.પં.ની કારોબારી સમિતિના અધ્‍યક્ષ તરીકે દિપક પ્રધાનઃ જાહેર બાંધકામ સમિતિના અધ્‍યક્ષ બનતા વિપુલ ભુસારા

vartmanpravah

ભર બપોરે ઉકળાટના માહોલ વચ્‍ચે વાદળોમાં છવાયો અંધારપટ્ટઃ કડાકા-ભડકા સાથે ધોધમાર વરસાદ

vartmanpravah

આમધરામાં ગ્રામસભામાં સરપંચ અને ડે.સરપંચ ગેરહાજર રહેતા રોષે ભરાયેલા લોકોએ હોબાળો કરતા ગ્રામસભા રદ્‌ કરવાની પડેલી ફરજ

vartmanpravah

વાંસદા તાલુકાના વાંગણ ગામે ‘ઉમિયા વાંચન કુટીર’નું લોકાર્પણ કરાયું

vartmanpravah

દમણવાડા ગ્રા.પં. દ્વારા બારિયાવાડ અને ઢોલર ખાતે યોજાયેલી ચૌપાલ બેઠક

vartmanpravah

સ્‍વામિનારાયણ માધ્‍યમિક અને ઉચ્‍ચતર માધ્‍યમિક શાળામાં પોષણ અભિયાન અંતર્ગત ચિત્રસ્‍પર્ધાનું થયેલું આયોજન

vartmanpravah

Leave a Comment