Vartman Pravah
ચીખલી

ખેરગામના ધામધુમા ગામે ટ્રેક્‍ટર સાથે બાઈક અથડાતા બાઈક સવારનું સારવાર દરમ્‍યાન મોત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝનેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.25 : ખેરગામના ધામધુમા ખાતે રહેતા અક્ષય મિત્ર પ્રતીક સાથે ગત.12 ડિસેમ્‍બરના રોજ પોતાની બજાજ ડિસ્‍કવર નં-જીજે-21-એકે-4507 પર ઢોલુમ્‍બર ખાતે પુલાવ ખાવા માટે નીકળ્‍યા હતા. દરમ્‍યાન ધામધુમા ચિચ ફળીયામાં કુમાર છાત્રાલયની સામે પાણીખડકથી પીપલખેડ જતા રોડ ઉપર રસ્‍તા પાસે એક ટ્રેકટર ટ્રેલર સાથે ઝાડની લાઈટ કે સિગ્નલ લાઈટ બંધ કરી નીચે ઉભું હતું. ત્‍યારે પાછળથી બજાજ ડિસ્‍કવરના ચાલકે અંધારામાં અથડાવી દેતા અક્ષયભાઈને શરીરે ગંભીર ઈજાઓ થતા સારવાર અર્થે વલસાડ ખાતે હોસ્‍પિટલમાં ખસેડવામાં આવ્‍યો હતો. જ્‍યાં સારવાર દરમ્‍યાન તબીબે મૃત જાહેર કર્યો હતો. જ્‍યારે બાઇક ઉપર સવાર મિત્ર પ્રતિકને શરીરે ઓછી વધતી ઈજાઓ થતા સારવાર અર્થે હોસ્‍પિટલમાં ખસેડવામાં આવ્‍યો હતો. બનાવની ફરિયાદ મરનારના પિતા ગુલાબભાઈ ઈકલભાઈ ગાવિત (રહે.ધામધુમા દાદરી ફળીયા તા.ખેરગામ) એ કરતા પોલીસે પોલીસે અજાણ્‍યા ટ્રેકટર ટ્રેકર ચાલક વિરૂધ્‍ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી વધુ તપાસ પીએસઆઈ શ્રી પી.વી.વસાવા કરી રહ્યા છે.

Related posts

પોલીસ બેન્‍ડની સુરાવલી સાથે વલસાડમાં વિકાસ પદયાત્રા નીકળીઃ ઘોડે સવાર પોલીસે આકર્ષણ જમાવ્‍યું

vartmanpravah

ટુકવાડામાં હેપ્‍પી નેસ્‍ટ બંગલામાં રહેતી પરિણીતાએ ફાંસો ખાઈ જીવન ટુંકાવ્‍યું

vartmanpravah

વાંસદા માર્ગ ઉપર હ્યુન્‍ડાઈ કાર અને મારુતિ કાર વચ્‍ચે અકસ્‍માત

vartmanpravah

વાપીમાં રેલવે ઓવરબ્રિજ બંધ કરાતા ઉદ્દભવતી ટ્રાફિક સમસ્‍યા ઉકેલ માટે ઉચ્‍ચ બેઠક મળી

vartmanpravah

ધરમપુર ધસારપાડા ચોકડી પાસે બે બાઈક વચ્‍ચે અકસ્‍માત સર્જાયો : બાઈક સવારનું સારવારમાં મોત

vartmanpravah

પારડીના પરિયામાં સાંસદ ડો.કે.સી.પટેલના અધ્યક્ષસ્થાને પ્રવેશોત્સવ ઉજવાયો

vartmanpravah

Leave a Comment