October 14, 2025
Vartman Pravah
વલસાડવાપી

શ્રીમતી ભાવનાબેન નાનુભાઈ બાંભરોલીયા સ્‍વામિનારાયણ ફાર્મસી કોલેજ સલવાવ ખાતે ‘‘વુમન ડેવલપમેન્‍ટ સેલ” દ્વારા મહિલાસશક્‍તિકરણ પર જાગૃતિ વાર્તાલાપ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.25 : આજના હરણફાળ અને આધુનિક સમાજમાંસ્ત્રી એ શારીરિક અને માનસિક બંને રીતે હિંમતથી પોતાનું સ્‍થાન જાળવી રાખ્‍યું છે અને પોતે એક સશક્‍ત વ્‍યક્‍તિ બની પોતાનું રક્ષણ કઈ રીતે કરી શકે અને કઈ રીતે ઉમદા જીવન જીવી શકે તે હેતુસર શ્રીમતી ભાવનાબેન નાનુભાઈ બાંભરોલીયા સ્‍વામિનારાયણ ફાર્મસી કોલેજ સલવાવ ખાતે વુમન ડેવલપમેન્‍ટ સેલ અંતર્ગત કોલેજ સંસ્‍થાના કેમ્‍પસ એકેડેમિક ડીરેક્‍ટર ડો. શૈલેશ લુહાર, કેમ્‍પસ ડીરેક્‍ટર તેમજ વુમન ડેવલપમેન્‍ટ સેલના મેમ્‍બર સેક્રેટરી શ્રી હિતેન ઉપાધ્‍યાય તેમજ કોલેજના આચાર્ય ડો. સચિન નારખેડેના માર્ગદર્શન હેઠળ એસોસિયેટ પ્રોફેસર ડો. નેહા દેસાઈના કો-ઓર્ડિનેટરમાં વિદ્યાર્થીઓને મહિલા સશક્‍તિકરણ તરફ પ્રેરિત કરવામાં આવ્‍યા હતા.
આ સેમિનારના આરંભમાં કોલેજના આચાર્ય ડો. સચિન નારખેડે દ્વારા વિદ્યાર્થીનીઓને સમાજમાં બનતા ગંભીર કિસ્‍સાઓને ધ્‍યાનમાં રાખી જીવનમાં ડગલેને પગલે સતર્કતા રાખવી જરૂરી જણાવ્‍યું હતુ. આ ઉપરાંત કોલેજમાં રહેલા વુમન ડેવલપમેન્‍ટ સેલ હંમેશા વુમન માટે સતત કાર્યશીલ રહે છે તેમજ તેના બંધારણ અને કાર્ય વિશે ટુંકમાં વિદ્યાર્થીઓને માહિતગાર કર્યા હતા.
મહિલા વિકાસ સેલ કોલેજમાં વિદ્યાર્થીનીઓનાસર્વાંગી કલ્‍યાણ વિકાસ અને સમાનતા માટે કામ કરે છે. ડો. નેહા દેસાઈએ દરેક વિદ્યાર્થિનીને સામનો કરી રહેલા વર્તમાન સંજોગોનું વર્ણન કર્યું હતું અને વિદ્યાર્થીઓને તેમની સાથે થતા કોઈપણ અન્‍યાય સામે અવાજ ઉઠાવવા પ્રેરિત કર્યા હતા તેમજ મહિલા સશક્‍તિકરણના છ સિદ્ધાંતો ‘‘શિક્ષા, સ્‍વાસ્‍થ્‍ય, સ્‍વાવલંબન, સામાજિક ન્‍યાય, સંવેદન અને સમતા” વિશે પણ માહિતી આપી હતી. આસિસ્‍ટન્‍ટ પ્રોફેસર તેજલ એમ. ડિસાગરે વિદ્યાર્થીઓને ડિજીટલાઈઝેશનમાં વધારો થવાને કારણે બનતા સાયબર ક્રાઈમ અને આવા કિસ્‍સાઓ સામે નિવારક પગલાં વિશે માહિતગાર કર્યા હતા. તેમજ શ્રીમતી જ્‍યોતિ પંડ્‍યાએ વિદ્યાર્થીઓને સેલ્‍ફ વર્થ, સેનિટાઈઝેશન, સ્‍વસ્‍થ શરીર અને સ્‍વસ્‍થ મન અને ચિંતા અને હતાશા સામે કેવી રીતે લડવું તે વિશે માર્ગદર્શન આપ્‍યું હતું. વિદ્યાર્થીઓને જાતિ સંવેદના સમિતિ અને આંતરિક ફરિયાદ સમિતિ વિશે પણ જાગૃત કરવામાં આવ્‍યા હતા. આ કાર્યક્રમના અંતમાં એસોસિયેટ પ્રોફેસર શેતલ ભરતભાઈ દેસાઈ આઈ.સી.સી. કમિટીના કો.ઓર્ડીનેટર તરીકે કમિટીની પોલીસી રજુ કરી હતી, તથા ડો.નેહા દેસાઈએ જેન્‍ડર સેન્‍સીટાઈઝેસન કમિટીની માહિતી આપી હતી.
આ કાર્યક્રમ બદલ શ્રી સ્‍વામિનારાયણ સંસ્‍થાના અધિસ્‍થાપક પૂજ્‍ય સ્‍વામી પૂરાણી કેશવચરણદાસજી, મેનેજિંગ ટ્રસ્‍ટી પૂજ્‍ય પુરાણીકપિલ જીવનદાસજી, પૂજ્‍ય રામસ્‍વામીજી, ટ્રસ્‍ટી શ્રી બાબુભાઈ સોડવડીયા, ટ્રસ્‍ટીગણ, કેમ્‍પસ એકેડેમિક ડીરેક્‍ટર ડો. શૈલેશ લુહાર, કેમ્‍પસ ડીરેક્‍ટર શ્રી હિતેન ઉપાધ્‍યાય, આચાર્યશ્રી ડૉ. સચિન બી. નારખેડે અને તમામ સ્‍ટાફે વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્‍યા હતા.

Related posts

આર એન્‍ડ બીની કામગીરીને લઈવાપી-વલસાડ નેશનલ હાઈવે વહેલી પરોઢથી દિવસભર ટ્રાફિક જામ રહ્યો

vartmanpravah

વલસાડ જિલ્લામાં બોગસ તબીબો સામે તવાઈઃ વધુ એક ઝડપાયો, 3 બોગસ ડોક્‍ટરો દવાખાનું બંધ કરી પલાયન

vartmanpravah

અમદાવાદ એલસીબીએ રૂ.27.97 લાખ રૂપિયાના મુદ્દામાલ સાથે ચીખલીમાં મોબાઈલ ફોન અને એસેસરીઝની ચોરી કરનાર ત્રણ જેટલા રીઢા ચોરોને દબોચી લીધા

vartmanpravah

ધરમપુરમાં સારંગપુર દાદાનો રથ આવી વિદાય થયા બાદ હનુમાન દાદા મંદિરની મૂર્તિમાં આંસુ દેખાતા લોકો ભાવવિભોર

vartmanpravah

દાનહ બેઠકના કોંગ્રેસના ઉમેદવારની જાહેરાત હવે ગમે તે ઘડીએ થઈ જશેઃ કોંગ્રેસ પ્રમુખ મહેશભાઈ શર્મા

vartmanpravah

વાપીમાં રમાબાઈ મહિલા બ્રિગેડ દ્વારા સાવિત્રીબાઈ ફુલે અને ફાતિમા શેખની જન્‍મજયંતિની ઉજવણી

vartmanpravah

Leave a Comment