Vartman Pravah
ચીખલી

સમરોલીમાં સ્‍ટેટ મોનિટરીંગ સેલે હોમ રેઈડ કરી રૂા. 8.32 લાખના વિદેશી દારૂ સાથે માતા-પુત્રની કરેલી ધરપકડ : 4 વોન્‍ટેડ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.25 : સ્‍ટેટ મોનીટરીંગ સેલે ચીખલી હાઇવે ટાઉન પોલીસ ચોકીથી નજીવા અંતરે હોમ રેઈડ કરી વિશાળ માત્રામાં વિદેશી દારૂની બોટલો ઝડપી પાડી સ્‍થાનિક પોલીસની પોલ ખુલી જવા પામી હતી. ઊંઘતી ઝડપાયેલી સ્‍થાનિક પોલીસ પર પગલાની તલવાર લટકતા ફફડાટ ફેલાઈ જવા પામ્‍યો હતો.
પોલીસ મથકેથી પ્રાપ્ત માહિતી અનુસાર સ્‍ટેટ મોનીટરીંગ સેલને મળેલ બાતમીના આધારે સ્‍ટાફના નિખિલેશ શ્રીમાળી, ગણેશ ચૌધરી, મહેન્‍દ્ર સંગાડા સહિતના સ્‍ટાફે એસઆરપીના જવાનોની સાથે શનિવારની રોજ બપોરના સમયે સમરોલીના કાળાપુલ ફળીયામાં રેડ કરી આરોપી બાવીબેન ઠાકોરભાઈ પટેલના રહેણાંક મકાનમાં તથા મકાનની પાછળના ભાગે ખુલ્લા ખેતરમાં અને મરઘાં ફાર્મમાં સંતાડી રાખેલ વિદેશી દારૂની બોટલ અને બિયરના ટીન કુલ-5956 નંગ કિં.રૂા. 8,32,805/-નો જથ્‍થો ઝડપી પાડયો હતો. સાથે બે મોબાઈલ ફોન અને રોકડા રૂપિયા મળી કુલ્લે રૂા.8,41,505/-નો મુદ્દામાલ કબ્‍જે કરી દારૂનું વેચાણ કરનાર બાવીબેન ઠાકોરભાઈ પટેલ તથા ધર્મેશ ઠાકોરભાઈ કો.પટેલ(બંને રહે.સમરોલી કાળાપુલ તા.ચીખલી) એમ બંને માતા-પુત્રની ધરપકડ કરી દારૂનો જથ્‍થો મંગાવનાર અને મોકલનાર તેમજ આપી જનાર અજય ઉર્ફે અજય બાલુભાઈ પટેલ (રહે.મોગરાવાડી, રૂમલા, તા.ચીખલી), જલુ નામનો વ્‍યક્‍તિ, અજય ઉર્ફે એલેક્ષ ચંદ્રકાન્‍ત હળપતિ (રહે.ગણદેવી, કસ્‍બા ફળીયા, તા.ગણદેવી) તથા સૂરજ ઉર્ફે બાબુ દિપક પટેલ (રહે.સમરોલી, કુંભરવાડ, તા.ચીખલી) એમ ચાર જેટલાને વોન્‍ટેડ જાહેર કરી વધુ તપાસ બીલીમોરાના પીઆઈ શ્રી જે.એન.ગઢવી કરી રહ્યા છે.
થર્ટી ફર્સ્‍ટ પૂર્વે સ્‍ટેટ મોનીટરીંગ સેલે ચીખલી પોલીસ મથકેથી માંડ બે કિમીના અંતરે રૂા.8.32 લાખનો વિશાળ માત્રામાં દારૂનો જથ્‍થો ઝડપી પાડતા પ્રોહીબિશનની બદી નેસ્‍તનાબૂદ કરવાની કામગીરીની ચીખલી પોલીસની પોલ ખુલી જવા પામી છે. હાલે ચીખલીમાં એક પીઆઈ અને ચાર જેટલા પીએસઆઇ સહિતના અધિકારીઓ હોવા છતાં ઉપરોક્‍ત ગુનામાં ચીખલી પોલીસ ઊંઘતી ઝડપાવા પામી છે. ચીખલીમાં આટલા અધિકારીઓ હોવા છતાં ચોરી લૂંટના ગુનાઓ વણ ઉકેલ્‍યા છે. ત્‍યારે ગુનાહિત પ્રવૃત્તિઓ ડામવામાં તો પોલીસને રસ દેખાતો ન હોય તેમ લાગતું નથી.

Related posts

પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધી યોજનાનો લાભ લેવા માટે  ખેડૂતોએ “આધાર e-KYC ” અને બેંક ખાતા “આધાર સિડિંગ” કરાવી લેવા

vartmanpravah

ચીખલીના મજીગામમાં પરિવાર મુંબઈ જતા તસ્‍કરોએ રાત્રે ઘરમાં ઘૂસી રોકડ તથા દાગીના મળી રૂા.1.10 લાખની મત્તા ચોરી ફરાર

vartmanpravah

વલસાડ જિલ્લાના પેન્શનરોની વાર્ષિક હયાતીની ખરાઇ કરાવી લેવી

vartmanpravah

માઁ વિશ્વંભરી તિર્થયાત્રા ધામ-રાબડા ખાતે ચૈત્રી નવરાત્રી પર્વની ભવ્‍યાતિભવ્‍ય ઉજવણી કરાશે 

vartmanpravah

શ્રી માહ્યાવંશી વિદ્યાર્થી પ્રગતિ મંડળ વલસાડ દ્વારા આયોજિત રક્‍તદાન શિબિરમાં 66 યુનિટ રક્‍ત એકત્ર

vartmanpravah

નવસારી જિલ્લામાં પાક નુકશાનીનો સર્વે કામગીરી હાથ ધરાઇ

vartmanpravah

Leave a Comment