January 15, 2026
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સંઘપ્રદેશ દાનહ અને દમણ-દીવમાં પાંચમી નવેમ્‍બરે સ્‍થાનિક સ્‍વરાજ્‍યની સંસ્‍થાઓની ચૂંટણી

દાદરા નગર હવેલી, દમણ અને દીવ જિલ્લા પંચાયત, ગ્રામ પંચાયતો(દીવ જિલ્લાની મહારાણી લક્ષ્મીબાઈ વણાંકબારા, મહારાણા પ્રતાપ સાઉદવાડી, શહીદ ભગતસિંહ અને સરદાર વલ્લભભાઈ પટેલ ગ્રામ પંચાયતો સિવાય) તથા સેલવાસ અને દમણ નગરપાલિકાની યોજાનારી ચૂંટણી

સંઘપ્રદેશમાં ચૂંટણીની આદર્શ આચારસંહિતાનો પણ શરૂ થયેલો અમલ

નવી દિલ્‍હી, તા.09
સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં ગ્રામ પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકાઓની ચૂંટણીની જાહેરાત આજે સંઘપ્રદેશના ચૂંટણી કમિશનર શ્રી સુધાંશુ પાંડેએ કરતા હવે આચારસંહિતા પણ અમલી બની છે.
દીવ નગરપાલિકા તેમજ દીવ જિલ્લાની મહારાણી લક્ષ્મીબાઈ વણાંકબારા, મહારાણા પ્રતાપ સાઉદવાડી, શહીદ ભગતસિંહ અને સરદાર વલ્લભભાઈ પટેલ ગ્રામ પંચાયતોને બાદ કરતા કેન્‍દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલીના ત્રણેય જિલ્લાની પંચાયતો અને સેલવાસ અને દમણ નગરપાલિકાની ચૂંટણીની જાહેરાત કરાઈ છે.
કેન્‍દ્ર શાસિત પ્રદેશોના ચૂંટણી કમિશનર શ્રી સુધાંશુ પાંડેએ જાહેર કરેલા ચૂંટણીના સમય પત્રક મુજબ આગામી શુક્રવાર તા.10મી ઓક્‍ટોબર, 2025ના રોજ દાદરાનગર હવેલી, દમણ અને દીવ(મહારાણી લક્ષ્મીબાઈ વણાંકબારા, મહારાણા પ્રતાપ સાઉદવાડી, શહીદ ભગતસિંહ અને સરદાર વલ્લભભાઈ પટેલ ગ્રામ પંચાયતો સિવાય) જિલ્લાની ગ્રામ પંચાયતો, દાનહ, દમણ અને દીવ જિલ્લા પંચાયતો તથા સેલવાસ અને દમણ નગરપાલિકા માટે ચૂંટણી કમિશનર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવાની સાથે જ ઉમેદવારી પત્રક ભરવાની પણ શરૂઆત થશે.
ઉમેદવારી પત્રક ભરવાની અંતિમ તા.17મી ઓક્‍ટોબર, 2025ના શુક્રવારે છે. જ્‍યારે ઉમેદવારી પત્રકની ચકાસણી તા.18મી ઓક્‍ટોબર, 2025ના શનિવારે થશે. ઉમેદવારી પત્રક પરત ખેંચવાની તા.20મી ઓક્‍ટોબર, 2025ના સોમવારે છે. જ્‍યારે મતદાનની તારીખ 5મી નવેમ્‍બર, 2025ના બુધવારના રોજ નિર્ધારિત કરાઈ છે. 11મી નવેમ્‍બર, 2025 પહેલાં ચૂંટણી પ્રક્રિયા સંપન્ન કરવામાં આવશે.
સંઘપ્રદેશોના ચૂંટણી પંચ દ્વારા હવે દાદરા નગર હવેલી, દમણ અને દીવ(મહારાણી લક્ષ્મીબાઈ વણાંકબારા, મહારાણા પ્રતાપ સાઉદવાડી, શહીદ ભગતસિંહ અને સરદાર વલ્લભભાઈ પટેલ ગ્રામ પંચાયતો સિવાય) જિલ્લાની ગ્રામ પંચાયતો, ત્રણેય જિલ્લા પંચાયતો તથા સેલવાસ અને દમણ નગરપાલિકાની ચૂંટણી જાહેર થવાની સાથે રાજકીય ગતિવિધિ પણ તેજ બનવા પામી છે.

Related posts

વાપી ICDS વિભાગ દ્વારા આયોજીત ૭મા પોષણમાસ કાર્યક્રમની પૂર્ણાહુતિ

vartmanpravah

સેલવાસની બદલાય રહેલી સિકલ અને સૂરત : ચોમાસા પહેલા ઘણા પ્રોજેક્‍ટો કાર્યાન્‍વિત થવાની કગાર ઉપર

vartmanpravah

દમણઃ દુણેઠા ડમ્‍પિંગ સાઈટ પર કાર્યરત ડમ્‍પરની અડફેટમાં શ્રમિકનું બાળક આવતાં મોત

vartmanpravah

રખોલીની આર.આર.કેબલ લિ.માં રક્‍તદાન શિબિર યોજાઈ

vartmanpravah

સેલવાસમાં છેલ્લા 21 વર્ષથી શ્રી ગણેશ મંડલમ્‌ દ્વારા ભવ્‍ય ગણેશોત્‍સવનું થઈ રહેલું આયોજન

vartmanpravah

દમણ જિ.પં.ના શિક્ષણ વિભાગ દ્વારા આયોજીત વાર્ષિક રમતોત્‍સવ સંપન્નઃ દમણ જિલ્લાના ત્રણેય સંકુલ પૈકી વરકુંડ સંકુલ ચેમ્‍પિયન

vartmanpravah

Leave a Comment