Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વડોદરા ખાતે યોજાયેલી આંતરરાષ્‍ટ્રીય મેરેથોનમાં વલસાડના 65 વર્ષીય રમેશભાઈએ તૃતિય સ્‍થાન મેળવ્‍યું

10.5 કિમી અંતર 55.12 મિનિટમાં પુરૂ કરી દક્ષિણ આફ્રિકા કેન્‍યાના ખેલાડીઓમાં પોતાનું સ્‍થાન જાળવ્‍યું

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.12: વડોદરા ખાતે તા.08મી જાન્‍યુઆરી, 2023ના રોજ આંતરરષ્‍ટ્રીય મેરેથોનનું આયોજન કરાયું હતું. જેમાં વલસાડ જિલ્લાના રોલા ગામના વતની રમેશભાઈ પટેલે 65+ કેટેગરીમાં 10.5 કીમી દોડમાં ભાગ લઈ આ અંતર 55.12 મિનિટના સમયમાં પુરૂ કરી તૃતિય સ્‍થાન પ્રાપ્ત કરી વલસાડ જિલ્લાનો દબદબો આંતરરાષ્‍ટ્રીય કક્ષાએ જાળવી રાખ્‍યો છે. આ મેરેથોનમાં દક્ષિણ આફ્રિકા, કેન્‍યા, વગેરે દેશના ખેલાડીઓ તથા રાષ્‍ટ્રીય મેરેથોન ખેલાડીઓએ પણ ભાગ લીધો હતો. તેમની સામે પણ 65 વર્ષીય રમેશભાઈએ પોતાનું સ્‍થાન જાળવવામાં સફળતા મેળવી હતી.
ઉલ્લેખનીય છે કે રમેશભાઈએ રોટરી ક્‍લબ ઓફ વલસાડ દ્વારા યોજાયેલી 10 કિમી મેરેથોનમાં પણ રમેશભાઇએ ભાગ લઈ 58.53 મિનિટમાં પૂરી કરી સિનીયર સિટીઝન્‍સમાં પોતાનું સ્‍થાન જાળવી રાખ્‍યું હતું. નાશિક ખાતે રાષ્‍ટ્રીય ખેલ મહાકુંભમાંતેમણે 1500 મીટર દોડમાં પ્રથમ અને 800 મીટર દોડમાં તૃતિય સ્‍થાન મેળવી ગોલ્‍ડ અને બ્રોન્‍ઝ મેડલ મેળવ્‍યા હતા. તેઓએ અત્‍યાર સુધી 42.195 કિમીની ફુલ મેરેથોન, 21 કીમીની હાફ મેરેથોન, 12 કિમી, 8 કિમી અને 6 કિમીની મેરેથોનમાં ભાગ લઈ સમગ્ર ગુજરાતમાં વલસાડ જિલ્લાને ગૌરવ અપાવ્‍યું છે. તેઓ 100 મીટર થી 42.195 કીમી દોડના બધા જ પ્રમાણપત્રો ધરાવે છે. હાલમાં પણ તેઓ સક્રિય રહી રમતક્ષેત્રે ખેલાડીઓને તૈયાર કરી રાજ્‍ય અને રાષ્‍ટ્રીય કક્ષાએ જિલ્લાને નામના અપાવી રહ્યા છે.

Related posts

દમણમાં છેલ્લા 9 મહિનાથી બંધ રહેલી કન્‍સ્‍ટ્રક્‍શન, એન.એ. સહિતની જમીનને લગતી પરમિશનો આપવા કરાયેલો પ્રારંભ

vartmanpravah

બરવાળાના લઠ્ઠાકાંડની ઘટના બાદ સફાળી જાગેલી ચીખલી પોલીસે જુદા જુદા ગામોમાં છાપો મારી દેશી દારૂના 9 જેટલા કેસો નોંધી 7 ને ઝડપી પાડયા : 2 વોન્‍ટેડ

vartmanpravah

પારડી નગરપાલિકા દ્વારા ઢોર પકડવાનું અભિયાન શરૂ: સાત જેટલા ઢોરો પકડી ડુંગળી ગૌશાળા ખાતે લઈ જવાયા

vartmanpravah

વાપી ચણોદ કોલોનીમાં ટ્રાન્‍સપોર્ટમાં નોકરી કરતા આધેડે ફાંસો ખાઈ આપઘાત કર્યો: મૃતકના ભાઈએ પોલીસને જાણ કરી

vartmanpravah

સેલવાસની હોરીઝોન હાઈટ્‍સ સોસાયટીના મુખ્‍ય ગેટ પાસે વાઇનશોપ ખોલવાનો રહિશોએ કરેલો વિરોધ

vartmanpravah

દાનહ ખેલ અને યુવા વિભાગ દ્વારા ઈન્‍ટર કોલેજ ક્રિકેટ હરિફાઈ યોજાઈ

vartmanpravah

Leave a Comment