October 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

રાજસ્‍થાનમાં કરણી સેના રાષ્‍ટ્રિય પ્રમુખની ગોળી મારી કરાયેલ હત્‍યાના પડઘા વલસાડમાં પડયા

કરણી સેના, હિંદુ સંગઠનોએ આક્રોશ સાથે રેલી કાઢી
વલસાડ કલેક્‍ટરને આવેદન આપ્‍યુ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.07: રાજસ્‍થાનના જયપુરમાં કરણી સેનાના રાષ્‍ટ્રિય અધ્‍યક્ષ સુખદેવસિંહ ગોગામડીની મંગળવારે તેમના નિવાસ સ્‍થાન ધનાધન ગોળીઓ મારી કરપીણ હત્‍યા કરાઈ હતી. જેના પડઘા પુરા દેશમાં પડયા છે. જયપુર-ઉદયપુર સહિત બુધવારે રાજસ્‍થાન બંધનું એલાન આપી લાખો લોકો રોડ ઉપર ઉતરી પડી હત્‍યારાઓને ઝડપી પાડવા માટે ઠેર ઠેર આક્રોશ ભભુકી ઉઠયો હતો. આ ઘટનાના પ્રત્‍યાઘાત વાપી વલસાડમાં પણ પડયા હતા.
વલસાડમાં આજે ગુરૂવારે કરણી સેના, રાજપૂત સેના અને આદિવાસી આગેવાનો તથા હિંદુ સંગઠનોએ રેલી કાઢી હતી. રેલીમાં હત્‍યારાઓને પકડી જાહેરમાં સજા આપવાની માંગણી સાથે લોકરોષ રેલીમાં ભભૂક્‍યો હતો. કરણી સેનાના એક આગેવાને જણાવ્‍યું હતું કે, રાજસ્‍થાન સરકારે 72 કલાકમાં હત્‍યારા નહી પકડાય તો રાષ્‍ટ્રવ્‍યાપી આંદોલન ચલાવાશે. રેલી શહેરી વિસ્‍તારમાં ફરી કલેક્‍ટરને આવેદનપત્ર પાઠવ્‍યું હતું. ઉલ્લેખનીય છે કે, રેલીમાં આદિવાસી આગેવાનો પણ જોડાયા હતા.

Related posts

લાયન્‍સ ક્‍લબ ઓફ વાપી નાઈસ દ્વારા વાંસદા આઈ હોસ્‍પિટલમાં 41 નિઃશુલ્‍ક મોતિયા બિંદ ઓપરેશન કરાયા

vartmanpravah

દાનહ-દમણ-દીવ પ્રદેશ ભાજપ દ્વારા પં. દીન દયાળ ઉપાધ્‍યાયની જન્‍મ જયંતિને ‘અંત્‍યોદય સંકલ્‍પ’ દિવસ તરીકે મનાવાયો

vartmanpravah

સરીગામ સીઇટીપીની પાઇપલાઇનનો મુદ્દો ફરી ચર્ચામાં

vartmanpravah

દીવ પોલીસ મથકના ઈન્‍ચાર્જ પી.આઈ. પંકેશ ટંડેલ સસ્‍પેન્‍ડઃ ભરતી પ્રક્રિયા સમયે રજૂ કરેલા જન્‍મ પ્રમાણપત્રના બનાવટી દસ્‍તાવેજો

vartmanpravah

દાનહમાં આઈ.આર.બી.ના અધિકારીનું હૃદયરોગના હૂમલાથી મોત: પોલીસ વિભાગે આપેલી શ્રદ્ધાંજલિ 

vartmanpravah

રોટરી ક્‍લબ ઓફ વાપી અને રોટરી ચેરીટેબલ ટ્રસ્‍ટ દ્વારા રોટરી હરીયા હોસ્‍પિટલ ખાતે 76મા સ્‍વાતંત્ર્ય દિનની માન પૂર્વક કરવામાં આવેલી ઉજવણી

vartmanpravah

Leave a Comment