November 14, 2025
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદેશસેલવાસ

ભારત સરકારના પેયજળ અને સ્‍વચ્‍છતા વિભાગ દ્વારા ‘સ્‍વચ્‍છ સર્વેક્ષણ ગ્રામીણ-2025′ અંતર્ગત ગલોન્‍ડા, ફલાન્‍ડી અને ઉમરકુઈ હાટપાડામાં શેરી નાટકો યોજાયા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.11 : ભારત સરકારના પેયજળ અને સ્‍વચ્‍છતા વિભાગ દ્વારા ‘સ્‍વચ્‍છ સર્વેક્ષણ ગ્રામીણ-2025′ અંતર્ગત, 8મી જુલાઈ-2025થી 23 જુલાઈ-2025 સુધી દાદરા નગર હવેલીની તમામ ગ્રામ પંચાયતોમાં શેરી નાટકો દ્વારા જનજાગૃતિ કાર્યક્રમોનું આયોજન હાથ ધરાયું છે.
જેની કડીમાં ગઈકાલ ગુરૂવારે ત્રીજા દિવસે, ગલોન્‍ડામાં સરકારી પ્રાથમિક શાળા રાઉતપાડા, ફલાંડીમાં સરકારી પ્રાથમિક શાળા ભવરપાડા, ઉમરકુઇમાં હાટપાડા અને અથોલામાં સિલી ફાટક ખાતે શેરી નાટકના સભ્‍યોએ પ્રદર્શન કર્યું હતું.
આ દરમિયાન ગલોન્‍ડા ગ્રામ પંચાયતના સરપંચ, પંચાયત સચિવ, પંચાયત કર્મચારીઓ અને ગ્રામજનોએ ઉક્‍ત શેરી નાટક કાર્યક્રમમાં ઉત્‍સાહપૂર્વક ભાગ લીધો હતો. આ શેરી નાટક દરમિયાન, લગભગ 620 જેટલા ગ્રામજનો હાજર રહ્યા હતા, જેમને શેરી નાટક દ્વારા સ્‍વચ્‍છ શૌચાલયના ઉપયોગ, ખુલ્લામાં કચરો નહીં ફેંકવા અને રોજિંદા જીવન વિશે જાગૃત કરવામાં આવ્‍યા હતા. જેમાં વાદળી અને લીલા કચરાપેટીના યોગ્‍ય ઉપયોગ વિશે જાગૃતિ લાવવામાં આવી હતી. આ કાર્યક્રમ ‘સ્‍વચ્‍છ ભારતમિશન’ના ઉદ્દેશ્‍યને આગળ વધારવા માટે એક મહત્ત્વપૂર્ણ પહેલ છે.

Related posts

સંદર્ભઃ ઉપ રાષ્‍ટ્રપતિ જગદીપ ધનખડની ત્રી-દિવસીય સંઘપ્રદેશમુલાકાત દાનહ અને દમણ-દીવની દશા-દિશા બદલવા સફળ રહેલા પ્રશાસક પ્રફુલભાઈ પટેલ

vartmanpravah

રખોલીથી અસ્‍થિર મગજનો યુવાન ગુમ

vartmanpravah

સલવાવની બીએનબી સ્‍વામિનારાયણ ફાર્મસી કોલેજમાં પ્‍લેસમેન્‍ટ સેલ દ્વારા વિદ્યાર્થીઓને પ્રિપ્‍લેસમેન્‍ટ અને કેરિયર કાઉન્‍સેલિંગ માટે ગેસ્‍ટ લેક્‍ચર યોજાયો

vartmanpravah

સેલવાસની વૃંદાવન સોસાયટી ખાતે શ્રીમદ્‌ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનો શુભારંભ

vartmanpravah

પ્રગટેશ્વર મહાદેવ મંદિર આછવણીના ૩૮મા નિર્માણ દિન મહોત્‍સવની ઉજવણી કરાઈ

vartmanpravah

વલસાડ પાર નદી નાના-મોટા ડેમ વચ્‍ચે બે દિવસથી ફસાયેલ માછીમારનું રેસ્‍ક્‍યું કરાયું

vartmanpravah

Leave a Comment