November 15, 2025
Vartman Pravah
Breaking NewsOtherસેલવાસ

સેલવાસ નગરપાલિકા દ્વારા ‘પર્યાવરણ જાગૃતિ’ વિષય ઉપર વિદ્યાર્થીઓ સહિત શિક્ષકો અને વાલીઓ માટે વિવિધ સ્‍પર્ધાનું કરેલું આયોજન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.11 : ભારત સરકારના પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન મંત્રાલય દ્વારા દેશના લોકોમાં પર્યાવરણ પ્રત્‍યે જાગૃતિ અને જવાબદારીની ભાવનાને પ્રોત્‍સાહિત કરવાના હેતુથી તા.1 જુલાઈથી, 2025થી 21ઓગસ્‍ટ, 2025 દરમિયાન ‘નેશનલ સ્‍ટુડન્‍ટપર્યાવરણ પ્રતિયોગિતા-2025’નું આયોજન થઈ રહ્યું છે. આ સ્‍પર્ધાની થીમ ‘દરેક નાગરિકની ભાગીદારી, પર્યાવરણની જવાબદારી’ છે. જેની કડીમાં સેલવાસ નગરપાલિકાના પાલિકા પ્રમુખ શ્રીમતી રજની શેટ્ટીના નેતૃત્‍વમાં ન.પા.ના અધિકારીઓ અને હ્યુમન ઓફ અર્થના સહયોગથી ઝંડાચોક સ્‍થિત શાળામાં વિદ્યાર્થીઓ સાથે પર્યાવરણીય પહેલ અંગે સ્‍પર્ધાનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં ભાગીદારી કરવા માટે વિદ્યાર્થીઓને પ્રોત્‍સાહિત કરવામાં આવ્‍યા હતા. આ સ્‍પર્ધા પાંચ વર્ગોમાં આયોજીત કરવામાં આવી છે. જેમાં પ્રથમ સમૂહમાં ધોરણ 1 થી 5 સુધી, બીજા સમૂહમાં ધોરણ 6 થી 8 સુધી, ત્રીજા સમૂહમાં ધોરણ 9 થી 12 સુધીના, ચોથા સમૂહમાં સ્‍નાતક, અનુસ્‍નાતક અને રિસર્ચ સ્‍કોલર, પાંચમાં સમૂહમાં સામાન્‍ય નાગરિક, શિક્ષકો, કર્મચારીઓ ભાગ લઈ શકશે.
દરેક સમૂહના સ્‍પર્ધકોને રાષ્‍ટ્રીય અને પ્રદેશ સ્‍તરીય પુરસ્‍કૃત કરવામાં આવશે. સાથે દરેકને ડિજિટલ પ્રમાણપત્ર એનાયત કરવામાં આવશે. આ પહેલના માધ્‍યમથી ફક્‍ત વિદ્યાર્થીઓ સાથે દરેક વર્ગના નાગરિક પર્યાવરણની સુરક્ષામાં પોતાની ભૂમિકા નિભાવી શકે છે. દરેક શાળાના શિક્ષકો, વાલીઓ અને વિદ્યાર્થીઓને આગ્રહ છે કે તેઓ આ અભિયાનમાં ભાગ લે અને પર્યાવરણ સંરક્ષણની દિશામાં સકારત્‍મક યોગદાન આપે.

Related posts

વાપી રોફેલ કોલેજના પી.ટી. પ્રોફેસરની નેશનલ વોલીબોલ સ્‍પર્ધામાં રેફરી તરીકે પસંદગી

vartmanpravah

દાદરા નગર હવેલીમા 02 કોરોના પોઝીટીવ કેસ નોંધાયા

vartmanpravah

સેલવાસ અયપ્‍પા મંદિરમાં મંડલ પૂજા મહોત્‍સવની થયેલી પૂર્ણાહૂતી

vartmanpravah

સાયલી પીટીએસ ખાતે પોલીસ જવાનો માટે મેગા મેડિકલ કેમ્‍પયો જાયો

vartmanpravah

20 પોલ્‍યુશન ઈન્‍ડેક્ષ સ્‍કોર ધરાવતા વાઈટ ઉદ્યોગોને સીટીઈમાંથી મુક્‍તિ : વાપીના કેટલાક ઉદ્યોગોને ફાયદો થશે

vartmanpravah

વાપી સહિત વલસાડ જિલ્લાના તમામ તાલુકાઓમાં દિવસભર ધોધમાર વરસાદ વરસ્‍યો

vartmanpravah

Leave a Comment