January 16, 2026
Vartman Pravah
Breaking NewsOtherદમણદીવદેશસેલવાસ

દીવના નાગવા સ્‍થિત કલેક્‍ટર નિવાસ પાસેના મુખ્‍ય રોડ ઉપર મોપેડમાં આગ લાગતા બળીને ખાખ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દીવ, તા.11: સંઘપ્રદેશ દીવના નાગવા ખાતે કલેક્‍ટર નિવાસ નજીક મુખ્‍ય રસ્‍તા ઉપર એક ટુ વ્‍હીલર મેસ્‍ટ્રો ગાડીમાં અચાનક આગ લાગતા અફરાતફરી મચી જવા પામી હતી.પ્રાપ્ત માહિતી પ્રમાણે દીવના વણાંકબારાના ફાફડી વાડીના રહેવાસી જયપાલન જમનાદાસ તેમની ટુ વ્‍હીલર મેસ્‍ટ્રો મોપેડ ગેરેજમાંથી રિપેર કરાવી અને વણાંકબારા જઈ રહ્યા હતા, તે દરમિયાન અચાનક જ ગાડીના હેન્‍ડલ પાસેથી ધુમાડો નિકળતો દેખાતા મોપેડના માલિક જયપાલન જમનાદાસ તથા તેની સાથે રહેલ એક છોકરો ગાડી પરથી ઉતરીને દૂર ખસી ગયા હતા. ત્‍યારબાદ જોતજોતામાં થોડી જ ક્ષણોમાં આખું મોપેડ આગની ઝપેટ આવતાં બળીને ખાખ થઈ ગયું હતું. મોપેડમાં જ્‍વલંત જ્‍વાળાઓ ભભૂકી ઉઠી હતી અને આખું મોપેડ બળીને ખાખ થઈ ગયું હતું. ત્‍યાં ઉપસ્‍થિત લોકો દ્વારા ફાયર બ્રિગેડને જાણ કરાતા અગ્નિશમન વિભાગના જવાનો ઘટના સ્‍થળે તાત્‍કાલિક દોડી આવ્‍યા હતા અને આગને બુઝાવી હતી. ઘટના સ્‍થળે મોટી સંખ્‍યામાં લોકો એકઠા થયા હતા.

Related posts

દાનહના કુડાચા ગામે એક કિશોરે ગળે ફાંસો લગાવી કરેલી આત્‍મહત્‍યા

vartmanpravah

કલીયારી ગામે અગ્નિસંસ્‍કાર પતાવી નદીના ચેકડેમમાં નાહવા ગયેલ ખુડવેલના યુવાનનું ડૂબી જતાં મોત

vartmanpravah

દાનહ-દમણ-દીવ પ્રદેશ ભાજપે મદ્મવિભૂષણ રતન તાતાને આપેલી શ્રદ્ધાંજલિ

vartmanpravah

લંડન-કેન્‍યાના 108 એન.આર.આઈ.એ વાપી મુક્‍તિધામની મુલાકાત લીધી : ભુજમાં શીશુકુંજ શાળાના ભંડોળ માટે રિક્ષાયાત્રા

vartmanpravah

સેલવાસનાક્રિષ્‍ના હાઈટ્‍સ બિલ્‍ડિંગના નવમા માળેથી યુવતીએ છલાંગ લગાવી: ઘટના સ્થળે જ મોત

vartmanpravah

દમણ જિલ્લા કોળી પટેલ સમાજના યુવા નેતા અને આગેવાન સામાજિક કાર્યકર હરિશભાઈ ડી. પટેલે રૂા.1 લાખ 33 હજાર 333નું સમાજને કરેલું માતબર દાન

vartmanpravah

Leave a Comment