August 2, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

થર્ટી ફર્સ્ટનો નશો કરેલા 1322નો નશો વલસાડ જિલ્લા પોલીસે ઉતારી દીધો : આજે જામીન ઉપર છૂટશે

પીધેલા જાનૈયાઓ માટે પોલીસે ખાસ મંડપ અને મેરેજ હોલ તહેનાત રાખ્‍યા હતા

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.01: 2023ના ઈસુના નવા વર્ષની ઉજવણી કરવા માટે સંઘપ્રદેશ દમણ અને સેલવાસમાં હજારોની સંખ્‍યામાં ટુરિસ્‍ટો, સહેલાણીઓ અને સ્‍થાનિકો પહોંચી ગયા હતા. થર્ટી ફસ્‍ટ અને પાર્ટીની મહેફીલો માણી મદિરાપાન કરેલા જ્‍યારે ગુજરાત વાપી-પારડી-ભિલાડમાં પ્રવેશ્‍યા એટલે વલસાડ જિલ્લા પોલીસે 1322 જેટલા પિધેલાઓ ઝડપી પાડી હવાલાત ભેગા કરી પોલીસે નશો ઉતારી દીધો હતો.
વલસાડ જિલ્લામાં થર્ટીફસ્‍ટની ઉજવણી કરવાનો ક્રેઝ વરસોથી જાણીતો અને માનીતો રહ્યો છે તે અનુસાર તા.30-31 ડિસેમ્‍બરે થર્ટીફસ્‍ટની ઉજવણી માટે હજારોની સંખ્‍યામાં ટુરિસ્‍ટો સંઘપ્રદેશ દમણ-સેલવાસમાં પહોંચી ગયા હતા. હોટલો, બાર, રેસ્‍ટોરન્‍ટ, બીચ ઉપર માનવ મહેરામણ ઉમટી પડેલો. ખાણી-પીણીની મહેફીલોની રંગત માણી લોકો ઘરે પરત ફરીરહ્યા હતા ત્‍યારે 31 જેટલી ચેકપોસ્‍ટ ઉપર વલસાડ જિલ્લા પોલીસ પીધેલાઓનું સ્‍વાગત કરવા તહેનાત હતી. 48 કલાક ચાલેલી પ્રોહિબિશનની કાર્યવાહીમાં કુલ 1322 જેટલા પીધેલાઓને પોલીસે ઝડપી લીધા છે. ઝડપાયેલા જાનૈયાઓની સરભરા કરવા માટે પોલીસે વિવિધ પોલીસ સ્‍ટેશનોમાં અલાયદા ખાસ મંડપ અને મેરેજ હોલ જે તૈયાર રખાયેલા તેમાં શિફટ કરાયા હતા. સોશ્‍યિલ ડિસ્‍ટન્‍સ અને મેડિકલ ટીમે પોલીસે સ્‍ટેન્‍ડબાય રાખી હતી. બે દિવસમાં એટલે કે શનિ-રવિવારે તમામ પિધેલાઓને પોલીસ ક્રમશઃ કોર્ટમાં રજૂ કરશે. જેમ જેમ જામીન મળશે તેમ તેમ પીધેલાઓનો છૂટકારો થશે. ખાસ નોંધનીય છે કે, પ્રતિ થર્ટીફસ્‍ટએ પોલીસે એલર્ટ હોય છે છતાં પણ લોકો પી-પીને ગુજરાતમાં આવે છે. ખુદ તો હેરાન થાય છે પણ સેંકડો પરિવારોને હેરાનગતિની ગર્તામાં ધકેલી રહ્યા છે.

Related posts

દમણના દાભેલ ચંચળ તળાવમાંથી મળી આવેલ અજાણ્‍યા પુરૂષની લાશના વાલી-વારસો સંપર્ક કરે

vartmanpravah

ફોટોસ્‍ટોરી

vartmanpravah

વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં ફરજ બજાવતા શિક્ષકોની અનિયમિતતાથી બાળકોને પુરતું શિક્ષણ મળતું નથી

vartmanpravah

દીવ જિલ્લા કલેકટર સલોની રાયના દિશાનિર્દેશ અને માર્ગદર્શન હેઠળ બાલિકાઓ દ્વારા ‘સંઘપ્રદેશ કી વિરાસત કા દર્શન’ સૂત્ર સાથે દીવ અને ઘોઘલા સરકારી શાળાની બાળકીઓને દીવ કિલ્લા ખાતે લાઈટ અને સાઉન્‍ડ શો બતાવાયો

vartmanpravah

વલસાડ નંદાવાલા હાઈવે ઉપર કાર-ટેમ્‍પો વચ્‍ચે ગમખ્‍વાર અકસ્‍માત : કટોકટ હાલતમાં કાર ચાલક સારવાર હેઠળ

vartmanpravah

વલસાડના નાનાપોંઢા પોલીસે ગુમ થયેલ વ્‍યક્‍તિને શોધી કાઢી તેના વાલીવારસ સાથે મિલન કરાવ્‍યું

vartmanpravah

Leave a Comment