April 29, 2024
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

116 યુનિટ રક્‍તદાન દ્વારા કરાયેલી નવા વર્ષની ઉજવણી

વર્ષ 2023ના પ્રથમ દિવસે જ 116 યુનિટ રક્‍તદાન દ્વારા અનોખું સેવા કાર્ય કરી સ્‍વજન સ્‍વ. રિતેશભાઈ રમેશભાઈ પટેલને જન્‍મદિવસે શ્રદ્ધાંજલિ પાઠવી નવા વર્ષની ઉજવણી કરતા શ્રી ગણેશ યુવક મંડળ, કકવાડ ફળિયા નનકવાડા વલસાડના યુવાનો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી, તા.01: નૂતન વર્ષ, 2023ના પ્રથમ દિવસે સૂર્યના પ્રથમ કિરણથીથયો ત્‍યારે કકવાડ ફળિયા નનકવાડા, તથા એમના ભાઈ કલ્‍પીનભાઈ અને પરિવાર તથા નનકવાડા પંચાયતના સરપંચશ્રી વિનોદભાઈ ડી. પટેલ તથા ગામના વડીલો મહિલાઓ અને યુવાનોના સાથ સહકાર થી કકવાડ ફળિયાના ગણેશ યુવક મંડળના યુવાનો, યોગેશ પટેલ અને એમની ટિમ દ્વારા શ્રી સાંઈનાથ સેવાભાવી મંડળ બીનવાડા અને અતુલ રૂરલ ડેવલપમેન્‍ટ ફંડના સંયુક્‍ત ઉપક્રમે સ્‍વ. રિતેશભાઈ રમેશભાઈ પટેલ કકવાડ ફળિયા, નનકવાડાનાં સ્‍મરણાર્થે એમના જન્‍મ જયંતિ નિમિતે એમનાં પરિવાર તથા શ્રી ગણેશ યુવક મંડળ, કકવાડ ફળિયાના સહયોગમાં વર્ષ 2023ના પ્રથમ દિવસે આ નુતન પ્રભાતનો પ્રારંભ રક્‍તદાન શિબિર યોજી કરી અજ્ઞાત માનવ જિંદગીમાં નવી રોશની લાવવાના સંકલ્‍પ સાથે શરૂઆત કરી હતી.
આજ રોજ તા. 01/01/2023 રવિવાર, સવારે 09 થી 05 વાગ્‍યા સુધી નનકવાડા, ગ્રામપંચાયત હોલ, હાલર-સીવીલ રોડ, વલસાડ ખાતે વલસાડ રક્‍તદાન કેન્‍દ્રના સહયોગમાં આયોજિત બ્‍લડ ડોનેશન કેમ્‍પમાં સ્‍વ. રિતેશભાઈ રમેશભાઈ પટેલને જન્‍મ દિવસે સાચી શ્રદ્ધાંજલિ પાઠવવા એમના પરિવાર અને મિત્ર વર્તુળ દ્વારા પોતાના રક્‍તદાન થકી રક્‍ત અંજલી આપી ‘‘રક્‍તદાન મહાદાન”ના સુત્રને ચરિતાર્થ કરી કોઈકના લાડકવાયાના નવજીવન માટે રક્‍તદાન કરી ધન્‍યતા અનુભવી હતી.
સવારથી જ મિત્ર વર્તુળ અને પરિવારના સ્‍વજનોએરક્‍તદાન માટે અભૂતપૂર્વ સહયોગ આપી કુલ 116 રક્‍ત યુનિટનું દાન કરી માનવ સેવાના કાર્યમાં સહભાગી થઈ વર્ષ 2023ને વધાવી લઈ સ્‍વજનને શ્રદ્ધાંજલિ પાઠવી અનોખું કાર્ય કર્યું, જે અભિનંદનીય છે. રક્‍તદાતાઓ ને મોટીવેશન માટે હેલ્‍મેટ અને અન્‍ય આકર્ષક ગીફટ આપી તેઓની નિઃસ્‍વાર્થ સેવાને બિરદાવાઈ હતી.
આ અનોખા સેવા યજ્ઞ નિમિત્તે શ્રી સાંઈનાથ સેવાભાવી મંડળના પ્રમુખ યોગેશ પટેલે જણાવ્‍યું કે નૂતન વર્ષનાં સૂર્યકિરણો સહુને દિવ્‍ય પ્રેમ, આનંદ, શાંતિ આપે અને સમગ્ર માનવ જાત પોતાના રક્‍તદાન થકી અન્‍યોની જિંદગી પ્રકાશિત કરે. સહુ કોઈનું સ્‍વાસ્‍થ્‍ય નિરામય રહે, સુખ-સમૃદ્ધિમાં વધારો થાય અને વર્ષ 2023માં વલસાડ જિલ્લાના હરેક ઘરેથી નવા રકતદાતાઓ સ્‍વૈચ્‍છિક રક્‍તદાન માટે આગળ આવે અને આજના મંગલ પ્રભાતે આપણે સહુ શુભ સંકલ્‍પ કરીએ કે સમાજમાં સહુનું મંગલ થાઓ. નવું વર્ષ 2023 રક્‍તદાન માટે જાગૃતિનું પર્વ બની રહે એવા સંકલ્‍પ સાથે વલસાડ જિલ્લામાં રક્‍તદાનનો પવિત્ર વિચાર યુવાનોમાં કેળવાય, તમામ સમાજના લોકો રક્‍તદાન ને જીવન મંત્ર બનાવી નિયમિત રક્‍તદાન દ્વારા જીવનને વધુ ઉન્નત બનાવીએ. નવા વર્ષે સૌ પરસ્‍પર એકતા અને સુહૃદય ભાવથી પરિવાર, સમાજ અને રાષ્‍ટ્રના ઉત્‍કર્ષમાં રક્‍તદાન રૂપે યોગદાન આપી રક્‍તદાન કેન્‍દ્રોને મદદરૂપથઈએ અને રક્‍તની પડતી અછતને નીવારીએ.

Related posts

સેલ્‍યુટ તિરંગા સંસ્‍થા દ્વારા ન્‍યુ દિલ્‍હી ખાતે રાષ્‍ટ્રીય મહિલા સંમેલન યોજાયું

vartmanpravah

પારદર્શક, ભયમુક્‍ત અને તટસ્‍થ ચૂંટણી માટે તૈયારી પૂર્ણ: આજે દાનહ લોકસભાની પેટા ચૂંટણીઃ પ્રશાસન સજ્જ

vartmanpravah

છેલ્લા પાંચ વર્ષમાં સામાજિક, આર્થિક, રાજકીય, શૈક્ષણિક અને સાંસ્‍કૃતિક ક્ષેત્રે સંઘપ્રદેશની મહિલાઓએ ભરેલી ઊંચી ઉડાન

vartmanpravah

ભારત સરકારની ‘સબકી યોજના’ સબકા વિકાસ’ યોજના અંતર્ગત દાનહના નરોલી પંચાયતમાં ગ્રામસભા યોજાઈઃ પ્રશાસનિક ઉચ્‍ચ અધિકારીઓની રહેલી ગેરહાજરીથી ગ્રામજનોમાં નારાજગી

vartmanpravah

શ્રી સમસ્ત ગુજરાતી બ્રહ્મસમાજ વાપી અને વાઈબ્રન્ટ બિઝનેસ પાર્ક દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

વલસાડ જિલ્લામાં તા.૧૬મીએ ‘‘વિશ્વ ડેન્‍ગ્‍યુ દિવસ”ની ઉજવણી કરાશે

vartmanpravah

Leave a Comment